For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ વાસ્તુકળાનું શાનદાર ઉદાહરણ પિન્ક સિટી જયપુર

|
Google Oneindia Gujarati News

જયપુર, ભારતના જૂના શહેરોમાનું એક છે, જે પિન્ક સિટીના નામથી પણ ઓળખાય છે. રાજસ્થાન રાજ્યની રાજધાની કહેવાતું જયપુર શહેર એક અર્ધ રણ ક્ષેત્રમાં સ્થિત છે. આ સુંદર શહેરમાં અંબેરના રાજા મહારાજા સવાઇ જયસિંહ દ્વિતીય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી બનાવવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું શહેર છે, જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું હતું.

આ સ્થળ હિન્દુ વાસ્તુકળાનું એક શાનદાર ઉદાહરણ છે, જે પિથાપડા રૂપ એટલે કે આઠ ભાગોના મંડળમાં બનેલું છે. રાજા સવાઇ સિંગ માઘોં, ખગોળ વિજ્ઞાન અંગે જાણકારી રાખતા હતા અને આ કારણ તેમણે નવ અંકને વધુ મહત્વ આપ્યુ અને શહેરના નિર્માણમાં 9નું ધ્યાન રાખ્યું. આ નવ અંક, નવ ગ્રહોના પ્રતીક હોય છે. જયપુર શહેર, પોતાના કિલ્લા, મહેલો અને હવેલીઓથી વિખ્યાત છે. વિશ્વભરના પ્રવાસી ભારી સંખ્યામાં ભ્રમણ કરવા આવે છે. દૂર-દૂરના ક્ષેત્રોના લોકો અહી પોતાની ઐતિહાસિક વિરાસતના સાક્ષી બની આ સમૃદ્ધ સંસ્કૃતિ અને પંરપરાને જોવા આવે છે. અંબેર કિલ્લો, નાહરગઢ કિલ્લો, હવા મહેલ, શીશ મહેલ, ગણેશ પોલ અને જલ મહેલ, જયપુરના લોકપ્રીય પર્યટક સ્થળોમાના એક છે.

મહેલો અને કિલ્લો ઉપરાંત જયપુર શહેર મેળા અને તહેવારો માટે ઘણું પ્રસિદ્ધ છે. અહીના લોકપ્રીય વાર્ષિક તહેવારોમાંથી એક જયપુર વિંટેજ કાર રેલી છે, જેનું આયોજન દર વર્ષે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવે છે. આ કાર રેલી એક પ્રમુખ આ આકર્ષણનું કેન્દ્ર હોય છે, જે પ્રવાસીઓ વચ્ચે ખાસ્સી પ્રસિદ્ધ છે. કાર પ્રેમી અહી આવીને વિંટેજ કાર્સ જેમકે, મર્સિડીઝ, ઑસ્ટિન અને ફિએટ વિગેરે અદ્ભૂત સંગ્રહ જોઇ શકે છે. તેમાં કેટલીક કાર્સમાં 1900મી સદીની છે.

અન્ય પ્રસિદ્ધ ઉત્સવોમાનું એક મહોત્સવ એલીફેન્ટ ફેસ્ટિવલ પણ છે, જેનું આયોજન દર વર્ષે હોળીના અવસરે કરવામાં આવે છે, જે હિન્દુઓનું મુખ્ય પર્વ હોય છે. આ મહોત્સવમાં અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તૃત કરવામાં આવે છે, સાથે જ જીવંત હાથીઓને સજા કરીને લાવવામાં આવે છે. એ ઉપરાંત, ગણગૌર, મહોત્સવ પણ ઘણુ જ લોકપ્રીય છે, ગણગૌરનો અર્થ થાય છે શિવ અને પાર્વતી. ગણ અર્થાત હિન્દુઓના ભગવાન શિવ અને ગૌર અર્થાત ભગવાન શિવના પત્ની પાર્વતી. આ તહેવાર વૈવાહિક જીવનમાં ખુશીનું પ્રતીક હોય છે. જયપુરના કેટલાક તહેવારો અને મેળાઓનું બાણગંગા મેળા, તીજ, હોળી અને ચાકસૂ મેળા પણ લોકપ્રીય છે.

ટ્રેડિશનલ પપેટ શો

ટ્રેડિશનલ પપેટ શો

જયપુરમાં યોજાયેલો ટ્રેડિશનલ પપેટ શો

પારંપરિક કપડાં

પારંપરિક કપડાં

જયપુરમાં પારંપરિક કપડાં

શિલા દેવી મંદિર

શિલા દેવી મંદિર

જયપુરમાં આવેલું શિવ દેવી મંદિર

જયગઢ ફોર્ટ

જયગઢ ફોર્ટ

જયપુરમાં આવેલો જયગઢ ફોર્ટ

જયગઢ ફોર્ટ

જયગઢ ફોર્ટ

જયપુરમાં આવેલો જયગઢ ફોર્ટ

સમોદે પેલેસ

સમોદે પેલેસ

જયપુરમાં આવેલા સમોદે પેલેસ

ચંદ્ર મહેલ

ચંદ્ર મહેલ

જયપુરમાં આવેલો ચંદ્ર મહેલ

જયગઢ ફોર્ટનું એક દ્રશ્ય

જયગઢ ફોર્ટનું એક દ્રશ્ય

જયપુરમાં આવેલા જયગઢ ફોર્ટનું એક દ્રશ્ય

નાહરગઢ કિલ્લો

નાહરગઢ કિલ્લો

જયપુરમાં આવેલો નાહરગઢ કિલ્લો

લક્ષ્મી નારાયણ મંદિર

લક્ષ્મી નારાયણ મંદિર

જયપુરમાં આવેલુ લક્ષ્મી નારાયણ મંદિર

આમ્બેર કિલ્લો

આમ્બેર કિલ્લો

જયપુરમાં આવેલો આમ્બેર કિલ્લો

જલ મહેલ

જલ મહેલ

જયપુરમાં આવેલો જય મહેલ

અલ્બર્ટ હૉલ

અલ્બર્ટ હૉલ

જયપુરમાં આવેલો અલ્બર્ટ હૉલ

હવા મહેલ

હવા મહેલ

જયપુરમાં આવેલો હવા મહેલ

જંતર મંતર સન ડાયલ

જંતર મંતર સન ડાયલ

જયપુરમાં આવેલું જંતર મંતર સન ડાયલ

સિટી પેલેસ

સિટી પેલેસ

જયપુરમાં સિટી પેલેસ, દીવાન એ ખાસ

English summary
Jaipur, popularly known as the ‘Pink City’, is a beautiful old city of India. The capital of Rajasthan, Jaipur, is situated in a semi desert territory. This picturesque city was built by Maharaja Sawai Jai Singh II, King of Amber, with the help of an architect from Bengal known as Vidyadhar Bhattacharya. It is also the first city of India which was planned according to the ‘Vaastu Shastra’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X