• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અહીં દ્વારકાધીશના દર્શનકાજે

|

દ્વારકા શહેરને સંસ્કૃતમાં દ્વારાવતી કહેવામાં આવે છે, તથા આ ભારતના સાત પ્રાચીન શહેરોમાંનું એક છે. આ શહેર ભગવાન કૃષ્ણનું ઘર હતું. આપણા ધર્મ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર આજ એક સ્થાન એવું છે જે ચારેય ધામ તથા સપ્ત પુરીના નામથી ઓળખાય છે. અત્રે નોંધનીય છે કે શબ્દ દ્વારકા 'દ્વાર' શબ્દથી ઉતરી આવ્યો છે જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે દરવાજો તથા આ શબ્દનું મહત્વ બ્રહ્મા માટે દરવાજાથી થાય છે.

વૈષ્ણવો માટે આ શહેરનું ખૂબ જ મહત્વ છે. જગત મંદિરમાં દ્વારકાધીશની મૂર્તિ છે જે ભગવાન કૃષ્ણનું એક રૂપ છે. શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા પાસે સ્થિત છે. જો વાત દ્વારકા તથા તેની આસપાસના પ્રવાસન સ્થળની કરીએ તો આપને બતાવી દઇએ કે દ્વારકા તથા બેટ દ્વારકામાં તથા તેની આસપાસ અનેક પવિત્ર મંદિર છે જે દરેક વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષીત કરે છે. દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મીરાબાઇનું મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, હનુમાન મંદિર અને બેટ દ્વારકામાં કચોકિયું દ્વારકાના કેટલાંક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાન આવેલા છે.

પોતાની ધાર્મિક પૃષ્ઠભૂમિના કારણે દ્વારકા ગુજરાતનું સૌથી પ્રમુખ પ્રવાસન સ્થળ હંમેથી હતું અને રહેશે. આવો આ લેખ દ્વારા જાણીએ કે આપ દ્વારકા અને તેની આસપાસ શું જોઇ શકો છો.

 • ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો!
 • જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...
 • કેવી રીતે પહોંચશો:

  હવાઇ માર્ગ: દ્વારકાનું નજીકનું હવાઇ મથક જામનગરમાં સ્થિત છે જે લગભગ 137 કિમી.ના અંતરે આવેલું છે જ્યાંથી આપ ટેક્સી દ્વારા દ્વારકા પહોંચી શકો છો.

  રેલવે માર્ગ: દ્વારકા સ્ટેશન અમદાવાદ-ઓખા બ્રૉડ ગેજ રેલવે લાઇન પર સ્થિત છે જ્યાંથી રાજકોટ, અમદાવાદ અને જામનગર માટે રેલવે સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેટલીંક ટ્રેન સુરત, વડોદરા, ગોવા, કર્ણાટક, મુંબઇ તથા કેરળ સુધી પણ જાય છે.

  સડક માર્ગ: દ્વારકા આવવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢથી સીધી બસો અને ટ્રાવેલ્સની પણ સુવિધા ઉપલબ્ધ છે.

  દ્વારકાદર્શન કરો તસવીરોમાં...

  દ્વારકાધીશ મંદીર

  દ્વારકાધીશ મંદીર

  દ્વારકાધીશ મંદીર દ્વારકાનું મુખ્ય મંદિર છે, જેને જગત મંદિર(બ્રહ્માંડ મંદિર) પણ કહેવામાં આવે છે. કિવદંતી છે જે જગત મંદિર-દ્વારકાધીશ મંદિરનું મુખ્ય મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે અને તેનું નિર્માણ ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે કર્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે દ્વારકા જે ભગવાન કૃષ્ણનું રાજ્ય હતું, તે પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જગત મંદિરની આસપાસની અન્ય કળાત્મક સંરચનાઓનું નિર્માણ 16મી સદીમાં થઇ.

  ઘુમલી

  ઘુમલી

  બારદા પહાડીની તળેટીમાં એક નાનકડુ ગામ છે જેને ઘુમલી કહેવામાં આવે છે, જેની સ્થાપના ઇ.સ પછી 7મી સદીમાં જેઠવા વર્ષ કુમારે કરી હતી. ગુજરાતના સુંદર મંદિરોનું શહેર કહેવાતા પહેલા આ સ્થાન જેઠવા રાજવંશની રાજધાની હતું. આમાંથી સોલંકી રાજવંશનું નવલખા મંદિર પ્રસિદ્ધ છે જે ગુજરાતના સૌથી જૂના સૂર્ય મંદિરના રૂપમાં ઓળખાય છે. અત્રે એક વાવ પણ છે જેને વિકઇ વાવ કહેવામાં આવે છે.

  નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

  નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

  નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સૌરાષ્ટ્રના તટ પર દ્વારકા અને બેટ દ્વારકા ટાપુના માર્ગ પર સ્થિત છે. મંદિરમાં વિશ્વના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે તથા આ લોકપ્રિય પ્રવાસન સ્થળ હોવાની સાથે સાથે એક તીર્થ સ્થાન પણ છે. અત્રે ભૂમિગત ગર્ભગૃહ છે તથા મંદિરના પરિસરમાં ભગવાન શિવની વિરાટ મૂર્તિ આવેલી છે, જેની ચારેય બાજું સુંદર બગીચો છે. શિવરાત્રીના સમયે અત્રે ખૂબ જ ભીડ હોય છે.

  રુકમણી દેવી મંદિર

  રુકમણી દેવી મંદિર

  રુકમણી દેવી મંદિર દ્વારકાધીશ મંદીરથી 2 કિ.મીના અંતરે આવેલું છે, જેની બહારની બાજું ગજતારસ(હાથી) અને નારાથારસ (માનવ મૂર્તિઓ)નું નક્કાશીકામ કરવામાં આવ્યું છે. એક પ્રસિદ્ધ પૌરાણિક કથા અનુસાર આ મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીને સમર્પિત છે.

  ભાલકા તીર્થ

  ભાલકા તીર્થ

  દ્વારકામાં સ્થિત આ સ્થાન ખૂબ જ રસપ્રદ છે જેની મુલાકાત ચોક્કસ કરવી જોઇએ. સોમનાથથી ઉત્તરની તરફ એક તીર્થ સ્થાન છે જેને ભાલકા તીર્થ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ સ્થળે પારધીના હાથે અજાણતા કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું હતું અને તેમનું મૃત્યું થયું હતું. આ મંદિરના પ્રાંગણમાં તુલસીનો એક છોડ છે જેને ભગવાનની સ્મૃતિમાં લગાવવામાં આવ્યો છે.

  ગોમતી ઘાટ

  ગોમતી ઘાટ

  પરવિત્ર શહેર દ્વારકા અદભૂત ધાર્મિક નિવાસો અંગે છે અને તેની સાથે ઘણા રહસ્યમય દંતકથાઓ જોડાયેલી છે. આમાથી કેટલાંકની ઝલક મેળવવા માટે તથા સાથે જ આ પવિત્ર શહેરનું પૂર્ણ દ્રશ્ય જોયા બાદ ગોમતી નદીથી નાવ દ્વારા અત્રે પહોંચી શકો છો. આના કિનારે ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને સુદામાને સમર્પિત એક મંદિર છે. સુદામા ભગવાન કૃષ્ણના સાચા મિત્ર હતા. ઘણા વર્ષોથી આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

  બેટ-દ્વારકા

  બેટ-દ્વારકા

  બેટ-દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ-દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ-દ્વારકા ત્રણ નોટીકલ માઇલનાં અંતરે છે અને યાંત્રીક વહાણમાં ઓખા પેસેન્જર જેટી થી પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે તેમ બેટ-દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશનો રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે ઓળવામાં આવે છે. વધુ તસવીરો સાથે વધુ માહિતી મેળવવા ક્લિક કરો...

  કેવી રીતે પહોંચશો:

  કેવી રીતે પહોંચશો:

  હવાઇ માર્ગ: દ્વારકાનું નજીકનું હવાઇ મથક જામનગરમાં સ્થિત છે જે લગભગ 137 કિમી.ના અંતરે આવેલું છે જ્યાંથી આપ ટેક્સી દ્વારા દ્વારકા પહોંચી શકો છો.

  રેલવે માર્ગ: દ્વારકા સ્ટેશન અમદાવાદ-ઓખા બ્રૉડ ગેજ રેલવે લાઇન પર સ્થિત છે જ્યાંથી રાજકોટ, અમદાવાદ અને જામનગર માટે રેલવે સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેટલીંક ટ્રેન સુરત, વડોદરા, ગોવા, કર્ણાટક, મુંબઇ તથા કેરળ સુધી પણ જાય છે.

  સડક માર્ગ: દ્વારકા આવવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢથી સીધી બસો અને ટ્રાવેલ્સની પણ સુવિધા ઉપલબ્ધ છે.

  ગુજરાતના આ 21 બીચ જોશો તો ગોવા ભૂલી જશો..

  ગુજરાતના આ 21 બીચ જોશો તો ગોવા ભૂલી જશો..

  ગુજરાતના આ 21 બીચ જોશો તો ગોવા ભૂલી જશો.. કરો ક્લિક...

  English summary
  There are a number of places to visit in Dwarka have a look.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more