
Colourful Pic: ભારતમાં કંઇક આ રીતે રંગોના પર્વની ઉજવણી કરાઇ
નવી દિલ્હી, 18 માર્ચ: ઠંડીને વિદાય અને ગરમીની શરૂઆત વચ્ચે આખા દેશમાં રંગોના પર્વ હોળીનો તહેવાર પારંપારિક હર્ષોલ્લાસ અને ભાઇચારા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન અલગ-અલગ શહેરોમાં લોકોએ રંગ ગુલાલ અને ઠેર-ઠેર સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વૃંદાવનનીના વડીલો અને વિધવાઓ પણ આ તહેવારને મનાવવામાં પાછળ રહી ન હતી. ઢોલક તથા મંજીરાની થાપ પર નાચતાં ગાતા લોકો એકબીજાને ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતા. લોકો એકબીજાને મીઠાઇ ખવડાવી હતી.
હિન્દુ ધર્મગ્રંથો અનુસાર હોળીના તહેવાર પાછળ ભક્ત પ્રહલાદની વાર્તા છે જેમાં રાક્ષસી હોળીકાની સાથે આગમાં બેસવા છતાં પ્રહલાદને આગની જ્વાળાઓથી કોઇ નુકસાન થતું નથી. જ્યારે આગથી કોઇ નુકસાન ન થવાનું વરદાન હોવાછતાં હોળીકા સળગી જાય છે. આ અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. હિન્દુ ફાગણ મહિનો પુરો થયો અને આજથી ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ છે. અન્ય દિવસોની તુલનામાં આજે ઠંડીનું નામોનિશાન હતું જેથી લોકો ઉલ્લાસ સાથે હોળી રમવા માટે નિકળ્યા હતા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખ્યમંત્રી, વડાપ્રધાન મનમોહન સિંહે હોળીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે આ તહેવાર એકતા અને ભાઇચારાના બંધનને મજબૂત બનાવવાનો સંદેશ આપે છે. યુપીએ 2ના કાર્યકાળ દરમિયાન પહેલીવાર વડાપ્રધાને પોતાના કર્મચારીઓ સાથે હોળી મનાવી હતી.

ગુવાહાટી
ગુવાહાટીમાં કંઇક આ રીતે કોલેજની છોકરીઓએ ઉજવી હતી પોતાની હોળી

ચંદીગઢ
ચંદીગઢમાં કંઇક આ રીતે વિદ્યાર્થીઓએ ઉજવી હતી હોળી

મુંબઇ
માયાનગરી મુંબઇમાં હોળીનો આનંદ માણતાં જૂમતી એક વિદ્યાર્થીની

ગુવાહાટી
ગુવાહાટીમાં ટામેટા વડે હોળી રમી આનંદ માણતી વિદ્યાર્થીની

ગાંધીનગર
રંગોના પર્વ ઉજવણી કરી રહેલી નાની બાળકી

ગાંધીનગર
ગાંધીનગરમાં એકબીજાને ગુલાલ લગાવી હોળીના પર્વની ઉજવણી કરી રહેલા ભૂલકાંઓ

ગાંધીનગર
રંગોના પર્વની ઉજવણી કરી રહેલા ભૂલકાં

ગાંધીનગર
ગાંધીનગરમાં નાના બાળકોએ એકબીજા પર પિચકારી વડે રંગ છાંટી ઉજવી હતી હોળી.

આસામ
હોળીની ઉજવણી કરી રહેલી આસામી ફિલ્મ એક્ટ્રેસ નિશીતા ગૌસ્વામી

ગુવાહાટી
ગુવાહાટીના ફેન્સી બજારમાં હોળીના તહેવારની ઉજવણી કરી રહેલા લોકો.

સોલાપુર
સોલાપુરમાં હોળીના તહેવારની ઉજવણી કરી રહેલા યુવાનો

બીકાનેર
ગિરધર વ્યાસે 17 મીટર લાંબી મુંછો સાથે ઉજવી હતી હોળી

મથુરા
મથુરાના રમન રેતીમાં હોળી રમતાં દેશ વિદેશથી આવેલા પર્યટકો

બરસાના
બરસાનામાં લઠ મારી હોળી પહેલાં ગીતો ગાતાં અને વગાડતાં હોળી રમવા આવેલા લોકો

બરસાના
બરસાનામાં નંદગાંવના લોકો એકબીજા પર રંગ ફેંકી આનંદ માણતાં લોકો

બરસાના
બરસાનામાં લઠ માર હોળી દરમિયાન પોતાનાને બચાવતો એક વ્યક્તિ

બરસાના
બરસાનામાં લઠ માર હોળી દરમિયાન પોતાનાને મહિલાઓની લાકડીથી બચાવતો પુરૂષ

જયપુર
જયપુરમાં ફૂલોની હોળી રમતાં સ્થાનિક રંગમંચના કલાકારો

પટણા
હોળીમાં એકબીજાને રંગ લગાવતી પટણા મહિલા કોલેજની વિદ્યાથીનીઓ.

બોધગયા
બોધગયામાં રંગોના પર્વ હોળીનો આનંદ માણતાં વિદેશી પર્યટકો

મથુરા
મથુરામાં હોળીના રંગમાં રંગાઇ બંગાળી વિધવાઓ

મુંબઇ
હોળીનો આનંદ માણતાં મુંબઇના અંધ બાળકો

ચંદીગઢ
કોલેજ કેમ્પસમાં હોળી રમતાં પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ

જયપુર
જયપુરમાં હોળીનો આનંદ માણતાં વિદેશી પર્યટકો

મુંબઇ
મુંબઇની એક સ્કૂલમાં હોળી રમતી એક અંધ બાળકી

મુંબઇ
મુંબઇમાં હોળીનો આનંદ માણતાં અંધ વિદ્યાર્થીઓ

ગુવાહાટી
ગુવાહાટીમાં વિદ્યાર્થીઓએ કંઇક આ રીતે ઉજવી હોળી

જમ્મૂ
આ હોળીમાં જમ્મૂમાં પણ સ્થાનિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ ખૂબ આનંદ માણ્યો હતો

પટિયાલા
સ્કૂલના બાળકોએ પટિયાલામાં કંઇક આ રીતે ઉજવી હતી હોળી

જમ્મૂ
પ્રેમપૂર્વક એકબીજાને કલર લગાવતી જમ્મૂની વિદ્યાર્થીનીઓ

બીકાનેર
બીકાનેરમાં કંઇક આ રીતે મહિલાઓએ ઉજવી હતી હોળી

ગુડવાવ
ગુડગાવમાં કંઇક આ રીતે ઉજવવામાં આવ્યો હતો રંગોનો તહેવાર

જોધપુર
જોધપુરમાં વિદેશી પર્યટકોએ કંઇક આ રીતે આનંદ માણ્યો હતો હોળીનો તહેવાર

અમૃતસર
અમૃતસરના દુર્ગિયાના મંદિરમાં હોળીનો આનંદ માણતું વિદેશી કપલ

જૌનપુર
જૌનપુરમાં પોતાના ભક્તો સાથે હોળીનો આનંદ માણતાં શ્રી શ્રી રવિશંકર

પશ્વિમ બંગાળ
પશ્વિમ બંગાળમાં હોળી પર કંઇક આ રીતે એકબીજા અભિવાદન કરતી મહિલાઓ

વારાણસી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં હોળી બાદ પોજ આપતા વિદેશી પર્યટક

અગરતલા
અગરતલામાં હોળીનો આનંદ માણતાં બીએસએફના જવાનો

બીરભૂમ
પશ્વિમ બંગાળના બીરભૂમમાં હોળી પર રંગ લગાવતી બે બહેનપણીઓ

જયપુર
જયપુરમાં ગોવિંદ દેવજી મંદિરમાં હોળીનો આનંદ માણતાં લોકો

વૃંદાવન
વૃંદાવનમાં શાંતિ સેવા ધામમાં હોળી રમતાં લોકો

લખનઉ
લખનઉમાં હોળીકા સળગાવ્યા બાદ પ્રસન્ન મુદ્રામાં શ્રી શ્રી રવિશંકર

મુંબઇ
મુંબઇમાં હોળીનો આનંદ માણતાં ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકો

મથુરા
હોળી રમવા માટે મથુરામાં એકઠા થયેલા લોકો

મથુરા
મથુરામાં લઠમાર હોળી દરમિયાન મહિલાઓની લાઠીઓથી પોતાની રક્ષા કરતાં નંદગાંવના લોકો

બરસાના
બરસાનામાં પોલીસવાળા સંગ લઠમાર હોળી રમતી મહિલાઓ

મથુરા
કૃષ્ણની નગરી મથુરામાં કંઇક આ રીતે મનાવવામાં આવે છે હોળી

વૃંદાવન
વૃંદાવનમાં હોળીના રંગમાં રંગાઇ બંગાલી વિધવાઓ

વૃંદાવન
એકબીજા પર રંગ ઉડાવતાં વિદેશી પર્યટક

દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં લોકોને હોળી તહેવારમાં નાચતાં ગાતાં જોતી એક મહિલા

દિલ્હી
રંગથી ભરેલી ડોલ વડે એકબીજા પલાળતાં લોકો

દિલ્હી
રંગથી ભરેલી ડોલ વડે એકબીજા પલાળતાં લોકો

જયપુર
જયપુરમાં હોળીનો આનંદ માણતાં વિદેશી પર્યટક

ગુવાહાટી
ગુવાહાટીમાં હોળીનો આનંદ માણતાં યુવકો

અલ્હાબાદ
અલ્હાબાદમાં લોકોએ કંઇક આ રીતે ઉજવી હોળી

હૈદ્વાબાદ
હૈદ્વાબાદમાં હોળીનો કંઇક આ રીતે આનંદ માણતી બે છોકરીઓ

શ્રીનગર
હોળી પર એકબીજાને કંઇક આ રીતે મળતી મહિલાઓ

મુંબઇ
મુંબઇના જૂહૂમાં હોળી પર મસ્ત મુદ્રામાં એક વિદેશી પર્યટક

અમદાવાદ
અમદાવાદમાં હોળી દરમિયાન જનતા પર રંગની વર્ષા કરતાં એક સાધુ

મથુરા
મથુરામાં હોળી પર પુરૂષના કપડાં ફાડતી એક મહિલા

મથુરા
મથુરાના દાઉજી મંદિરમાં હોળીના જશ્નમાં સામેલ સ્ત્રી અને પુરૂષ