જાણો છો, હીરોએ હીરોઇનને પહેલીવાર ક્યાં જોઇ?

Posted By:
Subscribe to Oneindia News

ફ્રી સમયમાં ફિલ્મો જોવાનું આપણે બધાને પસંદ હોય છે. દરેક વ્યક્તિ પોતાના દ્વારા જોવામાં આવેલી ફિલ્મોને સારી રીતે જાણવા અને તેને સમજવા માગે છે. આ ક્રમમાં બની શકે છે કે તમે બૉલીવુડ, કોલીવુડ, ટેલીવુડ અને સંદલવુડથી મહદઅંશે અવગત પણ હશો. અનેકવાર જોવા મળ્યું છે કે, થિયેટરથી નિકળ્યા બાદ વ્યક્તિ અવાર નવાર વિચારે છે કે થોડા સમય પહેલાં જે ફિલ્મ જોઇ તેમાં જે ઝરણું દર્શાવવામાં આવ્યું છે, તેનું શૂટિંગ ક્યાં કરવામાં આવ્યું હશે, હીરોઇનના પિતા જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે હોસ્પિટલ કઇ હશે. આ હીરોએ હીરોઇનને પહેલીવાર કયા મૉલમાં જોઇ હશે.

નોંધનીય છે કે, કોઇપણ ફિલ્મ માટે ફિલ્મ સિટીની ભૂમિક ઘણી જ મહત્વની હોય છે, કારણ કે, આ ફિલ્મ સિટીઝમાં અનેક એકથી એક ચઢિયાતી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવી છે. અહીં ફિલ્મો માટે સેટ, હોસ્પિટલ, શાળા અને કોલેજ, ઝરણાં, નદીઓ, પર્વતો, બાંધ પૂરા પાડવામાં આવે છે. તો આજે અમે તમને તસવીરો થકી ભારતની આવી જ કેટલીક ફિલ્મ સિટી્ઝ જણાવી રહ્યાં છીએ.

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલી છે. અહીં માત્ર ફિલ્મ અને સીરિયલનું જ શૂટિંગ નથી થતું, પરંતુ આ પિકનિક, થીમ આધારિત પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ, ભવ્ય વિવાહ, એડવેન્ચર કેમ્પ, કોંન્ફ્રેસ અને હનીમૂન માટે આદર્શ સ્થળ છે.

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

ફિલ્મ સિટીમાં તૈયાર કરવામાં આવેલું દિલ્હી સ્થિત મુગલ ગાર્ડનનું એક દ્રશ્ય.

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

મૈસૂર સ્થિત વૃંદાવન ગાર્ડનનું એક સેટિંગ.

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

રોમોજી ફિલ્મ સિટીનું એક ઘણું જ શાનદાર અને સુંદર દ્રશ્ય.

નોઇડા ફિલ્મ સિટી

નોઇડા ફિલ્મ સિટી

નોઇડા ફિલ્મ સિટી પણ ફરવા લાયક સ્થળ છે. આ ફિલ્મ સિટીમાં બે સ્ટૂડિયો મારવાહ ફિલ્મ એન્ડ વીડિયો સ્ટૂડિયો અને એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ એનિમેશનને સ્થાપિત કરવામાં આવ્યા છે.

મુંબઇ ફિલ્મ સિટી

મુંબઇ ફિલ્મ સિટી

ફિલ્મની વાત હોય અને મુંબઇ ફિલ્મ સિટીને યાદ ન કરવામાં આવે તે કેવી રીતે બને. આ ફિલ્મ સિટીને દાદા સાહેફ ફાળકે ચિત્રનગરી પણ કહેવામાં આવે છે. આ ફિલ્મ સિટી મુંબઇમાં સંજય ગાંધી નેશનલ પાર્કમાં સ્થિત છે.

મુંબઇ ફિલ્મ સિટી

મુંબઇ ફિલ્મ સિટી

લોકપ્રિય ટીવી સીરિયલ કોમેડી નાઇટ્સ વિથ કપીલના સેટની એક ઝલક.

મુંબઇ ફિલ્મ સિટી

મુંબઇ ફિલ્મ સિટી

શું તમને ફિલ્મ ધૂમ 2નો સુંરગવાળો સીન યાદ છે, જી હાં આ સીનની શૂટિંગ અહીં જ કરવામાં આવી હતી.

મુંબઇ ફિલ્મ સિટી

મુંબઇ ફિલ્મ સિટી

લોકપ્રિય સીરિયલ કોન બનેગા કરોડપતિના સેટની ઝલક.

મુંબઇ ફિલ્મ સિટી

મુંબઇ ફિલ્મ સિટી

ઓમ શાંતિ ઓમના સેટને પણ અહીં જ તૈયાર કરવામાં આવ્યો હતો.

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

બેંગ્લોર સ્થિત ઇનોવેટિવ ફિલ્મ સિટી એ સ્થળ છે, જ્યાં ફિલ્મના શૌખીન લોકોએ અવશ્ય જવું જોઇએ. અહીં અલગ-અલગ ફિલ્મો માટે અલગ-અલગ સેટ્સનું નિર્માણ કરવામાં આવે છે. અહીં આવ્યા બાદ તમે એક ભયાવહ ભૂત બંગલોને પણ જોઇ શકો છો.

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટીમાં આવેલા એક ભયાવહ ભૂત બંગલાનું દ્રશ્ય.

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

આ સ્થળને કાર્ટૂન સિટી પણ કહેવામાં આવે છે.

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

મીરર મેજ તમે અહીં આવીને અરિસાઓની અંદર પોતાના અલગ-અલગ રૂપને જોઇ શકો છો.

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

ઇનોવેટિવ ફિલ્મ સિટી, બેંગ્લોર

તમે આ તસવીરમાં જોઇ શકો છો કે કેટલી સુંદર છે મીરર મેજ.

English summary
Indian film industry is largely dependent on Film Cities and they give a readymade setting for films by providing structures like schools, hospitals, houses and also scenic locations like waterfalls, rivers, dams, etc. Let's see some of the best known film cities in India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.