For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું મંદિરોનું શહેર એટલે ભુવનેશ્વર

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ ભાગમાં વસેલું ભુવનેશ્વર ઓરિસ્સાની રાજધાની છે. આ શહેર મહીનદીના કિનારા પર સ્થિત છે અને અહીં કલિંગાના સમયની અનેક ભવ્ય ઇમારતો છે. આ પ્રાચીન શહેર પોતાના દામનમાં 3000 વર્ષનો સમુદ્ધ ઇતિહાસ સમેટેલું છે. કહેવામાં આવે છે કે, એક સમયે ભુવનેશ્વરમાં 2000થી વધુ મંદિરો હતા.

આ કારણ છે કે, તેને ભારતના મંદિરનું શહેર પણ કહેવામાં આવે છે. ભુવનેશ્વર પ્રવાસન હેઠળ તમે પ્રાચીન સમયમાં ઓરિસ્સાના મંદિર નિર્માણની કળાની ઝલક જોઇ શકો છો. ભુવનેશ્વર, પુરી અને કોણાર્ક એકબીજા સાથે મળીને સ્વર્ણ ત્રિભુજનું નિર્માણ કરે છે. ભુવનેશ્વરને લિંગરાજ એટલે કે ભગવાન શિવનું સ્થળ પણ કહેવામાં આવે છે. આ સ્થળ પર પ્રાચીન મંદિર નિર્માણ કલા વિસ્તરી છે. અહીં આવતા પ્રવાસી આજે પણ પથ્થરો પર ઉતારવામાં આવેલી ડિઝાઇનને જોઇને મંત્રમુગ્ધ બની જાય છે.

ભુવનેશ્વરમાં એવા અનેક પ્રવાસન સ્થળ છે, જે પ્રવાસીઓને બાંધી રાખે છે. ઓરિસ્સાના સૌથી મોટા શહેર ભુવનેશ્વરમાં મંદિર, ઝીલ, ગુફા, મ્યુઝિયમ, પાર્ક અને બાંધના અનોખા મિશ્રણ જોવા મળે છે. લિગંરાજ મંદિર, મુક્તેશ્વર મંદિર, રાજારાણી મંદિર, ઇસ્કોન મંદિર, રામ મંદિર, શિરડી સાઇ બાબા મંદિર, હીરપુર સ્થિત યોગીની મંદિર અને વિશાળ સંખ્યામાં અહીંના અનેક મંદિર ઓરિસ્સા મંદિર વાસ્તુશિલ્પનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

બિંદુ સાગર ઝીલ, ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ, ધૌલી ગિરી, ચંદકા વન્યજીવ અભ્યારણ્ય અને અતરી સ્થિત ગરમ પાણીના ઝરણા સહિત અનેક પ્રાકૃતિક સ્થળોથી ભુવનેશ્વરની સુંદરતા વધી જાય છે. પ્રકૃતિપ્રેમીઓને પણ ભુવનેશ્વર ઘણું પસંદ પડે છે, કારણ કે, અહીં અનેક પાર્ક છે. જેમાં બીજૂ પટનાયક પાર્ક, બુદ્ધ જંયતિ પાર્ક, આઇજી પાર્ક, ફોરેસ્ટ પાર્ક, ગાંધી પાર્ક, એકાર્મ કાનન, આઇએમએફએ પાર્ક, ખારાવેલા પાર્ક, એસપી મુખર્જી પાર્ક, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પાર્ક વિગેરે પ્રમુખ છે.

જો તમને સ્પોર્ટ્સ અને વિજ્ઞાનમાં રસ છે તો પછી અહીંના રીજનલ સાયન્સ સેન્ટર, પઠાણી સામંત તારાઘર અને કલિંગા સ્ટેડિયમ તમારા માટે છે. અહીંના નંદનકાનન ઝૂ બાળકો વચ્ચે ઘણું લોકપ્રીય છે. ભુવનેશ્વરને પ્રવાસન સ્થળોની ફેહરિસ્ત ઘણી લાંબી છે. અહીં પીપલી ગામ, દેરાસ ગામ, બાયા બાબા મઠ, શિશુપાલગઢ, બીડીએ નિક્કો પાર્ક, ફોર્ચ્યુન સિટી, ઇંફો સિટી વિગેરે ખાસ મહત્વના છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ મંદિરોના શહેરને.

બ્રહ્મેશ્વરા મંદિર

બ્રહ્મેશ્વરા મંદિર

ભુવનેશ્વરમાં આવેલું બ્રહ્મેશ્વરા મંદિર

હીરાપુર

હીરાપુર

ભુવનેશ્વરમાં હીરાપુરમાં મંદિરમાં મૂર્તિઓની શ્રેણી

એક સુંદર મંદિર

એક સુંદર મંદિર

ભુવનેશ્વરમાં આવેલું એક સુંદર મંદિર

રાજારાણી મંદિર

રાજારાણી મંદિર

ભુવનેશ્વરમાં આવેલું રાજારાણી મંદિર

રાજારાણી મંદિરની કોતરણી

રાજારાણી મંદિરની કોતરણી

ભુવનેશ્વરમાં આવેલા રાજારાણી મંદિરની કોતરણી

ઘૌલી ગિરિ

ઘૌલી ગિરિ

ભુવનેશ્વરમાં આવેલા ઘૌલી ગિરિમાં પથ્થરની મૂર્તિ

ઉદયગિરિ અને ખંડાગિરીની ગુફાઓ

ઉદયગિરિ અને ખંડાગિરીની ગુફાઓ

ભુવનેશ્વરમાં ઉદયગિરિ અને ખંડાગિરીની ગુફાઓ

ચંડકા વન્યજીવ અભયારણ્ય

ચંડકા વન્યજીવ અભયારણ્ય

ભુવનેશ્વરમાં ચંડકા વન્યજીવ અભયારણ્યનું એક દ્રશ્ય

મંદિરનું કોમ્પ્લેક્સ

મંદિરનું કોમ્પ્લેક્સ

ભુવનેશ્વરમાં રાજારાણી મંદિરનું કોમ્પલેક્સ

શાંતિ સ્તૂપ

શાંતિ સ્તૂપ

ભુવનેશ્વરમાં ઘૌલી ગિરિમાં શાંતિ સ્તૂપ

લિંગરાજ મંદિર

લિંગરાજ મંદિર

ભુવનેશ્વરમાં આવેલું લિંગરાજ મંદિર

English summary
Bhubaneswar, the capital city of Odisha is a majestic town situated in the eastern part of India. Located on the south west bank of River Mahanadi, the city features splendid architecture from the Kalinga period. This ancient city has a rich heritage of 3000 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X