For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ

|
Google Oneindia Gujarati News

એક પ્રવાસન માટે ભારતના પશ્ચિમી ભાગમાં સૌથી મોટા ગુજરાત માં ઘણું બધું છે. આ ખૂબ જ સુંદર રાજ્યએ પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અમારા આર્ટિકલમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતના એવા સુંદર શહેર અંગે જેણે એક રાજશી શાસનકાળને જોયું છે આ સ્થાન તેમના માટે છે જેમને ઇતિહાસમાં રસ અને વાસ્તુની સમજ હોય.

અમે વાત કરી રહ્યા છીએ ગોંડલની. ગોંડલ આઝાદી પહેલા કાઠિયાવાડીના આઠ રાજશી રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. અત્રેના રાજાઓને કારો પ્રત્યે સમ્મોહન હતું અને માટે એ સમયે પણ ગુજરાતના ગોંડલમાં રોડની સ્થિતિ ખૂબ જ સારી હતી. ગોંડલની સ્થાપના 1643માં ઠાકુર શ્રી કુંભોજી પહેલા મેરામંજી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આ સ્થળને સર ભાગવત સિંઘજીના કાળમાં ખ્યાતી મળી જેમણે ગોંડલ પર આઝાદી મળવા સુધી શાસન કર્યું.

જો વાત પ્રવાસનની કરવામાં આવે તો આ સ્થાન તેવા લોકો માટે છે જે વાસ્તુ ઇમારતો અને મહેલોમાં રસ રાખે છે. સુરેશ્વર મહાદેવ મંદિર, ધરેશ્વર મહાદેવ મંદિર અને ભુવનેશ્વરી મંદિર ગોંડલના કેટલાંક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ છે. નીચે આપવામાં આવેલી સ્લાઇડરમાં જુઓ કે આપ ગોંડલની યાત્રામાં શું શું કરી શકો છો.

ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ જુઓ તસવીરોમાં...

કેવી રીતે જશો ગોંડલ

કેવી રીતે જશો ગોંડલ

ગોંડલ જવા માટે પ્રવાસીઓ હવાઇ યાત્રા, રેલ યાત્રા અને સડક માર્ગનો ઉપયોગ કરી શકે છે. ફ્લાઇટ દ્વારા- રાજકોટમાં ઘરેલુ હવાઇ મથક છે અને રોજ મુંબઇથી રાજકોટની વચ્ચે ઘણી ઊડાનો ભરવામાં આવે છે. હવાઇમથકથી શહેર પહોંચવું બસ અને રિક્શાની મદદથી ખૂબ જ સરળ છે. ટ્રેન દ્વારા- રેલવેની મદદથી ગોંડલ રાજકોટ રેલવે સ્ટેશન દ્વારા પહોંચી શકાય છે. જે પશ્ચિમી રેલવેના અમદાવાદ-હાપા લાઇન પર આવે છે. રાજકોટથી મુખ્ય સ્થળો જેમકે મુંબઇ, કોઇમ્બટોર, દિલ્હી, અમૃતસર, ભોપાલ, કોલકાતા અને કોચીન માટે ટ્રેન ઉપલબ્ધ છે. સડક દ્વારા- ગોંડલ રાજકોટની નજીક સ્થિત છે જે ગુજરાતના બીજા શહેરોથી સારી રીતે જોડાયેલ છે. ઘણા રાજ્ય પરિવહન છે જે રાજકોટથી નજીકના શહેરો અને વિસ્તાર માટે ચાલે છે.
ફોટો કર્ટસી- Abhisek Sarda

અક્ષર મંદિર

અક્ષર મંદિર

અક્ષર મંદિર ગોંડલનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે જે સ્વામી ગુનાતિતાનંદને સમર્પિત છે જે ભગવાન સ્વામી નારાયણના પહેલા ઉત્તરાધિકારી હતા. આ અક્ષર મંદિરના પ્રાંગણમાં જ સ્વામીની સમાધી છે જેને અક્ષર દેરી પણ કહે છે. દરેક વર્ષે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પૂજા કરે છે.
ફોટો કર્ટસી- Chanchal Rungta

નવ લખા પેલેસ

નવ લખા પેલેસ

17મી સદીમાં નિર્મિત આ સુંદર મહલનુમા ઇમારત ગોંડલના સૌથી જૂના ભવનોમાં શુમાર છે. જૂના વાસ્તુને દર્શાવતી આ ઇમારત પોતાનામાં અનોખી છે. આ ઇમારતમાં આપને નક્કાશીદાર મેહરાબ, આકર્ષક બારીઓ, પ્રાંગણ અને સુંદર સર્પિલ સીડીઓ દેખાશે. આ ઉપરાંત અહીં એક ખાનગી સંગ્રહાલય પણ છે. જો આપ ગોંડલમાં છો તો આ સ્થળની યાત્રા કરવી બિલકૂલ ના ભૂલો.
ફોટો કર્ટસી- Bernard Gagnon

રૉયલ ગેરાજ

રૉયલ ગેરાજ

ગોંડલના રૉયલ ગેરાજ વિશ્વ પ્રસિદ્ધ છે અને તેનો શ્રેય જાય છે રાજશી પરિવારને જેમના વિશિષ્ટ કારોનું સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ છે. ગોંડલ પર રાજ કરનાર કારોના આટલા મોટા ભક્ત હતા કે રિવરસાઇડ મહેલ ના પ્રાંગણમાં આજે એક સંગ્રહાલય ઉત્કૃષ્ટ અને હેરાન કરી દેનાર કારોથી ભરેલું છે.
ફોટો કર્ટસી- Bharati Dftari

દાસી જીવન મંદિર

દાસી જીવન મંદિર

ગોંડલથી 6 કિલોમીટરના અંતરે ઘોઘાવદારમાં સ્થિત છે દાસી જીવન મંદિર અને આ સંત દાસી જીવનનું જન્મ સ્થળ પણ છે. ગુજરાતીઓના નવાવર્ષ દરમિયાન લોકો અહીં એકત્રિત થાય છે અને દાસી જીવનનું જન્મ દિવસ ઉજવે છે.
ફોટો કર્ટસી- Bharati Dftari

રિવરસાઇડ મહેલ

રિવરસાઇડ મહેલ

1875માં બનેલ રિવરસાઇડ મહેલ મહારાજા ભગવત સિંઘજી દ્વારા પોતાના પુત્ર યુવરાજ ભોજરાજી માટે બનાવવામાં આવ્યું હતું. આ મહેલ સુંદર બગીચાથી ઘેરાયેલ છે અને અત્રે બેસવાનું યોગ્ય ઇંતેજામ કરવામાં આવ્યો છે. આ મહેલને હવે એક ઉચ્ચતમ પરંપરાગત હોટલમાં ફેરવી દેવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી- Bharati Dftari

English summary
Gondal tourism is famous for its beautiful architecture and temples. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X