For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકના ઓછાયામાં મુક્તપણે મહેકતી સુંદરતા

|
Google Oneindia Gujarati News

જે રીતે ભારત પોતાની ધરામાં અનેક સુંદરતાને સમાવીને બેસેલું છે તેવી જ રીતે પડોશી દેશ પાકિસ્તાન પણ અનેક સુંદર અને રમણીય સ્થળોનું માલિક છે. વિશ્વના પ્રવાસન સ્થળો અને દેશોની ગણના થાય ત્યારે ચોક્કસપણે ભારતની જેમ પડોશી દેશ પાકિસ્તાનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. જોકે હાલ પાકિસ્તાન પોતાના આ પ્રવાસન આકર્ષણોના કારણે નહીં પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે વિશ્વભરમાં પંકાઇ રહ્યુ છે.

પાકિસ્તાને પાળેલા આતંકવાદીઓ જ આજે પાકિસ્તાનની આ કૂદરતે બક્ષેલી સૌંદર્યતાથી વિશ્વને વંચિત રાખવાનું કામ કરી રહ્યું છે. આજે પાકિસ્તાનમાં આતંકનો ઓછાયો હોવા છતાં પણ આ સુંદરતા મુક્તપણે મહેકી રહી છે અને વિશ્વભરના પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. જો તમે તળાવોની સુંદરતાને નિહાળનારા અને મુલાકાત લેનારા પ્રવાસી છો તો અમે અહી તમારા માટે પાકિસ્તાનના એવા જ કેટલાક તળાવો અંગે તસવીરો થકી આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેની મુલાકાત લેવાનું તમે ક્યારેક વિચારશો અથવા તેની સુંદરતાને સ્વપ્ન થકી નિહાળવાનો પ્રયાસ કરશો.

કીંઝહાર તળાવ

કીંઝહાર તળાવ

આ તળાવને કાલરી તળાવ તરીકે પણ સંબોધવામાં આવે છે. આ પાકિસ્તાનનું બીજું સૌથી વિશાળ તાજા પાણીનું તળાવ છે. આ તળાવ કરાચીથી 122 કિ.મી દૂર, સિંધના થટ્ટા જિલ્લામાં આવેલું છે. આ એક જાણીતું પ્રવાસન આકર્ષણ છે. અહી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને સ્વિમિંગ, ફિશિંગ અને બોટિંગનો આનંદ ઉઠાવે છે.

બાનજોસા તળાવ

બાનજોસા તળાવ

બાનજોસા એ એક આર્ટિફિશયલ તળાવ છે અને લોકપ્રીય પ્રવાસન સ્થળ છે, જે આઝાદ કાશ્મીરમાં બાઘ જિલ્લાના રાવલકોટમાં આવેલું છે. તેની આસપાસ હર્યા ભર્યા પર્વતો છે, જે તમને વધું રોમેન્ટિક બનાવી દેશે.

કારમબાર તળાવ

કારમબાર તળાવ

આ તળાવ બલિતિસ્તાન, ગિલ્ગિટ અને કેપીકેની વચ્ચે આવેલું છે, જે પાકિસ્તાનું બીજું સૌથી મોટું અને વિશ્વનું 31મું સૌથી મોટું તળાવ છે. તેની ઉંચાઇ 14,121 ફૂટ છે, આ તળાવની ઉંડાઇ 55 એમ. છે તે 3.9 કિ.મી લાંબુ, 2 કિ.મી પહોળુ છે.

રુશ તળાવ

રુશ તળાવ

રુશ તળાવ પાકિસ્તાનનું સૌથી ઉંચુ તળાવ છે. જે રુશ પરી પીક પાસે 5,098 mમાં છે અને તે વિશ્વનું 25મું હાઇએસ્ટ અલ્પાઇન તળાવ છે. જે મિઆર અને ગોલ્ડન પીકની ઉત્તરમાં 15 કિ.મી દૂર નગાર વેલીમાં છે. આ તળાવ પાસે તમે વાયા નાગર અને હોપર થઇને જઇ શકો છો.

સત્પારા તળાવ

સત્પારા તળાવ

સત્પારા એક નેચરલ તળાવ છે, જે સ્કાર્દુ નજીક આવેલ છે. આ પાકિસ્તાનના સૌથી વિશાળ તાજા પાણીના તળાવોમાનું એક તળાવ છે. આ તળાવમાંથી આખા સ્કાર્દુ વેલીને પાણી પૂરુ પાડવામાં આવે છે.

દુદિપાત્સર તળાવ

દુદિપાત્સર તળાવ

આ તળાવને દુદિપત તળાવ પણ કહેવામાં આવે છે, જે મન્સેહરા જિલ્લાના કાઘન વેલીમાં આવેલું છે. તે પાકિસ્તાનના સૌથી સુંદર તળાવોમાનું એક છે. આ તળાવની મુલાકાતે જવાનો શ્રેષ્ઠ સમય જુન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીનો છે. આ તળાવ સુધી તમે જમીન માર્ગે જીપ, કાર્સ અને બાઇક્સ થકી જઇ શકો છો.

શેઓસર તળાવ

શેઓસર તળાવ

આ તળાવને શેઉસર તળાવ પણ કહેવામાં આવે છે, જે ગિલ્ગિટ-બલિસ્તાનમાં દેઓસાઇ નેશનલ પાર્ક ખાતે આવેલો છે. દેઓસાઇ પૃથ્વીનું અદ્ભૂત સ્થળ છે. આ તળાવની લંબાઇ 2.3 કિ.મી, પહોળાઇ 1.8 કિ.મી અને ઉંડાઇ 40 મીટરની આસપાસ છે.

રત્તિ ગલી તળાવ

રત્તિ ગલી તળાવ

રત્તિ ગલી તળાવ એક એવું સ્થળ છે જેની મુલાકાત લેવાની ઇચ્છા તમને સ્વપ્નમાં પણ થઇ શકે છે. તમે સ્વપ્નમાં વિચારો તેના કરતા પણ વધારે સુંદર આ તળાવ છે. આ સુંદર તળાવ નીલમ વેલી, આઝાદ કાશ્મીરમાં આવેલું છે. તેની આસપાસની સુંદરતા આ તળાવના સૌંદર્યને વધારે નિખારે છે.

શાંગ્રિલા તળાવ

શાંગ્રિલા તળાવ

આ પાકિસ્તાનનું બીજું સૌથી સુંદર તળાવ છે. આ તળાવને લોવર કચુરા લેક પણ કહેવામાં આવે છે. આ તળાવ શાંગ્રિલા રિસોર્ટનો એક ભાગ છે અને જાણીતું પ્રવાસન સ્થળ છે.

સાઇફૂલ મુલુક તળાવ

સાઇફૂલ મુલુક તળાવ

આ તળાવનો સમાવેશ પાકિસ્તાનના ટોપ ટેન સુંદર તળાવોમાં થાય છે. આ તળાવ કાઘન વેલીની ઉત્તરમાં નારન પાસે આવેલું છે. આ તળાવ પાકિસ્તાનના સૌથી ઉંચા તળાવોમાનું એક છે.

English summary
Here is the list of Beautiful Lakes of Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X