1991માં સ્થાપિત બોકારો ઝારખંડ રાજ્યનો એક જિલ્લો છે. સમુદ્ર તટથી 210 મીટરની ઉંચાઇ પર બોકારો છોટાનાગપુરના પઠાર પર સ્થિત છે. શહેર મુખ્યઃ ઘાટીઓ અને ધારાઓથી બનેલું છે. બોકારો ભારતના પ્રમુખ ઔદ્યોગિક ક્ષેત્રોમાંનું એક છે. 2011ની જનગણના અનુસાર બોકારોની જનસંખ્યા 20 લાખ છે. બોકારોની સૌથી મહત્વની વાત એ છે કે અહીં સ્ટીલ પ્લાન્ટ છે, જે આખા એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. જાણીતા પ્રવાસન સ્થળ હોવાના કારણે બોકારો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારત રિફ્રેક્ટ્રીસ લિમિટેડ, હિન્દુસ્તાન સ્ટીલ વર્ક્સ કંસ્ટ્રક્શન, દામોદર વૈલી કોર્પોરેશન જેવી અનેક પ્રમુખ કંપનીઓનુ કેન્દ્ર છે. બોકારો અહીંનો લોકોને ગુણવત્તાપરક શિક્ષા પ્રદાન કરે છે.
દામોદર નદીના દક્ષિણ કિનારે શાનદાર વાતાવરણ સાથે સ્થિત બોકારો શહેરમાં પારસનાથ પર્વતો, ગર્ગા નદી અને બાજુમં સનતપુરની ટેકરીઓ છે. શહેરમાં ઠંડીમાં 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ગરમીમાં 45 ડિગ્રી તાપમાન હોય છે. પ્રવાસી અહીં આવે ત્યારે તેણે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે બોકારોના વાતાવરણમાં ઠંડી ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી રહે છે તથા માર્ચથી મે સુધી ગરમી હોય છે અને બોકારોમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ હોય છે.
પ્રવાસીને રોમાંચ માટે બોકારોમાં અનેક પ્રવાસન આકર્ષણ છે, જેમાં પ્રસિદ્ધ ઔદ્યોગિક એકમ બોકારો સ્ટીલ પ્લાન્ટ સૌથી પ્રમુખ છે. આ ઉપરાંત બોકારોમાં ગર્ગા બાંધ-એક સુંદર પિકનિક સ્પોટ જે બોકારો ઇન્ડસ્ટ્રીઝને પાણી ઉપલબ્ધ કરાવે છે, બોકારો પુસ્તકાલય-એક શાંત પુસ્તકાલય, જવાહર લાલ નહેરુ જૈવવૈજ્ઞાનિક પાર્ક, પુપનકી આશ્રમ ચાસ, સિટી સેન્ટર-એક વ્યસ્ત બજાર ક્ષેત્ર, રામ મંદિર સિટી પાર્ક, બોકારો થર્મલ પાવર સ્ટેશન જેવા અનેક અન્ય પ્રવાસન સ્થળ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ બોકારોને.

જગન્નાથ મંદિર
બોકારોમાં આવેલું જગન્નાથ મંદિર

સિટી પાર્ક
બોકારોમાં આવેલા સિટી પાર્કનું એક દ્રશ્ય

રામ મંદિર
બોકારોમાં આવેલું રામ મંદિર

રેલવે સ્ટેશન
બોકારોનું રેલવે સ્ટેશન

મોહન કુમાર મંગલમ સ્ટેડિયમ
બોકારોમાં આવેલું મોહન કુમાર મંગલમ સ્ટેડિયમ

બોકારો સ્ટીલ પ્લાન્ટ
બોકારોમાં આવેલો બોકારો સ્ટીલ પ્લાન્ટ

સ્વતંત્રતા દિવસ મેમોરિયલ
બોકારોમાં આવેલા સ્વતંત્રતા દિવસ મેમોરિયલ

ઐયપ્પા મંદિર
બોકારોમાં આવેલુ ઐયપ્પા મંદિર

બોકારો હવાઇ મથક
બોકારોમાં આવેલું હવાઇ મથક

કાલિકા મંદિર
બોકારોમાં આવેલું કાલિકા મંદિર