For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના આ સૌથી જૂના શહેરોમાં ફરવાની આપની ઇચ્છા ખરી?

|
Google Oneindia Gujarati News

આપણે હંમેશા મોર્ડન થવાની વાત કરીએ છીએ, નવી ટેકનોલોજી, નવી વાતો, નવા વિચાર અને ઝડપથી પશ્ચીમીકરણ તરફ દોડતા શહેરો, આપણને ખૂબ જ લલચામણું લાગે છે. આજકાલના શહેરોને જોઇએ તો ખૂબ જ ઝલદી તેનો ચહેરો બદલતું જઇ રહ્યું છે. પહોળા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને દરેક બાજું ભીડ જ ભીડ. પરંતુ આ બધાની વચ્ચે આપે ક્યારેય વિચાર્યું છે, આજે જે શહેરો પર આપને નાજ છે, તેનું નિર્માણ ક્યારે થયું હતું, તે ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું.

ભારતમાં વારાણસી, મદ્રાસ, પાટલીપુત્ર જેવા શહેર આપણા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જે ભારતના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ વિશ્વના સૌથી જૂના શહેરોમાં સ્પેન, અફગાનિસ્તાન અને ઇરાકના ઘણા શહેરો છે, જે પાંચ હજાર વર્ષ ઇસા પૂર્વ જ અસ્તિત્વમાં આવી ગયા હતા.

દુનિયાના સૌથી જૂના શહેરો અને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી વિશે અમે આ લેખમાં જણાવ્યું છે જેથી જો તમારે ક્યારેક આમાંથી કોઇ શહેરની મુલાકાત લેવી હોય તો સરળતાથી નક્કી કરી શકશો.

તો આવો જોઇએ દુનિયાના સૌથી જૂના શહેરો...

Cadiz, Spain

Cadiz, Spain

1,100 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવેલા આ શહેર ફોનિસિયાના નાગરિકો દ્વારા શોધવામાં આવ્યું હતું. અહીં અઢારમી સતાબ્દી સુધી સ્પેનનું નૌકાદળ નિવાસ કરતું હતું. ત્યારબાદ તે રોમના સામ્રાજ્યમાં આવી ગયું.

Larnaca, Cyprus

Larnaca, Cyprus

લારનાકા 1,400 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવ્યું હતું. લારનાકા પોતાના સુંદર સમુદ્રી તટ અને પુરાતત્વિક સ્થાન માટે ખૂબ જ જાણીતું હતું. આજે પણ અહીં પ્રવાસીઓની ભીડ રહે છે.

Athens, Greece

Athens, Greece

1,400 ઇસા પૂર્વમાં અસ્તિત્વમાં આવેલું એથેન્સ પશ્ચિમી સભ્યતાના વિકાસ અને લોકતંત્ર માટે ઓળખાય છે. અહીં સુધી કે પરંપરા આજે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. સાથે જ પ્રવાસીઓ અહીંની સુંદરતા નિહાળવા માટે ઊમટી પડે છે.

Balkh, Afghanistan

Balkh, Afghanistan

1500 ઇસા પૂર્વમાં અસ્તિત્વમાં આવેલ આ શહેર આજે કોટન ઇંડસ્ટ્રી માટે ખૂબ જ જાણીતું છે. અરબના લોકો તેને બધા શહેરોની મા કહેતા હતા, આ ઉત્તરી અફગાનીસ્તાનમાં છે.

Kirkuk, Iraq

Kirkuk, Iraq

2,200 ઇસા પૂર્વમાં અસ્તિત્વમાં આવેલું શહેર બગદાદના 150 કિલોમીટર દૂર ઉત્તરમાં છે. આજે અહીં ઇરાકના પેટ્રોલિયમ ઇંડસ્ટ્રીના હેડક્વાટર્સ છે.

Arbil, Iraq

Arbil, Iraq

કિરકુકના ઉત્તરમાં વસેલું અરબિલ શહેર 2,300 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવ્યું હતું. અત્રે ઘણા લોકોએ રાજ કર્યું છે. હાલમાં આઇએસઆઇએસના કારણે અત્રે સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

Tyre, Lebanon

Tyre, Lebanon

આ શહેર 2,750 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવ્યું હતું. 332 ઇસા પૂર્વમાં સિકંદરે આ શહેર પર વિજય મેળવ્યો હતો. આજે પ્રવાસન ઇંડસ્ટ્રી અત્રેનો મુખ્ય આધાર છે.

Jerusalem, Israel

Jerusalem, Israel

યહુદિયોનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર રહેલું આ શહેર મુસ્લિમોનું ત્રીજું સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે. તે 2,800 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવ્યું હતું. અહીં ઘણા ધાર્મિક સ્થાન છે, જેના માટે તે ખૂબ જ પ્રસિદ્ધ છે.

Beirut, Lebanon

Beirut, Lebanon

3,000 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવેલું આ શહેર લેબનોનની રાજધાની છે. આજે આ પ્રવાસીઓની પસંદગીના સ્થાનોમાંથી એક છે.

Gaziantep, Turkey

Gaziantep, Turkey

દક્ષિણી તુર્કીમાં સ્થિત આ શહેર સીરિયાના બોર્ડરને અડીને આવેલું છે. અહીં આજે પણ આપને ઘણી પ્રાચીન જગ્યાઓ જોવા મળી જશે.

Plovdiv, Bulgaria

Plovdiv, Bulgaria

4,000 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવેલું આ શહેર બુલગેરિયાનું બીજું સૌઠી મોટું શહેર છે. અત્રે રોમન રંગભૂમિ સહિત આજે પણ ઘણી પ્રાચીન સ્થળો આવેલ છે. આ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રસિદ્ધ છે.

Sidon, Lebanon

Sidon, Lebanon

4,000 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવેલ આ શહેર બેરુતના 25 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. સિકંદરે 333 બીસીમાં આ અત્રે પણ રાજ કર્યું હતું. ફોનેશિયાના લોકો માટે આ ખૂબ જ મહત્વ ધરાવે છે.

Faiyum, Egypt

Faiyum, Egypt

મિસ્રનું આ પ્રાચીન શહેર ખૂબ જ પ્રસિદ્ધ હતું. આજે પણ આ ખૂબ મોટા અને સમૃદ્ધ બજારોની સાથે મસ્જીદો માટે ઓળખાય છે. અત્રે પિરામિડ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

Susa, Iran

Susa, Iran

4,200 ઇસા પૂર્વ અસ્તિત્વમાં આવેલું આ શહેર પાંચમું સૌથી જુનું શહેર છે. આ શહેર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. હાલના સમયમાં શુશની વસ્તી 65,000 છે.

Damascus, Syria

Damascus, Syria

દુનિયાના સૌથી જૂના શહેરોમાં એક દમાસકસનો ઇતિહાસ જગપ્રસિદ્ધ રહ્યો છે. આ શહેર આજે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં આજે ઘણા સ્થળો છે જે મોટા પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

English summary
Today we live in such a modern society. but do know which are the oldest cities of the world.Let's have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X