
એક મંદિર જ્યાં અંગ્રેજ અધિકારીઓ કરતા દારૂની મહેફિલ
33 કરોડ દેવી દેવતાઓ હોવાના કારણે ભારત હંમેશાથી વિશ્વ માનચિત્ર પર વિદેશી પ્રવાસીઓને પોતાની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ તરફ આકર્ષિત કરે છે. કહી શકાય છેકે, આ હિન્દુ ધર્મ અને ભારતના શાનદાર વાસ્તુકળાથી લિપ્ત મંદિર જ છે, જે અવાર નવાર વિદેશી પ્રવાસીઓને ભારતની ભૂમિ પર લાવી રહ્યાં છે. વિદેશી પ્રવાસીઓ અહી આવવાથી જ્યાં એક તરફ ભારતનું પ્રવાસન ઉદ્યોગ વધી રહ્યું છે તો બીજી તરફ સાંસ્કૃતિક રીતે પણ ભારત આંતરરાષ્ટ્રીય પટલ પર પોતાની એક ખાસ ઓળખ બનાવી રહ્યું છે.
જો તમે ભારતમાં હયાત મંદિરો પર ધ્યાન ફેરવો તો જાણવા મળશે કે આ મંદિરની પાછળ અનેક રોચક દાસ્તાનો અને અનેક રસપ્રદ કહાણીઓ છે. તો આજે અમે અમારા આ લેખમાં તમને અવગત કરાવીશું એક એવા મંદિરતી જે એક નહીં પરંતુ બે-બે ભગવાનોને સમર્પિત છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ભારતના સૌતી પ્રાચીન મંદિરોમાં સામેલ તેલીના મંદિરની. તેલીનું મંદિર ગ્વાલિયર કિલ્લામાં સ્થિત છે.
તમને જણાવી દઇએ કે તેને તેલના માનવીનું મંદિર પણ કહેવામાં આવે છે. આ એક ઘણી મોટી સંરચના છે, જેની ઉંચાઇ 100 ફૂટ છે. તેની છતની વાસ્તુકળા દ્રાવિડીયન શૈલીની છે, જ્યારે કોતરણી અને મૂર્તિઓ ઉત્તર ભારતીય શૈલીની છે. તેની વાસ્તુશૈલી હિન્દુ અને બૌદ્ધ વાસ્તુકળાનું સમિશ્રણ છે. આ ગ્વાલિયરના કિલ્લાના પરિસરનું સૌથી જુનું સ્મારક છે. તેનું નિર્માણ 11મી અથવા 8મી સદીમાં થયું હતું. તેલીનું મંદિર પહેલા વિષ્ણુનું મંદિર હતું જે બાદમાં ભગવાન શિવનું મંદિર બની ગયું.
મંદિરની અંદર દેવીઓ, સાપો, પ્રેમી યુગલો અને ગરૂડની મૂર્તિઓ છે, જેની વાસ્તુકળા અને શૈલી તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ મંદિરની એક ખાસ વાત એ પણ છેકે, કહેવાય છે, 1857માં ઘટિત આઝાદીની પહેલી લડાઇ સુધી આ મંદિરનો ઉપયોગ અંગ્રેજ અધિકારીઓ કોફી શોપ અને દારુની ફેક્ટરીના રૂપમાં કરતા હતા. નોંધનીય છેકે ગ્વાલિયર કિલ્લામાં હયાત આ ઇમારતનો સમાવેશ સૌથી પ્રાચીન સ્મારકોમાં થાય છે.
કહેવાય છેકે 8મી સદીમાં સ્થાપિત આ મંદિર ભારતીય રાજાઓના વાસ્તુ કૌશલની એક શાનદાર ઝલક આપે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ રહસ્યમય મંદિર અંગે.

તેલીનું મંદિર
ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાં સામેલ તેલીનું મંદિર ગ્વાલિયરના કિલ્લામાં સ્થિત છે.

મંદિરની ઉંચાઇ
તમને જણાવી દઇએ કે તેને તેલના માનવીનું મંદિર પણ કહેવામાં આવે છે. આ એક ઘણી મોટી સંરચના છે, જેની ઉંચાઇ 100 ફૂટ છે.

હિન્દુ અને બૌદ્ધ વાસ્તુકળાનું સમિશ્રણ
તેની છતની વાસ્તુકળા દ્રાવિડીયન શૈલીની છે, જ્યારે કોતરણી અને મૂર્તિઓ ઉત્તર ભારતીય શૈલીની છે. તેની વાસ્તુશૈલી હિન્દુ અને બૌદ્ધ વાસ્તુકળાનું સમિશ્રણ છે.

સૌથી જૂનું સ્મારક
આ ગ્વાલિયરના કિલ્લાના પરિસરનું સૌથી જુનું સ્મારક છે. તેનું નિર્માણ 11મી અથવા 8મી સદીમાં થયું હતું.

બે ભગવાનનું મંદિર
તેલીનું મંદિર પહેલા વિષ્ણુનું મંદિર હતું જે બાદમાં ભગવાન શિવનું મંદિર બની ગયું.

રહસ્ય જાણવા આવે છે પ્રવાસીઓ
કિલ્લા અને અહીના રહસ્યોને જાણવા માટે દેશ ઉપરાંત વિદેશોમાંથી પણ પ્રવાસીઓ આવે છે.

મંત્રમુગ્ધ કરી દે તેવી વાસ્તુકળા
મંદિરની અંદર દેવીઓ, સાપો, પ્રેમી યુગલો અને ગરૂડની મૂર્તિઓ છે, જેની વાસ્તુકળા અને શૈલી તમને મંત્રમુગ્ધ કરી દેશે.

મંદિર સાથે જોડાયેલી ખાસ વાત
આ મંદિરની એક ખાસ વાત એ પણ છેકે, કહેવાય છે, 1857માં ઘટિત આઝાદીની પહેલી લડાઇ સુધી આ મંદિરનો ઉપયોગ અંગ્રેજ અધિકારીઓ કોફી શોપ અને દારુની ફેક્ટરીના રૂપમાં કરતા હતા.

ઇમારતનો સમાવેશ સૌથી પ્રાચીન સ્મારકોમાં
ગ્વાલિયર કિલ્લામાં હયાત આ ઇમારતનો સમાવેશ સૌથી પ્રાચીન સ્મારકોમાં થાય છે.

વાસ્તુ કૌશલની શાનદાર ઝલક
કહેવાય છેકે 8મી સદીમાં સ્થાપિત આ મંદિર ભારતીય રાજાઓના વાસ્તુ કૌશલની એક શાનદાર ઝલક આપે છે.

મંદિર ઉપરાંત પણ અનેક જોવાલાયક સ્થળો
ગ્વાલિયરમાં આ મંદિર ઉપરાંત પણ અનેક જોવાલાયક ઇમારતો અને સ્મારકો છે.