For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ યૂનિક ડેસ્ટિનેશન કરી દેશે આપને ટેંશન ફ્રી...

|
Google Oneindia Gujarati News

આપણામાંથી એવા ઘણા લોકો હશે જેમને મોજમસ્તી, ફન, એડવેંચર, ભીડભાડ ભરેલી પાર્ટી અને લાઉડ મ્યૂઝિક ખૂબ જ પસંદ હોય છે. આવા લોકોનું એ માનવું છે કે આપ અઠવાડિયા સુધી કામ કરો છો તો આ બધી વસ્તુઓ એવી છે જે આપને આપના કામના પ્રેશરથી થોડી પળો માટે દૂર કરે છે અને થોડા રાહતના શ્વાસ આપે છે. જ્યારે બીજી તરફ ઘણા લોકો એવા પણ છે જેમનું એ માનવું છે કે પ્રકૃતિ જ તે તત્વ છે જે વ્યક્તિની ચિંતાઓને હરવાની ક્ષમતા ધરાવે છે.

તો આ જ ક્રમમાં આજે અમારો આ લેખ એ લોકો માટે છે જે કોઇ શાંત સ્થાનમાં જઇને પ્રકૃતિના વરદાનને અનુભવવા માગે છે અને તેમાં ખોવાઇ જવા માગે છે. અત્રે નોંદનીય છે કે આજે ભારતમાં ઘણા એવા ડેસ્ટિનેશન છે જેમના અંગે લોકો ઓછું જાણે છે પરંતુ આ ડેસ્ટિનેશન ખૂબ જ સુંદર છે સાથે જ લોકોની ઓછી અવરજવરના કારણે શાંત પણ છે.

તો આવો બીજી કોઇ વાતો નહીં કરતા સીધા આવીએ પોઇંટ પર અને વાત કરીએ એવા શાંતિપૂર્ણ અને આહલાદ્દક ડેસ્ટિનેશનની જે આપના અશાંત મનને અપાર શાંતિ બક્ષશે..

ભારતના ટોપ યૂનિક ડેસ્ટિનેશનને જુઓ અને જાણો તસવીરોમાં...

ભારતના ટોપ યૂનિક ડેસ્ટિનેશન

ભારતના ટોપ યૂનિક ડેસ્ટિનેશન

અહીં વાત કરીશું એવા શાંતિપૂર્ણ અને આહલાદ્દક ડેસ્ટિનેશનની જે આપના અશાંત મનને અપાર શાંતિ બક્ષશે.. ભારતના ટોપ યૂનિક ડેસ્ટિનેશનને જુઓ અને જાણો તસવીરોમાં...

ગોકર્ણ

ગોકર્ણ

દક્ષિણ ભારતના કર્ણાટકમાં મેંગલોરની પાસે સ્થિત ગોકર્ણ, એક પ્રમુખ તીર્થ સ્થળ હોવા ઉપરાંત એક પ્રમુખ બીચ ડેસ્ટિનેશન પણ છે. આ સ્થાન, બે નદિયો અગ્નિશિનિ અને ગંગાવલીના સંગમ પર સ્થિત છે. જો આપ આ શહેરને ઉંચાઇથી જોશો તો આપને આ શહેરની આકૃતિ ગાયના કાન જેવી લાગશે અને લગભગ જ એ જ કારણ છે કે આ સ્થાનનું નામ ગોકર્ણ પડ્યું. આપને બતાવી દઇએ કે આજે ગોકર્ણ, ધીરે ધીરે એક પ્રમુખ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. અત્રે ઘણા સુંદર તટ છે જે જોવામાં ગોવાના તટો જેવા લાગે છે. અત્રેનું કુડેલ તટ, ગોકર્ણ તટ, હાફ મૂન તટ, પેરેડાઇઝ તટ અને ઓમ તટના પાંચ પ્રમુખ તટ છે જે પ્રવાસીઓનું મન મોહી લે છે. જોકે ખૂબ જ ઓછા લોકો અહીં આવે છે માટે આપ શાંતિને પ્રકૃતિની વચ્ચે અનુભવ કરવા ઇચ્છતા હોવ તો આપ અત્રે ચોક્કસ આવો.

કોપ્પા

કોપ્પા

જો આપ ભીડ ભાડથી દૂર થોડી શાંતિની પળો પસાર કરવા માંગતા હોવ તો આપ કર્ણાટકમાં સ્થિત કોપ્પા ચોક્કસ આવો. આ સ્થાન ચિકમંગલૂર જિલ્લા હેઠળ આવે છે. આપને બતાવી દઇએ કે વર્તમાનમાં આ સ્થાન પોતાની સુંદરતા અને કૉફી પ્લાંટેશન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. નોંધનીય છે કે વર્તમાનમાં અત્રે મોટી સંખ્યામાં હોમ-સ્ટે છે, માટે અત્રે રોકાવા સંબધિત મુશ્કેલીઓ પણ નથી નડતી. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ છે, માટે ખાસ સૂચના કે આપ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનું ચૂકતા નહીં.

મંદરમણિ

મંદરમણિ

મંદરમણિ, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી 180 કિમી દૂર આવેલ એક નાનકડુ ગામ છે જે એક સુંદર દરિયા કિનારા પર વસેલું છે. જોકે આ સ્થળ એક ગુમનામ ડેસ્ટિનેશન છે, માટે આપને અત્રે ખૂબ જ ઓછા લોકો જોવા મળશે. આ સ્થાન તેમના માટે છે જે હંમેશા કુદરતના ખોળામાં રહેવાનું પસંદ કરે છે. જો આપ અત્રે જઇ રહ્યા હોવ તો આપ પામ અને નારિયલના ઝાડની વચ્ચે મોર્નિંગ અથવા ઇવનિંગ વૉલ્ક, ફિશિંગ, સ્વિમિંગ કરવું ના ભૂલો. લાલ કરચલા આ સ્થળની ખાસિયત છે, રેતી પર ચાલતા લાલ કરચલાઓને જોઇને જ આપ મંત્રમુગ્ધ થઇ જશો.

સુંદરવન

સુંદરવન

સુંદરવન ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વિભાજીત મોટું મેન્ગ્રોવ સંરક્ષિત વિસ્તાર છે. જોકે આ રાષ્ટ્રીય ઉદ્યાનનો એક મોટો ભાગ બાંગ્લાદેશમાં છે, ભારતમાં માત્ર એક તૃતિયાંશ ભાગ પ્રવાસીય સુવિધાઓ અને સરળતાથી પહોંચવાને કારણે , પ્રવાસીઓની પસંદ બનેલું છે. સુંદરબન સંરક્ષિત વિસ્તારની યાત્રા કરવાનો અનુભવ આપને જીવનભર યાદ રહેશે. આ ક્ષેત્ર યૂનેસ્કો દ્વારા જાહેર વિશ્વ ધરોહર સ્થળોમાંથી એક છે. આપને જણાવી દઇએ કે આ સ્થાન ફોટોગ્રાફર્સ માટે સ્વર્ગ છે અને તેમને અત્રે ઘણા અનોખા શોટ્સ મળી શકે છે.

કોલ્લમ

કોલ્લમ

કોલ્લમ સૌથી સારી રીતે પોતાના પ્રાચીન નામ ક્વીલોનના નામથી ઓળખાય છે, આ શહેર પોતાના વાણિજ્ય અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આ તટીય શહેર, અશ્તામુડી તળાવના તટ પર ફેલાયેલ છે. આપને જણાવી દઇએ કે આ શહેરે કેરળની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિને અસંખ્ય રીતે મોટાપાયે યોગદાન આપ્યું છે. ઇતિહાસમાં પણ એ વાતના પુરાવા મળી રહે છે કે ભૂતકાળમાં કોલ્લમનો ચીન, રોમ અને મધ્ય પૂર્વની સાથે મોટા વ્યાપારિક સંબંધો હતા. વિસ્તૃત અને વિવિધ નજારાઓના ઘણા વિકલ્પોના કારણે, કોલ્લમમાં આખુ વર્ષ પ્રવાસીઓ આવતા રહ્યા છે. જો આપ શાંતિની તલાશ અને નેચર સાથે લગાવ હોય તો અત્રે ચોક્કસ આવો.

સંપૂર્ણ ભારતના દુર્લભ અને સુંદર નજારા

સંપૂર્ણ ભારતના દુર્લભ અને સુંદર નજારા

તસવીરોમાં જોવા માટે અહીં ક્લિક કરો...તસવીરોમાં જોવા માટે અહીં ક્લિક કરો...

English summary
India is full of a great number of unique destinations. Take the help of this traveler's guide to the unique destinations of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X