બાર મહિના, 12 સ્થળઃ એક એડવેન્ચર ભરી યાત્રા
નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે, કેટલાક નવા કાર્યોમાં લાગ્યા હશે તો કેટલાકે જૂના અધૂરા કામોને પૂરા કરવામાં અને તેને નવી દિશા આપવામાં મહેનત શરૂ કરી દીધી હશે. તો બીજી તરફ પોતાના હરવા-ફરવાના શોખને પણ ધબકતો રાખવા માટે ટ્રાવેલ પ્લાનિંગ શરૂ કરી દીધું હશે. આ વખતે વેકેસન દરમિયાન ક્યાં જઇશુ કે પછી ફલાણા મહિને ફલાણી રજા આવી રહી છે, તો ત્યારે દેશના ક્યા વિસ્તારમાં ચક્કર લગાવીશું.
આ જ રીતે એડવેન્ચર પ્રીય લોકોએ પણ એડવેન્ચરથી ભરેલા પ્રવાસન સ્થળોની એક લાંબી યાદી તૈયાર કરી લીધી હશે. ત્યારે આજે અમે અહીં આવા જ સાહસિક લોકો માટે અહીં એક ખાસ એડવેન્ચર સ્થળોની માહિતી લઇને આવ્યા છીએ. જેમાં 12 મહિનાના 12 એડવેન્ચર સ્થળો અંગે જણાવવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી એ સ્થળો અંગે જાણીએ.

જાન્યુઆરી
કર્ણાટકમાં આવેલું રામનગરમમાં સાત ભવ્ય હિલ્સ આવેલી છે. જ્યાં ક્લાઇમિંગ કરવાની અનેક સુવિધાઓ આપવામાં આવી છે. અહીં પર્વતારોહકોની ટૂકડીઓ જોવા મળતી હોય છે.

ફેબ્રુઆરી
જો તમને ફિશિંગનો શોખ હોય તો તમે વિવધ સ્થળો પર યોજાતા ફિશિંગ કેમ્પનો હિસ્સો બની શકો છો. ત્રણ સ્થળો પર આ પ્રકારના કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ભીમેશ્વરી, ગલીબોર અને દોડ્ડામાકાલી. અહીં તમે ફિશિંગ ઉપરાંત માઉન્ટેન બાઇકિંગ, કોરાકલ રાઇડિંગ સહિતની એક્ટિવિટીઝ પણ કરી શકો છો.

માર્ચ
ઋષિકેશથી તેહરી જતી વખતે તમે બાઇકિંગનો આનંદ ઉઠાવી શકો છો. આ આખો રૂટ ભગિરથી નદી પાસે છે. આ માટે અન્ય એક રૂટ પણ છે, જે અંગે તમે વાંચ્યું હશે. ગર્હવાલમાં માઉન્ટેન બાઇકિંગ માટે 12થી 16 દિવસની જરૂર પડે છે. તેમજ 30° C થી 10°C વચ્ચેના ટેમ્પરેચરમાં બાઇક ચાલી શકે તેમ હોવી જોઇએ.

એપ્રિલ
ગોવામાં બીચ અને નાઇટ લાઇફ સિવાય પણ ઘણું બધુ છે. ક્રોસ રોલિંગ હિલ્સ અને ગોવાના પહોળા જંગલોમાં તમે ક્વોડ બાઇકિંગની મજા માણી શકો છો.

મે
જો તમે ઝિપ લાઇનની મજા મળવા માગતા હોવ તો રાજસ્થાન ઉપડી જાઓ. ત્યાં અલવાર સહિતના પ્રદેશો છે જ્યાંના કિલ્લાઓ પરથી તમે ઝિપ લાઇનની મજા માળી શકો છો.

જૂન
જૂનમાં તમે બામ્બૂ રાફ્ટિંગનો આનંદ ઉઠાવી શકો છો. બામ્બૂ રાફ્ટિંગનો ખરો આનંદ લૂટવો હોય તો કેરળના થાક્કડે ખાતે પહોંચી જાઓ અથવા તો કેરળના અન્ય પ્રવાસન સ્થળોએ પણ જઇ શકો છો. પ્રવાસીઓ દ્વારા ખાસ પ્રકારની આ રાફ્ટિંગનું આયોજન પણ કરવામાં આવતું હોય છે.

જુલાઇ
અરૂણાચલ પ્રદેશમાં સિયોમ અને સિપુ નદી ખાતે તમને શાનદાર રિવર રાફ્ટિંગની તકો મળી શકે છે. અહીં તમને રિવર રાફ્ટિંગની સાથે વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવાની તક પણ મળી શકે છે.

ઑગસ્ટ
16000 ફૂટની ટ્રેક કરીને ગર્હવાલ જિલ્લામાં આવેલા રહસ્યમયી તળાવની મુલાકાત લઇ શકો છો. આ તળાવને સ્કેલિટન લેક પણ કહેવામાં આવે છે.

સપ્ટેમ્બર
સપ્ટેમ્બર મહિનામાં તમે સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કેલિંગની મજા માણી શકો છો. આ માટે તમે હેવલોક આઇલેન્ડ જઇ શકો છો. આ ઉપરાંત સાઉથ બટન અને એલિફન્ટ બીચ પણ સ્કુબા ડાઇવિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. સ્નોર્કેલિંગ માટે અન્ય લોકપ્રીય સ્થળ રાધાનગર બીચ પણ છે.

ઓક્ટોબર
જો તમને પેરાગ્લાઇડિંગ કરવાનો શોખ હોય તો તમે ભારતના પેરાગ્લાઇડિંગ કેપિટલ ગણાતા બિર ખાતે જઇ શકો છો. ઓક્ટોબર મહિનામાં દર વર્ષે પ્રવાસન વિભાગ, સિવિલ એવિએશન અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પેરાગ્લાઇડિંગ પ્રી વિશ્વ કપનું આયોજન કરવામાં આવે છે.

નવેમ્બર
જો તમે ગુફાઓનું નિરિક્ષણ કરવા માગતા હોવ તો મેઘાલયમાં જઇ શકો છો. ક્રેમ ચ્યામ, જૈન્તિયા હિલ્સ 10.5 કિ.મી લાંબી ગુફા ધરાવે છે. જે ભારતની સૌથી લાંબી પાંચમી ગુફા છે. ક્રેમ ચ્યામ એક રિવર કેવ પણ છે. જ્યાં પ્રવાસીઓ 3.5 કિમી લાંબા તળાવમાં સ્વિમિંગની મજા માણી શકે છે.

ડિસેમ્બર
જમ્મુ કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામમાં સ્કિઇંગની મજા માણી શકો છો. આ સ્થળ શ્રીનગરથી 95 કિમીના અંતરે આવેલું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
