For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકૃતિની ગોદમાં વૈભવતાનો અનુભવ એટલે કોવલમ

|
Google Oneindia Gujarati News

કોવલમ, કેરળની રાજધાની તિરુવનંતપુરમ નજીક સમુદ્ર તટ પર સ્થિત એક જાણીતું શહેર છે. આ શહેર શક્તિશાળી અરબ સાગરનો સામનો કરી રહ્યું છે. આ સમુદ્ર તટ તિરુવનંતપુરમના મુખ્ય શહેરથી દૂર નથી. શહેરના કેન્દ્રમાં તમને આ સુરમ્ય અને મનોહર સમુદ્ર તટ સુધી પહોચવા માટે 16 કિ.મીનું અંતર નક્કી કરવું પડે છે.

કોવલમ, મલયાલમ ભાષામાંથી લેવામાં આવેલો એક શબ્દ છે, જેનો અર્થ થાય છે કે નારિયેળના વૃક્ષોનું ઝાડીઓની જેમ ઉગવું. આ નામ આ શહેર માટે ઘણું જ ઉપયુક્ત છે, કારણ કે અહી નારિયેળના વૃક્ષોના નાના નાના જંગલ ઘણા જોવા મળી જશે. જેમકે કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે, તેવી જ રીતે કોવલમને દક્ષિણનું સ્વર્ગ કહેવામાં આવે છે.

આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઇતિહાસના કારણે ઇતિહાસ પ્રેમીઓની આ શહેરમાં ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છેકે કોવલમને પહેલીવાર ત્યારે મહત્વ મળ્યું જ્યારે ટ્રાવનકોરના શાસક, મહારાણી સેતુ લક્ષ્મીબાઇએ 1920માં કોઇ સમયે પોતાના માટે આ શહેરમાં એક બીચ રિસોર્ટનું નિર્માણ કરાવ્યું હતું. આ બીચ રિસોર્ટ કોવલમમાં આજે પણ હયાત છે અને તેને હેલ્સિઓન કૈસલ કહેવામાં આવે છે.

કોવલમને ફરી એકવાર પ્રસિદ્ધિ ત્યારે પ્રાપ્ત થઇ જ્યારે ટ્રાવનકોરના મહારાજા, જે મહારાણીના ભત્રીજા હતા, આ સમુદ્ર તટીય શહેરનો નિયમિત પ્રવાસ કરવા લાગ્યા અને સ્થાનિક કળા અને શિલ્પના સંરક્ષક બની ગયા. આ શહેરે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી જેના માટે ટ્રાવનકોર સામ્રાજ્યના યુરોપિયાન મહેમાનો ધન્યવાદને પાત્ર છે. 1930ના દશકા સુધી આ શહેરે પોતાને યુરોપીય દેશોતી આવનારા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સમુદ્ર તટીય સ્થળના રૂપમાં સ્થાપિત કરી લીધું હતું.

કોવલમે 1970ના દશકા દરમિયાન વિશ્વના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ ચરણ જોયું જ્યારે હિપ્પીઓએ તેને પોતાની ગતિવિધિનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો હિપ્પી ટ્રેલના ભાગના રૂપમાં ઘણી જ હિપ્પી કોવલમ પહોંચ્યા જ્યાં શ્રીલંકામાં સ્થિત સીલોન સુધી જવા માટે તેમના માર્ગમાં આવતું હતું. અચાનક આ સ્થળ નિષ્ક્રિય માછલી પકડનારા ગામોનું એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર બની ગયું. હવે તો ઘણા જ યુરોપિયન અને ઇઝરાયલી પ્રવાસીઓ દર વર્ષે અહી પ્રવાસ અર્થે આવે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના કોવલમને.

કરમના નદી

કરમના નદી

કોવલમમાં આવેલા થિરુવલ્લમ પરસુરામ મંદિર સ્થિત કરમના નદી

પ્રકાશસ્તંભ બીચ

પ્રકાશસ્તંભ બીચ

કોવલમમાં આવેલો પ્રકાશસ્તંભ બીચ

હવાહ બીચ

હવાહ બીચ

કોવલમમાં આવેલો હવાહ બીચ

વેલ્લાયની ઝીલ

વેલ્લાયની ઝીલ

કોવલમમાં આવેલી વેલ્લાયની ઝીલ

કોવલમ જામા મસ્જિદ

કોવલમ જામા મસ્જિદ

કોવલમમાં આવેલી જામા મસ્જિદ

વિજ્હિંજમ માછલી પકડવાનું બંદર

વિજ્હિંજમ માછલી પકડવાનું બંદર

કોવલમમાં આવેલું વિજ્હિંજમ માછલી પકડવાનું બંદર

કોવલમમાં આવેલું ચર્ચ

કોવલમમાં આવેલું ચર્ચ

કોવલમમાં આવેલા વિજ્હિંજમ ગામમાં આવેલું ચર્ચ

કોવલમમાં આવેલી મસ્જિદ

કોવલમમાં આવેલી મસ્જિદ

કોવલમમાં આવેલા વિજ્હિંજમ ગામમા આવેલી મસ્જિદ

વલિઅથુરા પિયર

વલિઅથુરા પિયર

કોવલમમાં આવેલા વલિઅથુરા પિયર

સમુદ્ર તટ

સમુદ્ર તટ

કોવલમમાં આવેલો સમુદ્ર તટ

અરુવિક્કારા

અરુવિક્કારા

કોવલમમાં આવેલો અરુવિક્કારા ડેમ

વિજ્હિંજમ રોક કટ ગુફાઓ

વિજ્હિંજમ રોક કટ ગુફાઓ

કોવલમમાં વિજ્હિંજમ રોક કટ ગુફાઓ

English summary
Kovalam is a well-known beach town situated near Thiruvananthapuram (erstwhile Trivandrum), the capital city of Kerala. The town stands facing the might Arabian Sea. The beach is not very far from the main city of Thiruvananthapuram; 16 km is all it takes for you to reach the picturesque beach of Kovalam from the city center.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X