• search

Christmas Vacations Plan: ગુજરાતમાં રજાઓમાં જાવ અહીં

By Kajal
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મસ્ત શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ગુલાબી ઠંડીની મજા માણવાની જો તમારી ઇચ્છા હોય તો ઘરની આસપાસ જ બે-ત્રણ દિવસની મીની ટ્રિપનો પ્લાન કરી શકો છો. શિયાળો એવી ઋતુ છે, જેમાં કોઈ પણ વ્યક્તિને ફરવાની ઇચ્છા થાય છે. આ ફરવાની ઇચ્છાને પુરી કરવા માટે વાતાવરણ પણ તમને પુરો સાથ આપે છે. ઉનાળામાં વધારે ગરમીના કારણે કેટલાક ગણેલા હિલ સ્ટેશને જ ફરવાનો આનંદ આવે છે. તો વળી ચોમાસામાં તો ઘરની બહાર નિકળ્યાને વરસાદ. એવા વાતાવરણમાં બહુ ઓછા લોકોને ફરવાની ઇચ્છા થાય છે. પરંતુ શિયાળો, એકદમ સ્વચ્છ આકાશ અને ચોમાસા બાદ ફેલાયેલી ચારે તરફ હરિયાળી, ધીમી ધીમી ગુલાબી ઠંડી.. આવા રોમેંટીક વાતાવરણમાં તમે અને તમારા સાથી અથવા તો તમારા મિત્રો સાથે પણ આ ટ્રીપનો આનંદ લઈ શકો છો. તો ચાલો જાણીએ એવા કેટલાક ખાસ સ્થળો...

  સફેદ રણ

  સફેદ રણ

  શિયાળાની શરૂઆત થાય અને સમગ્ર ભારતમાં જે સ્થળની સૌથી વધારે ચર્ચા થાય તે કચ્છનું સફેદ રણ. ભારતના અને ભારત બહારના ઘણા લોકો નવેમ્બરની આતુરતાપૂર્વક રાહા જોતા હોય છે. એ સફેદરણ ઉત્સવ આ વર્ષે પણ નવેમ્બરમાં ખુલી ગયો છે. 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી આ ઉત્સવ ચાલવાનો છે તો જો તમે હજુ પણ આ સ્થળની મુલાકાત નથી લીધી તો ચાલો આ મીની ટ્રીપનો પ્લાન ત્યાં જ કરીએ. જ્યાં નજર કરો ત્યા માત્ર ને માત્ર સફેદ રણ.....જાણે ધરતીએ સફેદ રંગની ચાદર ઓઢી લીધી હોય તેવો અનુભવ થાય છે. જ્યારે શિયાળાની સવારનો આછો ધીમો તડકો તે ચાદર પર પડે છે ને એ ચાદર જાણે જગ-મગી ઊઠે છે. આથી પણ વધારે આહલાદક અનુભવ પુનમની રાત્રે અહી જોવા મળે છે. આકાશમાં પુર્ણ ચંદ્રમાં ખીલી ઉઠ્યા હોય તેના સફેદ પ્રકાશમાં સફેદ રણનો નજારો સ્વર્ગ જેવો લાગે છે. તો તે જોવાનું ચુક્તા નહીં.PC:Kaushik Patel

  તારંગા

  તારંગા

  ઉત્તર ગુજરાતનું સૌથી રમણીય સ્થળ. જેને સામાન્યપણે ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. આમ તો આ સ્થળને જૈનોના તીર્થસ્થળ તરીકે ઓળખવામાં આવે છે પણ તેની આસપાસની સુંદરતા એટલી બધી છે કે અહી આવતી વ્યક્તિ મંદિરની આસપાસ ફર્યા વિના પોતાને રોકી નહી શકે. ઊંચા ઊંચા પહોડો અને તેની વચ્ચે આવેલું તારંગા મંદિર. મંદિરની પાછળ આવેલું તળાવ. આમ તો આ ઘણી સામાન્ય વાત છે પણ એ જ વસ્તુને તમે ઊંચા પહાડો પરથી જોશો તો તમને પણ તેનો અનુભવ કંઇક અલગ જ લાગશે. કહેવાય છે તે આ પહાડો અરવલ્લીની ગિરિમાળાનો જ એક ભાગ છે. આ સ્થળ પરથી જ અરવલ્લીના પહાડોની શરૂઆત છે. તસવીર : કલ્પેશ મકવાણા

  હિંદલા

  હિંદલા

  સુરતના સોનગઢ પાસે આવેલું રમણ્ય સ્થળ હિંદલા. ગુજરાતના લોકોને ફરવાનું બહુ ગમે છે. તેઓ ભારત ભ્રમણ કરે છે. ભારતની બહાર પણ ફરવા જાય છે. પરંતુ ગુજરાતની જ ઘણી સુંદર જગ્યાઓ તેઓ ફરવાનું ભૂલી જાય છે અથવા તો તેઓ એ શોધી જ નથી શક્તા. દક્ષિણ ગુજરાતની વાત આવે તો બધાના મોઠે ફરવાનું એક જ સ્થળ સાપૂતારા. આ સિવાય બીજુ કોઈ તમે પુછો તો તેમને ખબર જ નહી હોય. હિંદલા પણ એક એવું જ સ્થળ છે જ્યા લોકોની ચહેલ પહેલ ઓછી અને પ્રકૃતિનું રમણ્ય સંગીત વધારે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલુ વ્યારા બાદનું જંગલ જ્યાં આજે પણ ઘણી વખત વાઘને જોવામાં આવે છે. તેની સાચી સુંદરતા ત્યાંના નાના ઝરણા છે. ઊંચા ઊંચા ઝાડો અને ખળખળ વહેતુ પાણી કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે છે. તસવીર: કલ્પેશ મકવાણા

  તુલસીશ્યામ

  તુલસીશ્યામ

  શિયાળામાં સૌથી વધારે જો કોઇ વાતનો ડર લાગતો હોય તો તે છે નાહવાનો.. તેમાં પણ જો ઠંડા પાણીએ નાહવાનો વારો આવે તો તો થઈ જાય રામ રામ.. આવા દિવસોમાં કોઇ ગરમ પાણીના ઝરાની વાત કરે તો... હા તમે બરાબર સમજ્યા અને સૌરાષ્ટ્રના જાણીતા સ્થળ તુલસીશ્યામની વાત કરી રહ્યા છે. આ સ્થળ પર તમે ભગવાની પૂજા પણ કરી શકો છો અને ગરમ પાણીના તળાવને જોવાનો એક અલગ આનંદ પણ લઈ શકો છો. આ સ્થળથી જુનાગઢ અને સોમનાથ જેવા બીજા બે પર્યટન સ્થળો પણ ઘણા નજીક આવેલા છે. તમે ઇચ્છો તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો.

  English summary
  Christmas Travel Plan : Plan your Christmas vacation with this destinations of Gujarat

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more