For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યૂટ અને સુંદર પરંતુ ઝેરીલા સાપોનો અહીં કરાય છે સંગ્રહ

|
Google Oneindia Gujarati News

સાપ હંમેશા લોકોની વચ્ચે કુતુહલનો વિષય રહ્યા છે. કેટલાક લોકો તેને ભયનો પર્યાય માને છે તો કેટલાક લોકો તેને વિશ્વના સૌથી સુંદર જીવનનો દરરજો આપે છે. આજે ભારતમાં સાંપોની અનેક 270 પ્રજાતિઓ છે અને તેમાં 60 પ્રજાતિઓ ઘણી જ ઝેરીલી છે. ભારતમાં મળી આવતા કિંગ કોબરાનો સમાવશે સૌથી સુંદર અને વિશ્વના સૌથી ઝેરીલા સાંપમાં થાય છે.

આ ક્રમમાં જો આપણે ભારતના 4 સૌથી ઝેરીલા સાંપની વાત કરીએ તો જાણવા મળે છે કે, નાગના નામથી પ્રચલિત ભારતીય કોબરા, કરૈત, રસલ વાઇપર અને સૉ સ્કેલ વાઇપર અહીંના સૌથી ઝેરીલા સાપ છે, તો બીજી તરફ ધામનનો સમાવેશ સૌથી ઝડપથી ચાલતા સાપ અને પાઇથન અથવા અજગરનો સમાવેશ વિશ્વના સૌથી લાંબ સાંપમાં થાય છે. ભગવાન શિવના કંઠ પર હોવાના કારણે ભારતીયોમાં સાપ પ્રત્યે ઉંડી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ છે.

જેને ધ્યાનાં રાખીને નાગ પંચમી નામક તહેવારમાં તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધ પિવડાવવામાં આવે છે. આજે આ ક્રમમાં અમે તમને તસવીરો થકી જાણાવીશુ એવા સ્નેક પાર્ક્સ અંગે જે સાંપોને સંરક્ષણ આપી રહ્યાં છે અને આ સુંદર અને બેમિસાલ જીવોને વિલુપ્ત થતા બચાવી રહ્યાં છે.

ગુઇન્ડી સ્નેક પાર્ક

ગુઇન્ડી સ્નેક પાર્ક

લોકપ્રીય ગુઇન્ડી સ્નેક પાર્ક, ભારતના તમિળનાડુ રાજ્યની રાજધાની ચેન્નાઇમાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. જેનું ક્ષેત્રફળ 2.82 વર્ગ કિમી છે. આ વિશ્વના સૌથી ખતરનાક સરીસૃપો જેમ કે કોબરા, પાઇથન અને રસલ વાઇપર જેવા જીવોનું સંરક્ષણ કરે છે. આ સ્નેક પાર્કનો સમાવેશ વિશ્વના સૌથી સુંદર સ્નેક પાર્કમાં કરવામાં આવે છે.

બન્નેરઘટ્ટા સ્નેક પાર્ક

બન્નેરઘટ્ટા સ્નેક પાર્ક

બન્નેરઘટ્ટા સ્નેક પાર્ક કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી 21 કિમી દૂર છે. આ સ્નેક પાર્ક એક અનોખો સ્નેક પાર્ક છે, જે આવનારા પ્રવાસીને ઘણુ બધુ આપે છે. અહીં આવીને તમે સાંપોની અનેક અલગ-અલગ પ્રજાતિઓને એક સાથે જોઇ શકો છો. અહીં તમને ભારતીય નાગ, કિંગ કોબરા જેવા ખતરનાક સાપ જોવા મળશે.

પરાસિનિક્કડાવૂ સ્નેક પાર્ક

પરાસિનિક્કડાવૂ સ્નેક પાર્ક

પરાસિનિક્કડાવૂ સ્નેક પાર્ક કેરળ સ્થિત કન્નૂરના સૌથી લોકપ્રીય પ્રવાસન સ્થળોમાનું એક છે. આ અનોખા પાર્કમાં અનેક પ્રકારના દુર્લભ પ્રજાતિઓના સાપ છે, જે વિલુપ્ત થવાનો ખતરો વધી ગયો છે, આ બધા જ સાપ આખા ભારતમાંથી શોધીને અહીં સરંક્ષિત કરવામાં આવ્યા છે. આ કેરળનું એકમાત્ર સ્નેક પાર્ક છે અને આ ભારતના સાપ સંરક્ષણ કેન્દ્રોમાં સૌથી પ્રમુખ છે. આ પાર્કમાં અનેક ઝેરીલા અને બિન ઝેરીલા સાંપની વિવિધ પ્રજાતિઓ મળી આવે છે, જેમાં કોબરા, કિંગ કોબરા, ચશ્માધારી કોબરા, રસેલ વાઇપર, પાઇથન, કરૈત અને પિય વાઇપર પણ સામેલ છે. સાંપો ઉપરાંત આ પાર્કમાં અનેક સરીસૃપો અને પક્ષીઓ તથા જાનવરોના ઘર પણ છે. સરીસૃપની 150 પ્રજાતિઓ અહીં છે અને પાર્કના પ્રશિક્ષિત કર્મચારી પોતાની સમજ અને વિચારોથી લોકોના મનમાં સાંપો પ્રત્યે રહેલા અંધ વિશ્વાસને દૂર કરે છે અને તેમને સજીવ જંતુની જેમ ટ્રીટ કરે છે.

કટરાજ સ્નેક પાર્ક

કટરાજ સ્નેક પાર્ક

કટરાજ સ્નેક પાર્ક પૂણે સ્થિત છે. આ સ્નેક પાર્કને રાજીવ ગાંધી ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્નેક પાર્કની દેખરેખ પૂણે નગર નિગમ દ્વારા કરવામાં આવે છે. 130 એકરમાં ફેલાયેલું આ ચિડિયાઘર 3 ભાગોમાં વહેંચાયેલુ છે. અહીં તમને સરીસૃપોની અનેક પ્રજાતિઓ જોવા મળશે. કોબરા, કિંગ કોબરા, ચશ્માધારી કોબરા, રસેલ વાઇપર, પાઇથન, કરૈત અને પિટ વાઇપર અહીં રહેલા કેટલાક પ્રમુખ સરીસૃપ છે.

કોલકતા સ્નેક પાર્ક

કોલકતા સ્નેક પાર્ક

કોલકતા સ્નેક પાર્કની સ્થપના એક યુવા પર્યાવરણ અને સરીસૃપ પ્રેમી દીપક મિત્રા દ્વારા 2 ઓક્ટોબર 1977માં કરવામાં આવી હતી. આ સ્નેક પાર્કનું ઉદ્ઘાટન તત્કાલીન વન્યમંત્રી પરિમલ મિત્રા દ્વારા કરવામાં આવ્યું હતુ. પ્રારંભિક દોરમાં દીપક મિત્રા દ્વારા 4-5 ડબ્બામાં સાંપોનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું હતુ, ત્યારબાદ એક સંપૂર્ણ સ્નેક પાર્કનો તેને દરરજો આપવામાં આવ્યો. અહીં તમને અલગ અલગ પ્રજાતિના અનેક સાપ એક સાથે જોવ મળશે.

English summary
five major snake parks india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X