ટીકાઓની ચિંતા નથી કરતોઃ વિરાટ કોહલી
કટક, 2 નવેમ્બરઃ પોતાના ટીકાકારો પર નિશાન સાધતા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, તે પોતાની ટેક્નિકને લઇને ઉઠવવામાં આવેલા પ્રશ્નોની ચિંતા નથી કરતો. બારબતી સ્ટેડિયમમાં રવિવારે થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીની પહેલી મેચની પૂર્વ સંધ્યાએ ભારતીય ટીમના કાર્યવાહક સુકાની બનાવવામાં આવેલા વિરાટ કોહલીએ પત્રકારોને કહ્યું કે, વાતો લોકોની ચર્ચા માટે છે. મારો કહેવાનો અર્થ એ છેકે લોકો પાસે વાત કરવામાં માટે કંઇક હોવું જોઇ. મને એ વાતની ચિંતા નથી. મને નથી ખબર કે મે આ ટેક્નિક સાથે 25 સદી કેવી રીતે બનાવી. તમે એ ઉપર પર ચર્ચા કરી શકો છો.

કોહલીએ વધુમાં કહ્યં કે, વિકેટકીપર રિદ્ધિમાન સાહા શ્રીલંકા સામેની પહેલી વનડે રમવા માટે ફીટ છે. હાલ ટીમમાં તે એકમાત્ર વિકેટકીપર છે તેથી તેની સામે કોઇ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. તે ફીટ અને સારો છે. આ શ્રેણી ઘણી રોમાંચક રહેશે ખાસ કરીને વિશ્વકપ માટે ટીમના કેટલાક સ્થાન દાવ પર લાગેલા છે.












Click it and Unblock the Notifications
