રહસ્ય : દુર્ગાપુરની આ સડકોમાં કેમ રાતે જવાની લોકો પાડે છે ના!

Posted By:
Subscribe to Oneindia News

દુર્ગાપુર પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લો એક સુંદર વિસ્તાર છે. જે તેના કારખાના અને એનઆઇટી મુખ્યાલય માટે જાણીતો છે. જાણકારોનું માનીએ તો આ કોક્રિટ જંગલ ક્યારે સુંદર પ્રાકૃતિક જંગલ હતું. જો કે ધીરે ધીરે જંગલ કપાતા ગયા અને ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારો બનતા ગયા. જો કે પહેલા અહીં ચોરી અને લૂંટપાટની ઘટનાઓ વધુ થતી હતી. જો કે હવે તેવું નથી થતું. આજે દુનિયાના આધુનિક શહેરામાં દુર્ગાપુરનું નામ જોડાયેલું છે. આજે આ શહેરમાં શોપિંગ મોલથી લઇને મોટી બિલ્ડિંગ અને હાઉસિંગ કોમ્પલેક્ષ છે. વળી સિટિ સેન્ટર અહીંના આકર્ષણનું કેન્દ્ર છે. જો કે તેમ છતાં અહીં કેટલાક તેવા પણ વિસ્તારો છે જ્યાં લોકો કેટલીક માન્યતાના કારણે રાતના સમયે જવાનું ટાળે છે.

એનઆઇટી દુર્ગાપુર

એનઆઇટી દુર્ગાપુર

એનઆઇટી દુર્ગાપુરને આ વિસ્તારનો સૌથી વધુ ડરામણો વિસ્તાર માનવામાં આવે છે. કેટલાક એકડ વિસ્તારોમાં ફેલાયેલું એનઆઇટી કેમ્પસ અનેક અજીબો ગરીબ ઘટનાઓનું સાક્ષી છે. આ કેમ્પસમાં અનેક વર્ષો જૂના વૃક્ષને જેમની આકૃતિ સવારના સમયમાં પણ ડરામણી લાગે છે. રાતના સમયે કેમ્પસની સડકો પર શાંત પડી જાય છે. અને લોકો પણ અહીં ભૂત પ્રેત હોવાની ભ્રમિક વાતો માની રાતે આ રસ્તોઓથી દૂર રહે છે. લોકો કહે છે કે એક સમયે એક વિદ્યાર્થીની અહીં હત્યા કરવામાં આવી હતી જે પછી આ જગ્યા હંટેડ થઇ ગયો છે. વળી યુવતી રાતે લિફ્ટ માંગતી હોય તેવી વાતો પણ અહીં સાંભળવા મળે છે.

દુર્ગાપુર વુમન કોલેજ

દુર્ગાપુર વુમન કોલેજ

દુર્ગાપુર એનઆઇટી પાસે દુર્ગાપુર વુમન કોલેજ આવેલી છે. જ્યાં પણ અનેક વાર અજીબોગરીબ ઘટના બને છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળની એક પેરાનોર્મલ ટીમ પણ અહીં મુલાકાત લઇ ચૂકી છે. જેમનું કહેવું છે કે અહીંના વૃક્ષો વિચિત્ર છે અને તેની પાસે અનેક પ્રકારની નેગેટિવ એનર્જી જોવા મળે છે. વળી અહીં અકસ્માતો પણ વધુ થાય છે.

દુર્ગાપુર ભૂત બંગલો

દુર્ગાપુર ભૂત બંગલો

દુર્ગાપુરમાં એ ઝોન, ગોલ્ફનગર વિસ્તારમાં એક જૂનો ખાલી બંગલો છે. જૂનો હોવાનો કારણે લોકો આ બંગલાને લઇને અનેક ભ્રમણાઓ બનાવી લીધી છે કે આ બંગલો ભૂતિયા છે. વળી લોકો અહીં ગેરકાનૂની કામ પણ ભૂતિયા બંગલાના નામે કરે છે. આ માટે જ અહીં પોલીસે રેડ પણ અનેક વાર પડી ચૂકી છે. જો કે એક વાર એક પોલીસ વાળાએ અહીં અદ્રશ્ય શક્તિએ તેને પોતાની તરફ ખેંચ્યો હોય તેવો આભાસ થયો હોવાની વાત પણ ઉચ્ચારી છે.

બેલતાલા હાઇ સ્કૂલ

બેલતાલા હાઇ સ્કૂલ

દુર્ગાપુર પીસી રોડ પર આવેલ બેલતાલા હાઇ સ્કૂલ ભલે હાલ બંધ થઇ ગઇ હોય પણ તેમાં થતી અજીબો ગરીબ ઘટનાઓના કારણે હજી પણ આ વિસ્તારમાં છાપામાં ખબરો બનાવતો રહે છે. અહીં રખવાળી કરતા ગાર્ડ્સ કહે છે કે અહીં અનેક વાર નળમાંથી પાણી પડવાની તેજ અવાજ અને અજીબો ગરીબ અવાજો આવે છે જે પછી જાતે જ બંધ થઇ જાય છે.

સી ઝોન રોડ

સી ઝોન રોડ

દુર્ગાપુરના સી ઝોન વિસ્તારમાં રાતના સમયે લોકો એકલા કે બેકલા પણ જવાનું ટાળે છે. લોકોનું કહેવું છે કે રાતે અહીં વૃક્ષો આગળ પાછળથી અજીબ આકૃત્તિઓ દેખાય છે. જો કે દુર્ગાપુરની આ તમામ ઉપરોક્ત જગ્યાએ કોઇ ભૂત પ્રેત હોવાની વાતની કોઇ પૃષ્ઠિ નથી થઇ. પણ હા આવી ભ્રમિત ચર્ચાઓ હંમેશા લોકોના રસનું કેન્દ્ર બનતી રહે છે. ઉલ્લેખનીય છે કે આ દ્વારા અમે કોઇ પણ પ્રકારની અંધવિશ્વાસ વાળી વાતોનો ફેલાવો કે દાવો નથી કરતા.

English summary
Travel : 5 most haunted places of Dugrapur West Bengal. Read more about it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.