• search

સ્કીઇંગ, પેરાગ્લાયડિંગ, રૉક ક્લાઇમ્બિંગ, એડવેંચર અને મંદિર બધું જ છે ઔલીમાં

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ઔલી એક સુંદર પર્યટન સ્થળ છે જે આખી દુનિયામાં સ્કીઇંગ માટે જાણીતુ છે. આ સુંદર સ્થળ સમુદ્રસ્થળથી 2800 મીટર ઉપર સ્થિત છે. આ સ્થળ ઓક ધારવાળા ઢોળાવો અને શંકુદ્રુમ જંગલો માટે જાણીતું છે. ઔલીનો ઇતિહાસ 8મી સદીમાં મળી આવે છે. માન્યતાઓ અનુસાર, ગુરુ આદિ શંકરાચાર્ય આ પવિત્ર સ્થાન પર આવ્યા હતા. આ સ્થળને 'બુગ્યાલ' પણ કહેવામાં આવે છે જેનો સ્થાનીય ભાષામાં 'ઘાસનું મેદાન' એવો અર્થ થાય છે.

  ઝાકળથી આચ્છાદીત ઘાસવાળા ઢોળાવ પર ચાલતા પર્યટક નંદાદેવી, માન પર્વત તથા કામત પર્વત શ્રેણીના અદભૂત નજારા જોઇ શકો છો. યાત્રીઓ આ ઢોળાઓ પરથી પસાર થતા સફળજનના બગીચા અને દેવદારના વૃક્ષો જોઇ શકે છે. જો વાત પ્રવાસન પર કરવામાં આવે તો અત્રે એવું ઘણું બધું છે કોઇપણ પ્રવાસીનું મન મોહી શકે છે. આવો જાણીએ ઔલીના પ્રવાસ પર આપ ત્યાં શું શું મજા માણી શકો છો.

  ઔલી કેવી રીતે જશો
  ઔલી સુધી યાત્રા સરળતાથી વાયુમાર્ગ, રેલમાર્ગ તથા સડકમાર્ગ દ્વારા પહોંચી શકો છો. ઔલીનું નજીકનું એરબેસ દેરહાદૂનનું જૌલી ગ્રાંટ હવાઇમથક છે અને નજીકનું મુખ્ય રેલવે મથક હરિદ્વાર રેલવે સ્ટેશન છે. ઔલી માટે પાસેના શહેરો બસો પણ ઉપલબ્ધ રહે છે. આ ઉપરાંત માર્ગ અને ટ્રેનના માધ્યમથી પણ અત્રે પહોંચી શકાય છે.

  ઔલીના આકર્ષણો વિશે વાંચો તસવીરો સાથે...

  નંદપ્રયાગ

  નંદપ્રયાગ

  નંદપ્રયાગ, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. આ અલકનંદા અને નંદાકિની નદીયોના સંગમ પર સ્થિત છે. ઘણા બધા ભક્તો પોતાના પાપ ધોવા માટે આ સંગમમાં ડુબકી લગાવવા માટે આવે છે. પુરાણો અનુસાર, નંદપ્રયાગ યદુવંશની રાજધાની હતી. અત્રે પાંચ પ્રયાગોમાંથી એક છે જે બદ્રીના અને કેદારનાથ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનો માટે પ્રવેશદ્વાર છે. નંદપ્રયાગ પોતાના બરફથી આચ્છાદીત પહાડોના સુંદર નજારાથી જાણીતું છે. નોંધનીય છે કે અલકનંદા નદીના કિનારા સ્થિત ગોપાલજી મંદિર જોવા માટે દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુ આવે છે.

   ત્રિશૂલ પર્વત

  ત્રિશૂલ પર્વત

  સમુદ્ર સ્તરથી 23490 ફૂટ ઉપર સ્થિત ત્રિશૂલ પર્વત, ઔલીનું એક પ્રમુખ આકર્ષણ છે. આ પર્વતનું નામ ભગવાન શિવના ત્રિશૂલથી પ્રાપ્ત છે. આ સ્થાન ભારત-તિબ્બતી સીમા પોલીસ બળના જવાનો માટે ટ્રેનિંગનું મેદાન પણ છે. એક રહસ્યમયી જળાશય રૂપકુંડ તળાવ આ પર્વતની નીચે આવેલું છે. આ તળાવમાં મનુષ્યો અને ઘોડાઓના લગભગ 600 હાડપિંજર મળી આવ્યા હતા. આ પર્વત કૌસની અને બેદિની બુગ્યાલથી પણ જોઇ શકાય છે.

  ગુરસો બુગ્યાલ

  ગુરસો બુગ્યાલ

  સમુદ્રની સ્તરથી 3056મી. ઉપર સ્થિત ગુરસો બુગ્યાલ, ઔલીથી 3 કિમી. દૂર છે. આ સ્થળ ગર્મીઓ દરમિયાન હરિયાળીથી ભરે પાકૃતિક દ્રશ્યોથી ઓળખાય છે. અત્રે ચારો તરફ કોનિફર અને ઓકના જંગલો મળી આવે છે. જોશીમઠથી રજ્જુમાર્ગ દ્વારા અત્રે પહોંચી શકાય છે. રહેઠાણની સુવિધાઓ નહીં હોવાના કારણે યાત્રાળુઓ દિવસભર અહીં ફરીને સાંજે પાછા ઔલી જતા રહે છે. આપ એક નાના તળાવ, ચત્તરકુંડ પણ જોવા માટે જઇ શકો છો. કારણ કે તે ગુરસો બુગ્યાલથી માત્ર 1 કિમીના અંતર પર આવેલ છે. આ તળાવ ચોખ્ખા અને મીઠા પાણી માટે ઓળખાય છે.

  ભવિષ્ય બદ્રી

  ભવિષ્ય બદ્રી

  તપોવનથી ભવિષ્ય બદ્રી સુધી પગપાળા જ પહોંચી શકાય છે. આ સ્થાન એક હરિયાળા જંગલની વચ્ચે આવેલ છે. સમુદ્રની સપાટીથી 2744 મી. ઉપર સ્થિત આ સ્થાન પાંચ બદ્રી તીર્થોમાંથી એક છે. બદ્રીનાથ, યોગધ્યાન બદ્રી, વગેરે બદ્રી તથા વૃદ્ધ બદ્રી અન્ય તીર્થ છે. માન્યતાઓ અનુસાર ભવિષ્યમાં ખરાબ મૌસમસના કારણે બદ્રીનાથ તીર્થ સુધી પહોંચવું સંભવ નહીં બને. માટે એવું માનવામાં આવે છે કે આ સ્થળને બદ્રીનાથના વિકલ્પના રૂપમાં પૂજવામાં આવશે. અત્રે સ્થિત એક મંદિરમાં નરસિંહની એક મૂર્તિ અને હિંદૂ ભગવાન શિવનો એક અવતારની સ્થાપના કરવામાં આવી છે.

  સૈલધર તપોવન

  સૈલધર તપોવન

  સૈલધર તપોવન, ઔલીથી 15 કિમી. દૂર સ્થિ એક નાનકડું ગામ છે. અત્રે એક પ્રાકૃતિક ગરમ પાણીનો ઝરણું અને એક મંદિર છે. એક અન્ય ઝરણું આ સ્થાનથી 3 કિમી. દૂર સૈલધરમાં છે.

  ઔલી કૃત્રિમ તળાવ

  ઔલી કૃત્રિમ તળાવ

  ઔલી કૃત્રિમ તળાવ, સમુદ્ર તળેટીથી ખૂબ જ ઊંચાઇ પર સ્થિત છે. સરકાર દ્વારા આ તળાવ ઓછી બરફ વર્ષાના મહીનાઓમાં સ્કી ઢોળાવો પર કૃત્રિમ બરફ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ તળાવ પર પાણી સ્કી ઢોળાવોની સાથે રાખેલ સ્નો ગન્સમાં ભરવામાં આવે છે. એક યોગ્ય સ્કી પરત બનાવીને આ તળાવને સ્કી સીઝનને વધારવામાં સહાયતા કરે છે.

  English summary
  Auli is a great place for people who love to ski. Take a look at this guide to Auli tourism.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more