For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ- 7નું આયોજન ભારત, બાંગ્લાદેશ અને યુએઇમાં

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 માર્ચઃ આઇપીએલની સાતમી શ્રેણીનું આયોજન ભારત, યુએઇ અને બાંગ્લાદેશમાં થશે. બાંગ્લાદેશને એક રીતે સ્ટેન્ડબોયની જેમ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને ભારત સરકારે સુરક્ષા પૂરી પાડવાને લઇને અસમર્થતા દર્શાવી હતી, જેને લઇને આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે બુધવારે આ નિર્ણય લીધો છે.

uae-india-co-host-ipl-bangladesh-stand-by
આઇપીએલ પ્રમુખ રંજીબ બિસ્વાલે કહ્યું કે, આઇપીએલ-7ની શરૂઆત 16 એપ્રિલથી યુએઇમાં થશે. જેની પ્રારંભિક 16 મેચ અબુધાબી, દુબઇ અને શારજાહમાં રમાશે. ત્યારબાદ 1થી 13 મેની મેચો ભારતમાં યોજવા માટે ગવર્નિંગ કાઉન્સિલ પુનઃ સરકારની સુરક્ષા માંગશે અને સુરક્ષા નહીં મળતા આ મેચો બાંગ્લાદેશમાં યોજવામાં આવશે.

ત્યારબાદ જ્યારે ચૂંટણી પૂર્ણ થઇ જશે, ત્યારે આઇપીએલ ફરી એકવાર ભારત પરત ફરશે, તેની પ્લેઓફ અને ફાઇનલ પણ ભારતમાં જ રમાશે. ફાઇનલ એક જૂને રમાનારી છે. આખો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પહેલા 2009માં લોકસભા ચૂંટણીના કારણે સરકારે સુરક્ષા પૂરી પાડવાને લઇને અસમર્થતા દર્શાવ્યા બાદ આઇપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું.

આ વખતે પણ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે કહ્યું હતું કે તેમની યાદીમાં દક્ષિણ આફ્રિકા પહેલાથી જ તટસ્થ આયોજન સ્થળ છે, પરંતુ અંતિમ રૂપથી દક્ષિણ આફ્રિકાના નામનો વિચાર કરવામાં આવ્યો નથી. તેની પાછળ અંતર અને સમય જોનમાં અંતરને કારણ માનવામાં આવી રહ્યું છે.

English summary
The Indian Premier League (IPL), scheduled April 16-June 1, will be co-hosted by the United Arab Emirates (UAE) and India while Bangladesh has been kept as a stand-by due to the general elections, the Board of Control for Cricket in India (BCCI) announced here Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X