For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમણઃ દરિયાની લહેરોમાં વિતાવો રાહતની પળો

|
Google Oneindia Gujarati News

દમણ, ગોવા અને દાદરા-નાગર હવેલી 450 વર્ષોથી પણ વધુ સમય માટે પોર્ટુગલના સામ્રાજ્યનો ભાગ રહ્યાં. 19 ડિસેમ્બર 1961માં દમણ અને અરબ સાગરમાં વિદેશીઓના આધિન બીજા તટીય ક્ષેત્રોને ભારતમાં ભેળવી દેવામાં આવ્યા. જો કે, 1975 સુધી પોર્ટુગલ દમણ અને અન્ય ક્ષેત્રોને પોતાનો ભાગ જ માનતા હતા. 1987 સુધી ગોવા, દમણ અને દીવ મળીને એક કેન્દ્રસાસિત પ્રદેશ હતા, બાદમાં ગોવાને અલગ રાજ્યનો દરરજો આપવામાં આવ્યો. દમણ અને દીવ આજે પણ કેન્દ્રશાસિત પ્રદેશ જ છે. દમણ અને દીવ એકબીજાથી 400 કિ.મીના અંતરે છે.

દમણ હંમેશાથી અલગ-અલગ જાતિ અને સંસ્કૃતિનો સંગમ સ્થળ રહ્યું છે. આ તમામે એકબીજા સાથે મેળીને તેને એક ખાસ બહુરંગી ઓળખ આપી છે. અરબ સાગરના 12.5 કિ.મી લાંબા સમુદ્રી કિનારા પર પોતાની સોંદર્યને મહેકાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશ શાંતિ અને સુકૂનને પસંદ કરનારા લોકો માટે સ્વર્ગ સમા છે. દમણમાં એવા પ્રવાસી વધુ પ્રમાણમાં આવે છે, જેમને પ્રકૃતિ સાથે લગાવ છે. તે અહીં શાંત અને મૈત્રીપૂર્ણ વાતાવરણનો આનંદ લૂટે છે. આ શહેર દમણગંગા નદીથી મોટા દમણ અને નાના દમણમાં વેચાયેલું છે.

મિરાસોલ રિસોર્ટ અને વોટર પાર્ક દમણના કડાઇયા ગામ પાસે સ્થિત છે. અહીં એક સુરમ્ય ઝીલ ઉપરાંત બે ટાપૂ પણ છે, જે એક બ્રિજ થકી એકબીજા સાથે જોડાયેલા છે, આ પાર્કમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધા માટે કંઇકને કંઇક છે. વૈભવ વોટર પાર્ક દમણથી અંદાજે 7 કિ.મીના અંતરે વાપી રોડ પર સ્થિત છે. તે અંદાજે 20 એકરમાં ફેલાયેલું છે. આ વોટર પાર્કમાં ચીકૂ, નારિયેળ અને કેરીના અનેક બગીચા છે. અહીં દરેક ઉમરના લોકો માટે 36 કરતા વધારે વોટર રાઇડ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ દમણને.

મોટા દમણનો કિલ્લો

મોટા દમણનો કિલ્લો

દમણમાં આવેલા મોટા દમણના એક કિલ્લાનું દ્રશ્ય

સેન્ટ જેરોમનો કિલ્લો

સેન્ટ જેરોમનો કિલ્લો

દમણમાં આવેલો સેન્ટ જેરોમનો કિલ્લો

દેવકા બીચ

દેવકા બીચ

દમણમાં આવેલો દેવકા બીચ

બીચનો એક મનમોહક નજારો

બીચનો એક મનમોહક નજારો

દમણમાં આવેલા દેવકા બીચનો મનમોહક નજારો

દેવકા બીચની એક સુંદર તસવીર

દેવકા બીચની એક સુંદર તસવીર

દમણમાં આવેલા દેવકા બીચની એક સુંદર તસવીર

બોમ જીસસનું ચર્ચ

બોમ જીસસનું ચર્ચ

દમણમાં આવેલું બોમ જીસસનું ચર્ચ

સોનેરી રેતી

સોનેરી રેતી

દમણના જૈમપોરે બીચની સોનેરી રેતી

જૈમપોરેમાં ઘોડેસવારી

જૈમપોરેમાં ઘોડેસવારી

દમણના જૈમપોરેમાં ઘોડેસવારી

સૂર્યાસ્તનો નજારો

સૂર્યાસ્તનો નજારો

દમણના જૈમપોરે બીચમાં સૂર્યાસ્તનો નજારો

સહેલાણીઓ ઉમટ્યા

સહેલાણીઓ ઉમટ્યા

દમણના જૈમપોરે બીચમાં સહેલાણીઓ ઉમટ્યા

એક સુંદર દ્રશ્ય

એક સુંદર દ્રશ્ય

દમણના જૈમપોરે બીચમાં એક સુંદર દ્રશ્ય

English summary
For over 450 years, Daman, along with Goa and Dadra and Nagar Haveli were part of the Portuguese empire in India. On 19 December 1961, Daman and the other coastal enclaves of the Arabian Sea were incorporated into the Republic of India. However, Portugal refused to acknowledge the annexure of Daman and other territories till 1974.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X