For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એડવેન્ચર શોખીનો માટે તીર્થ સમાન છે ભારતના આ શહેર

|
Google Oneindia Gujarati News

આપણે વર્ષોથી સાંભળતા આવી રહ્યાં છીએ કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે અને અહીંની વિભિન્નતાના કિસ્સાઓ દૂર-દૂર સુધી સંભળાવવામાં આવે છે. અહીંનું ખાન પાન, કળા, સંસ્કૃતિ, ભાષા અને ધર્મની ચર્ચા વર્ષોથી થતી આવી છે અને આ તમામ બાબતોએ હંમેશા વિદેશી પ્રવાસી પર પોતાનો જાદૂ ચલાવ્યો છે. જો ભારતના પ્રવાસન ઉદ્યોગનું ઉંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવે તો અનેક આશ્ચર્યજનક તથ્યો આપણી સામે આવશે જે કદાચ પ્રવાસન પ્રત્યેની આપણી નજરને બદલી નાખશે.

જો પ્રવાસન મંત્રાલયના કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓની વાત માનીએ તો બહારથી આવનારા પ્રવાસીઓએ પોતાની યાત્રાને વર્ગીકૃત કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે હવે જે પણ વિદેશી પ્રવાસી ભારત આવે છે તેમની અહીં ફરવાનો એક ખાસ હેતુ હોય છે. પ્રવાસન મંત્રાલયના આંકડાઓ અનુસાર જે પણ વિદેશી પ્રવાસી ભારત આવે છે, તેમના માટે ભારત એડવેન્ચર ટૂરિઝમનું હબ બની રહ્યું છે.

એડવેન્ચર ટૂરિઝમ પ્રવાસનનું એ નવું રૂપ છે, જ્યાં તમે કથિત જોખમની સાથે કંઇક નવું શોધવાની તક મળે છે. આ પ્રકારે પ્રવાસનમાં ઘણું રિસ્ક રહેલું છે અને તેના માટે જરૂરી છે કે મતે શારીરિક રીતે સ્વસ્થ હોવ. આ પ્રકારના પ્રવાસનનો આનંદ લેવા માટે તમે સંપૂર્ણપણે સ્વસ્થ હોવા જરૂર છે, કારણ કે શ્રમની ઘણી જરૂર રહે છે.

પોતાના વિશેષ ભૂગોળ, વિવિધ સંસ્કૃતિ અને અનેક સાહસિક ખેલોના કારણે ભારત ઝડપ સાથે એક એડવેન્ચર ટૂરિઝમ હોટ સ્પોટના રૂપમાં બદલાઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાકીને દેશના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગોવા, આંદમાન, સિક્કિમ, જમ્મૂ અને કાશ્મિર જેવા રાજ્ય ત્યાંના એડવેન્ચર ટૂરિઝમમાં કંઇકને કંઇક નવું કરતા રહે છે. હવે આ રાજ્યોમાં એડવેન્ચર ટૂરિઝમ સંબંધિત પ્રતિયોગિતાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે અહીં વિદેશી પર્યટકોને આખું વર્ષ જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતના એડવેન્ચર ટૂરિઝમ પ્લેસને.

લદાખ

લદાખ

ઇંડસ નદીના કિનારે વસેલુ લદાખ, જમ્મૂ અને કાશ્મિર રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. સુંદર ઝરણા અને મઠ, મનને સંમોહિત કરી દેનારા પરિદ્રશ્ય અને પર્વતો અહીંના આકર્ષણને વિશેષ બનાવે છે. તમે અહીં ટ્રેકિંગ, માઉંટેન બાઇકિંગ અને પર્વતો પર ચઢવાનો લુત્ફ ઉઠાવી શકો છો.

મનાલી

મનાલી

મનાલી, હિમાચલ પ્રદેશ રાજ્યમાં સમુદ્ર કિનારાથી 1950 મીટર ઉંચાઇ પર સ્થિત છે. આ પ્રવાસીઓની પહેલી પસંદ છે અને એવું હિલ સ્ટેશન છે, જ્યાં પ્રવાસીઓ સૌથી વધારે આવે છે. મનાલી કુલ્લુ જિલ્લાનો એક ભાગ છે, જે હિમાચલની રાજધાની શિમલાથી 250 કિમીના અંતરે છે. મનાલીમાં અનેક જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત અહીં રોપવે, ટ્રેકિંગ, પેરા ગ્લાઇડિંગ, માઉંટેન બાઇકિંગનો આપણ આનંદ લઇ શકો છો.

ગુલમર્ગ

ગુલમર્ગ

ગુલમર્ગનો અર્થ છે, ફૂલોની વાદી. જમ્મૂ-કાશ્મિરના બારામૂલા જિલ્લાથી લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ પહેલા તે ગૌરીમર્ગના નામથી જાણીતું હતું. રોમાંચના શોખીનો માટે ગુલમર્ગમાં ઘણું બધું છે. સ્કીઇંગ, હિલ ક્લાઇમ્બિંગ, રોપ વે, ટ્રેકિંગ આ તરફ તમારું ધ્યાન ખેંચશે. અમારી સલાહ છે કે, જો તમે ગુલમર્ગની સુંદરતાનો સાચો આનંદ લેવા માગો છો તો અહીં ઓક્ટોબરથી માર્ચની વચ્ચે જાઓ.

બદરીનાથ

બદરીનાથ

ઉત્તરાખંડના ચેમોલીમાં સ્થિત બદરીનાથ એક ધાર્મિક કેન્દ્ર હોવા ઉપરાંત એક સુંદર સ્થાન પણ છે. આ કહેવામાં અતિશ્યોક્તિ નહીં થાય કે આ સ્થળ એડવેન્ચર શોખીન લોકો માટે આ મક્કા છે. જ્યારે તમે અહીં જાઓ તો તમે ટ્રેકિંગ અને દોરડાની મદદથી ઉંચી ચોટીઓ પર ચઢવાનું ના ભૂલતા, સાથે જ ઉબડ ખાબડ રસ્તા પર બાઇક અવશ્ય ચલાવજો. અહીં આવા રસ્તાઓ પર બાઇક ચલાવવાની એક અલગ મજા છે.

કેદારનાથ

કેદારનાથ

કેદારનાથ ઉત્તરાંખડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ સ્થાન સમુદ્ર તટથી 3584 મીટરની ઉંચાઇ પર ગઢવાલ હિમાલયમાં સ્થિત છે. કેદારનાથ મંદિરને હિન્દુઓના ચાર ધામોમાનું એક માનવામાં આવે છે. કેદારનાથમાં મેથી ઓક્ટોબર વચ્ચે જવું આદર્શ માનવામાં આવે છે. અહીં તમે ટ્રેકિંગ પર જઇ શકો છો.

આંદમાન

આંદમાન

ભારતનું સૌથી મોટુ ઉપદ્વીપ યુનિયન ટેરેટરી છે. જે ભારતના દક્ષિણમાં અને બંગાળની ખાડીની વચ્ચે છે. 8000 વર્ગ કિમીમાં ફેલાયેલું આ દ્વીપ પોતાની પ્રાકૃતિક સૌંદર્યના કારણે અનેક પ્રવાસીઓને રજા ગાળવા માટે મજબૂર કરે છે. જો તમે આંદમાનમાં હોવ તો સ્કૂબા ડાઇવિંગ, રાફ્ટિંગ અને સ્વિમિંગ કરીને ઉંડા સમુદ્રને એક્સપ્લોર જરૂર કરો, તમે આ એડવેન્ચરને ક્યારેય ભૂલી નહીં શકો.

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ જે પહેલા લક્કાદીવસના નામથી જાણીતું હતું, 39 દ્વીપો અને નાના દ્વીપોનો એક સમૂહ છે. જે ઘણી ઝડપથી એક પ્રવાસન આકર્ષણ બની ગયું છે. વિશેષ રીતે આ સ્થાન એ લોકો માટે છે જે પ્રકૃતિને પસંદ કરે છે અને એકાંતમય સુરજ અને રેતીની આસપાસ રજા મનાવવા માગે છે. લક્ષદ્વીપ આવનારાઓમાં સ્કૂબા ડાઇવિંગ હંમેશાથી એક લોકપ્રીય પર્યટક ગતિવિધિ રહી છે.

ગોવા

ગોવા

ગોવા ભારતના સૌથી પ્રસિદ્ધ શહેરોમાંનુ એક છે. જ્યારે પણ ગોવાનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ત્યાના બીચ, પાર્ટી અને નાઇટ લાઇફ લોકોને યાદ આવી જાય છે. આ સિવાય પણ ઘણું બધુ ગોવામાં છે. અહીં તમે જેટ-સ્કીસ, બનાનારાઇડ્સ, પેરા ગ્લાઇડિંગ અને પેરાસેલિંગની મજા લઇ શકો છો.

સ્પીતિ

સ્પીતિ

સ્પીતિ હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વીય ભાગમાં એક દૂરસ્થ હિમાલયની ઘાટી છે. સ્પીતિનો અર્થ બવચ્ચેનું સ્થળ થાય છે. તેની પાછળનું કારણ આ સ્થળ તિબેટન અને ભારતની વચ્ચે છે. પર્વત બાઇકિંગ અને યાક સફારી જેવા સાહસિક કાર્ય ક્ષેત્રનું લોકપ્રીય આકર્ષણ છે.

ઋષિકેશ

ઋષિકેશ

ઋષિકેશ, જેને દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે, દેહરાદૂન જિલ્લાનું એક પ્રમુખ તિર્થસ્થાન છે. તીર્થ સ્થાન ઉપરાંત આ સ્થળ સાહસીક ગતિવિધિઓ માટે પણ જાણીતું છે. આ ક્ષેત્રના લોકપ્રીય ટ્રેકિંગ માર્ગોમાં ગઠવાલ હિમાલય ક્ષેત્ર, બુવાની નીરગુડ, રુપકુંડ, કૌરી દર્રા, કાલિંદી થાલ અને દેવી રાષ્ટ્રીય પાર્ક છે. ફેબ્રુઆરીથી ઓક્ટોબરના મધ્યનો સમય ટ્રેકિંગ માટે સારો છે. આ ઉપરાંત નદી પાર કરવા માટે રોચક સાહસીક ક્રિડાનો પણ આનંદ લઇ શકો છો.

English summary
adventure spots in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X