• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેમ વિકિપીડિયા પણ રાખે છે આ ઇમારતો સાથે લગાવ

|

દરેક વર્ષે દુનિયાના સૌથી મોટા એનસાઇક્લોપીડિયા વિકિપીડિયા દ્વારા એક ઇંટરનેશનલ ફોટો કોન્ટેસ્ટ 'વિકી લવ્સ મોન્યુમેન્ટસ'નું આયોજન કરે છે. આ ફોટો કોન્ટેસ્ટનો ઉદેશ્ય છૂપાયેલી પ્રતિભાઓને સામે લાવવા ઉપરાંત લોકોને બડિંગ ફોટોગ્રાફર્સ દ્વારા પાડવામાં આવેલી કેટલીંક તસવીરોને જનતાની વચ્ચે લાવવાનો હોય છે. અત્રે નોંધનીય બાબત છે કે આ તસવીરો દુનિયાના જાણીતા સ્મારકો અથવા મોન્યુમેન્ટ્સની હોય છે.

હવે આપને લગભગ એ જાણીને આશ્ચર્ય થશે કે 2013માં એકલા ભારતમાંથી જ 11786 વોરોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાંથી જ્યૂરી દ્વારા 10 સુંદર તસવીરોને પસંદ કરીને તેમને ઇંટરનેશનલ લેવલ પર નોમિનેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં તે લોકોને વિજેતા બનાવવામાં આવ્યા છે જેમણે કેમેરામાં એ દ્રશ્ય કેદ કર્યું છે જે એક સામાન્ય વ્યક્તિની કલ્પનાથી પર હોય.

આવો આપને રૂબરૂ કરાવીએ તે શાનદાર તસવીરોથી જે એ બતાવવા માટે પૂરતી છે કે કલા કોઇનામાં પણ હોય શકે છે અને તેને ક્યાંય પણ બતાવી શકાય છે.

બ્રહદીશ્વર મંદિર

બ્રહદીશ્વર મંદિર

વિકી લવ્સ મોન્યુમેન્ટ્સના જ્યૂરી પેનલ દ્વારા આ સુંદર મંદિરે ઇન્ડિયા લેવલે પ્રથમ પુરસ્કાર હાસલ કર્યું છે. આ તસવીર મુગિલકેએમવી નામના ફોટોગ્રાફરે ખેંચી છે. આપને બતાવી દઇએ કે આ મંદિર 1010 ઇસ્વીમાં ચોલ રાજવંશના શાસકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે આ સુંદર મંદિરની પસંદગી યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં થાય છે.

એતમાદ ઉદ દૌલાનો મકરબો

એતમાદ ઉદ દૌલાનો મકરબો

આપ ઇચ્છો તો એતમાદ ઉદ દૌલાનો મકરબાને નાનું તાજ કહીને પણ સંબોધિત કરી શકો છો. ઉત્તર પ્રદેશના આગરામાં આવેલ આ સ્મારકનું નામ ભારતની સૌથી સુંદર ઇમારતોમાં આવે છે. અત્રે આપને લાલ બલુઆ પત્થરો અને સફેદ આરસપહાણ પર સુંદર રચનાઓ જોવા મળશે, જે વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ તસવીર અમનિંદર નામના ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવી છે.

ઇબ્રાહિમના રૌજા

ઇબ્રાહિમના રૌજા

ઇબ્રાહિમના રૌજા તાજમહલ માટે કોઇ પ્રેરણાથી ઓછું નથી. આ રૌજા કર્ણાટકના વીજાપુરમાં છે અને તે ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિત્તિયની કબર છે. કહેવામાં આવે છે કે ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિત્તિયએ બાદશાહ અકબર જેવું શાસન કર્યું હતું. તેમની જેમ જ ધર્મો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. આ તસવીર આનંદે લીધી છે.

તાજને દર્શાવતું મહતાબ બાગ

તાજને દર્શાવતું મહતાબ બાગ

તાજની એ ખાસિયત છે કે તે કોઇપણ વ્યક્તિનું મન મોહી શકે છે, પરંતુ હવે આ જ તાજને કોઇ કલાકાર જુએ તો તે ચોક્કસ એવું કઇ નીકાળી લેશે જે આના કરતા પણ વધુ સુંદર હોય. આ ગાર્ડનને મુનલાઇટ ગાર્ડન પણ કહેવામાં આવે છે. આ ગાર્ડનને મૂન લાઇટ ગાર્ડન પણ કહેવામાં આવે છે.

પુષ્કરની ટેંક હમ્પી સ્થિત મંદિરના પાછળનો ભાગ

પુષ્કરની ટેંક હમ્પી સ્થિત મંદિરના પાછળનો ભાગ

જ્યારે સવારની પહેલી કિરણ આ ટેંક પર પડે છે તો અત્રેનો નજારો ખરે ખરેખર જોવાલાયક હોય છે. આ ટેંક હમ્પીમાં કાર સ્ટ્રીટના બાજુંમાં છે. ડે સંદીપ નામક ફોટોગ્રાફરે ખૂબ જ સુંદતાપૂર્વક આ સ્થાનને પોતાના કેમેરામાં કેદ કરી છે.

જામા મસ્જીદ ચાંપાનેર

જામા મસ્જીદ ચાંપાનેર

મુગલો દ્વારા ઉપયોગમાં લેવાતી વાસ્તુ કલાનો કોઇ મુકાબલો નથી. તે ખુદમાં સંપૂર્ણ છે. અત્રે કહેવાયેલી વાતોને ઊંડાણપૂર્વક સમજવું હોય તો આપ ગુજરાતના ચાંપાનેર સ્થિત જામા મસ્જીદમાં આવો. અત્રે ઉપયોગમાં લેવાયેલી વાસ્તુકલાને સમગ્ર વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાં થાય છે. હ્રિયા નામની ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલી તસવીરો એક વણકહેવાયેલી વાર્તાઓને કહી જાય છે.

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

જો આર્કિટેક્ચર અને કળાની વાત કરીએ તો અને ભારતના સુંદર મહેલોની વાત ના થાય તો વાત અધુરી ગણાય. દેશમાં એક મહેલ એવો પણ છે જે પોતાની સુંદરતા અને બનાવટના કારણે સૌ મહેલોને માત આપે છે.

જય મહેલ જયપુર

જય મહેલ જયપુર

જય મહેલ એક સુંદર મહેલ છે જેનું નિર્માણ 18મી સદાબ્દીમાં કરવામાં આવ્યું હતું, આ મહેલ જયપુરની એક નાનકડા તળાવ મહારાજ મહા-મહારાજા અને તેમના પરિવારોએ કરેલા શિકાર લૉજના રૂપમાં બતાવવામાં આવે છે. સમીર દ્વારા 6303 દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં આપ મહેલની સુંદરતાને જોઇ શકો છો.

સંતોની પંક્તિઓ

સંતોની પંક્તિઓ

ફોટો ગ્રાફર જૈન હાશ્મીની આ તસવીર ખુદમાં એ કહેવા માટે પૂરતી છે કે દુર્ગમ લદ્દાખમાં કોઇપણ રીતે સ્તૂપો અને ચોરટેંસને બનાવવામાં આવ્યા હશે. આ તસવીર લદ્દાખના થિમ્સે મઠની છે.

સૂર્ય મંદિર કોર્ણાક

સૂર્ય મંદિર કોર્ણાક

કોર્ણાકનું સૂર્ય મંદિર, ભારતનું ઉડીસા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામના શહેરમાં સ્થિત છે. તેને લાલ બલુઆ પત્થર અને કાળા ગ્રેનાઇટ પત્થરથી 1236-1264માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર, ભારતની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાનું એક છે. તેને યૂનેક્સો દ્વારા ઇસ 1984માં વિશ્વ ધરોહર સ્થળ તરિકે જાહેરાત કરી છે. કલિંગ શૈલિમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ (અર્ક) એટલે કે રથના રૂપમાં નિર્મિત છે. આ પ્રકારે પત્થર પર ઉત્કૃષ્ટ નક્કાશી કરીને ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે. જેને પત્થર પર નક્કાશી કામ કરીને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એકવાર જોડી, ચક્રો, વાળા સાત ઘોડાઓથી ખેંચવામાં આવે છે જેમાં સૂર્ય દેવ બિરાજમાન છે. મંદિર પોતાની કામૂક મુદ્રાઓવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આપને જણાવી દઇએ કે ખૂબ જ મોંઘી આ તસલીર પ્રાયશ ગિરિયા દ્વારા લેવામાં આવી છે.

English summary
Here are the winning photos of the Monuments that Wiki Loves Most.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more