
મહેલો અને કિલ્લાઓનો જાદૂ ધરાવે છે કોટા
રાજસ્થાન રાજ્યમાં સ્થિત પ્રમુખ શહેરોમાંનું એક કોટા પણ છે. જે ચંબલ નદીના કિનારે વસેલું છે. આ રાજ્યને ઔદ્યોગિક રાજધાની તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ શહેરમાં અનેક પાવર પોઇન્ટ અને ઉદ્યોગ સ્થાપિત છે. એશિયાનો સૌથી મોટો ફર્ટિલાઇઝર પ્લાન્ટ પણ કોટામાં સ્થિત છે. ગુજરાત અને દિલ્હી વચ્ચે વ્યાપાર માટે કોટા એક પ્રમુખ કેન્દ્રના રૂપમાં કાર્ય કરે છે. કોટાને શિક્ષણનું હબ પણ માનવામાં આવે છે, કારણ કે અહી દેશની અનેક જાણીતી, ગિરામી એન્જીનીયરિંગ કોલેજ અને સંસ્થાઓ આવેલી છે, જે શિક્ષા ક્ષેત્રમાં નંબર વન શ્રેણીમાં આવે છે.
રાજસ્થાનનો એક ભાગ હોવાના કારણે અહી હવેલી, મહેલ, કિલ્લા અને અન્ય આકર્ષક સ્થળ છે, જે પ્રવાસીઓને કોટા આવવા માટે મજબૂર કરી શકે છે. આ ઉપરાંત અહી વિભિન્ન ધાર્મિક કેન્દ્ર પણ છે, જે ઘણા પ્રસિદ્ધ છે. ગુરુદ્વારા આજમગઢ સાહેબ, ગોદાવરી ધામ મંદિર, ગારાડિયા મહાદેવ મંદિર અને મથુરાધીશ મંદિર કોટાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાના એક છે. કોટામાં આઝમગઢ સાહેબ સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાનું એક છે. એવુ માનવામાં આવે છેકે અહી રાખવામાં આવેલા કટાર અને લાકડીના ચંપલની જોડી, શીખોના દશમાં ગુરુ ગુરુનાનકજીની છે.
આ સ્થળ એક પ્રખ્યાત કવી અયોધ્યા સિંહ ‘હરિઉદ્ધ'નું જન્મસ્થળ પણ છે. કોટાની તમામ વિખ્યાત સ્મારકોમાં જગમંદિર પેલેસનો એક વિશાળ ઐતિહાસિક મહત્વ છે. આ સ્મારક, શાનદાર લાલ પથ્થરથી બનેલો છે, જે સુંદર કૃત્રિમ કિશોર સાગર ઝીલની વચ્ચે સ્થિત છે. પ્રવાસી આ મહેલ સુધી નાવડીથી પહોંચી શકે છે. આ પેલેસમાં બે પ્રસિદ્ધ સંગ્રહાલય પણ છે, જેમનું નામ શાસકીય સંગ્રહાલય અને મહારાજા માઘો સિંહ સંગ્રહાલય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના કોટાને.

દરા વન્ય પ્રાણી અભ્યારણ્ય
કોટામાં આવેલું દરા વન્ય પ્રાણી અભ્યારણ્ય

કોટા બૈરાજ
કોટામાં આવેલું બૈરાજ

રાજકીય સંગ્રહાલય
કોટામાં આવેલો રાજકીય સંગ્રહાલય

ચંબલ ગાર્ડન
કોટામાં આવેલું ચંબલ ગાર્ડન

જગ મંદિર પેલેસ
કોટામાં આવેલો જગ મંદિર પેલેસ

ગોદાવરી ધામ
કોટામાં આવેલું ગોદાવરી ધામ

કોટા રેલવે સ્ટેશન
કોટામાં આવેલું રેલવે સ્ટેશન

કોટા સ્ટ્રીટ
કોટામાં આવેલી સ્ટ્રીટ

સિટી મૉલ
કોટામાં આવેલો કોટા મૉલ