For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવાના આ શહેરમા જતાં જ બદલાઇ જશે તમારો મૂડ

|
Google Oneindia Gujarati News

ગોવામાં આવેલા અંજુના બીચ સુધી તમે સડકમાર્ગે પહોંચી શકો છો અને આ પ્રસિદ્ધ કેંડોલિમ બીચથી 3 કિમી દૂર છે. અંજુનામાં કેટલાક મોંઘા હોટલ છે, તેથી આ સ્થળે આવતા એવું લાગે છે, જાણે કે તમે કોઇ પાર્ટીમાં આવ્યા છો. આ બીચ સૌથી પ્રાચીન બીચોમાનું એક છે અને અહીં આવતા પ્રવાસીનો મૂડ એકદમ બદલાય જાય છે, કારણ કે અહીંની ગતિ ધીમી અને વ્યવસાયીકરણ નહીંવત છે.

કર્લીસમાં એક બપોર વિતાવ્યા વગર અંજુનાની યાત્રા અધુરી છે. કર્લીસ, ગોવાના સમુદ્ર કિનારે બનેલું એક ઘણું જ પ્રસિદ્ધ રેસ્ટોરાં છે. બીચ પર ઉંઘવુ, મોંઘી કોકટેર અને અંજુનાના લહેરોની મજા લેવાની સાથો-સાથ આ બીચ વાચકો માટે પણ એક સ્વર્ગ છે. તમારે ઇમેઇલ ચોક કરવો હોય અથવા તો રજા દરમિયાન અન્ય કોઇ કામ કરવુ હોય તો કર્લીસ તમારા માટે એક યોગ્ય સ્થળ છે. અહીં એ વાતની ગેરન્ટી છે કે કામ કરતી વખતે પણ તમારી રજાની મજા નહીં બગડે. કર્લીસમાં બે ડેક બનેલા છે અને ઉપરવાળા ડેકથી અંજુના બીચનો અત્યંત સુંદર નજારો જોઇ શકાય છે.

અંજુના બીચની ખાસ વાત એ છે કે, ઉભી શેલ્ફના કારણે આ અન્ય બીચોની સરખામણીએ અધિક ઉંડો છે. દરેક સમયે લાઇફગાર્ડ ઉપલબ્ધ હોવાની સાથોસાથ ખાવું પીવું અથવા કામ વચ્ચે સ્વીમિંગની મજા લઇ શકો છો. કર્લીસથી થોડેક દૂર સ્થિત અંજુના કબાડી બજાર, અન્ય એક જોવાલયક સ્થળ છે. સામાન્ય રીતે વીકેન્ડ પર લાગતા બજારમાં તમે ઘણી બધી વસ્તુઓ, બેગ, ફૂટવેર અને ગોવા ફેશનનો સામાન ખરીદી શકો છો. જો તમે શાંત અને સૌમ્ય જીવનશૈલી જીવવાનું પસંદ કરો છો તો અંજુના બીચ સાથે તમને પ્રેમ થઇ જશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગોવાના અંજુનાને.

અંજુના સમુદ્ર તટ

અંજુના સમુદ્ર તટ

ગોવામાં આવેલા અંજુના સમુદ્ર તટ પર આવેલું અંજુના બીચ બજાર

અંજુના બીચ

અંજુના બીચ

ગોવામાં આવેલું અંજુના બીચ

બીચની આકર્ષક છબી

બીચની આકર્ષક છબી

ગોવામાં આવેલા અંજુના બીચની આકર્ષક છબી

બીચનું એક સુંદર ચિત્રણ

બીચનું એક સુંદર ચિત્રણ

ગોવામા આવેલા અંજુના બીચનુ એક સુંદર ચિત્રણ

English summary
Anjuna beach can be accessed by road and is around 3 kilometers by road from the popular Candolim beach area. Anjuna boasts of some upmarket hotels, so in the event you’re put up in and around the place, you’re in for a treat! This beach is by far one of the most pristine and many tourists have found the mood at this place significantly different, the pace slower and the commercialization virtually non-existant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X