For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીતળ દરિયાના કાંઠે હુફાળુ પાણી, અહીંં લોકો મેળવે છે હોટનેસ

|
Google Oneindia Gujarati News

વિશ્વ અનેક વિવિધતા અને આશ્ચર્યોથી ભરેલું છે, આપણે જ્યારે વિશ્વના પ્રવાસે નિકળીએ ત્યારે એવી અનેક આશ્ચર્ય પમાડે તેવી બાબતો આપણી સામે આવતી હોય છે. એમાનો જ એક છે, ન્યુઝીલેન્ડમાં આવેલો હોટ વૉટર બીચ. આ બીચ માત્ર ન્યુઝીલેન્ડ જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાના ગરમ પાણીના કૂંડા માટે જાણીતો છે. ન્યુઝીલેન્ડના કોરોમંડેલ પેનિન્સુએલા ખાતે આવેલા આ બીચમાં પ્રવાસી દરિયાકાંઠે ગરમ પાણીના કૂંડમાં પોતાના શરીરને હૂંફ આપવા માટે મોટી માત્રામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત માટે મક્કા, હરિદ્વાર અને કાશીથી કમ નથી સાપુતારા

જ્યારે તમે અહીં આવો ત્યારે લો અને હાઇ ટાઇડ દરમિયાન બે અન્ડરગ્રાઉન્ડ હોટ સ્પ્રીંગમાંથી ગરમ પાણી બહાર આવે છે. તેની મજા માણવા માટે તમે દરિયાની રેતીમાં નાના પૂલ તૈયાર કરી શકો છો જેમાં આ ગરમ પાણી ભરાયેલું રહે છે, જે તમને હૂફની અનુભૂતિ કરાવે છે. આ ગરમ પાણીનો આનંદ સૌથી વધારે લો ટૂ મીડ ટાઇડ દરમિયાન લેવામાં આવે છે. ત્યારે રેતીમાંથી ગરમ પાણી વધારે બહાર આવે છે. કહેવાય છેકે લો ટાઇડના બે કલાક પહેલા અને પછી તેનો આનંદ લેવો અદભૂત ગણાય છે.

આ પણ વાંચોઃ એક એવું મંદિર જ્યાં પડ્યાં હતા માતા સતીના બે નયન

આ સમયગાળા દરમિયાન મોટી માત્રામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે આ બીચ પર આવે છે અને ગરમ પાણીની મજા માણે છે. પ્રવાસી એક આખો દિવસ આ બીચ પર વિતાવે છે કૂંડા બનાવે છે અને તેમાં ગરમ પાણીમાં બેસીને પોતાના શરીરને રિલેક્ષ કરે છે. એ સમયે તેનું ટેમ્પરેચર 64 ડિગ્રી સેલ્સિયસ હોય છે, તેથી દરિયાના પાણીને આ કૂંડામાં ભેગું કરવાની મંજૂરી પણ ત્યાની ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ આતંકના ઓછાયામાં મુક્તપણે મહેકતી સુંદરતા

જો કે, જ્યારે તમે આ બીચની મુલાકાત લેવા જાઓ ત્યારે કેટલીક તકેદારીના પગલાં ભરવા પડે છે, કારણ કે આ ગરમ પાણી દરિયાના પાણીની ઘણી નજીક હોય છે, જેથી દરિયામાં લો ટાઇડ અને હાઇ ટાઇડ થયા છે, ત્યારે ગરમ પાણીની મજા માણી રહેલા પ્રવાસી જો તકેદારી ન રાખે તો લો-હાઇ ટાઇડ દરમિયાન આવતા મોજા તેમને દરિયામાં ખેંચીને લઇ જઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ન્યુઝીલેન્ડમાં આવેલાં હોટ વૉટર બીચને.

ગરમ પાણીના કૂંડાની મજા માણતા પ્રવાસીઓ

ગરમ પાણીના કૂંડાની મજા માણતા પ્રવાસીઓ

મોટી માત્રામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે આ બીચ પર આવે છે અને ગરમ પાણીની મજા માણે છે. પ્રવાસી એક આખો દિવસ આ બીચ પર વિતાવે છે કૂંડા બનાવે છે અને તેમાં ગરમ પાણીમાં બેસીને પોતાના શરીરને રિલેક્ષ કરે છે.

ટેમ્પરેચર 64 ડિગ્રી સેલ્સિયસ

ટેમ્પરેચર 64 ડિગ્રી સેલ્સિયસ

એ સમયે તેનું ટેમ્પરેચર 64 ડિગ્રી સેલ્સિયસ હોય છે, તેથી દરિયાના પાણીને આ કૂંડામાં ભેગું કરવાની મંજૂરી પણ ત્યાની ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે.

ગરમ પાણીનો આનંદ

ગરમ પાણીનો આનંદ

આ ગરમ પાણીનો આનંદ સૌથી વધારે લો ટૂ મીડ ટાઇડ દરમિયાન લેવામાં આવે છે. ત્યારે રેતીમાંથી ગરમ પાણી વધારે બહાર આવે છે. કહેવાય છેકે લો ટાઇડના બે કલાક પહેલા અને પછી તેનો આનંદ લેવો અદભૂત ગણાય છે.

હોટ સ્પ્રીંગમાંથી ગરમ પાણી બહાર આવે છે

હોટ સ્પ્રીંગમાંથી ગરમ પાણી બહાર આવે છે

તમે અહીં આવો ત્યારે લો અને હાઇ ટાઇડ દરમિયાન બે અન્ડરગ્રાઉન્ડ હોટ સ્પ્રીંગમાંથી ગરમ પાણી બહાર આવે છે. તેની મજા માણવા માટે તમે દરિયાની રેતીમાં નાના પૂલ તૈયાર કરી શકો છો જેમાં આ ગરમ પાણી ભરાયેલું રહે છે, જે તમને હૂફની અનુભૂતિ કરાવે છે.

વિશ્વભરમાં જાણીતો છે આ બીચ

વિશ્વભરમાં જાણીતો છે આ બીચ

આ બીચ માત્ર ન્યુઝીલેન્ડ જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાના ગરમ પાણીના કૂંડા માટે જાણીતો છે. ન્યુઝીલેન્ડના કોરોમંડેલ પેનિન્સુએલા ખાતે આવેલા આ બીચમાં પ્રવાસી દરિયાકાંઠે ગરમ પાણીના કૂંડમાં પોતાના શરીરને હૂંફ આપવા માટે મોટી માત્રામાં આવે છે.

તકેદારીના પગલાં

તકેદારીના પગલાં

જ્યારે તમે આ બીચની મુલાકાત લેવા જાઓ ત્યારે કેટલીક તકેદારીના પગલાં ભરવા પડે છે, કારણ કે આ ગરમ પાણી દરિયાના પાણીની ઘણી નજીક હોય છે, જેથી દરિયામાં લો ટાઇડ અને હાઇ ટાઇડ થયા છે, ત્યારે ગરમ પાણીની મજા માણી રહેલા પ્રવાસી જો તકેદારી ન રાખે તો લો-હાઇ ટાઇડ દરમિયાન આવતા મોજા તેમને દરિયામાં ખેંચીને લઇ જઇ શકે છે.

English summary
Hot Water Beach is a beach on the east coast of the Coromandel Peninsula, New Zealand. The beach is a popular destination both for locals and tourists visiting New Zealand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X