• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રકૃતિના ખોળામાં નવાબી અહેસાસ એટલે માંડુ!

|

માંડુ, માંડવગઢ, અથવા શાદિયાબાદ, એક એવી ખુશીયોથી ભરેલી ભૂમિ છે જેણે સમય અને પ્રકૃતિના પ્રકોપને સહન કર્યો છે. આજે માંડુ પ્રર્યટનની દ્રષ્ટિએ પાછળ નથી. માલવાની પારંપરિક દાળ, દાળ-બાટી અને માલપુઆ અને અનય માલવા ભોજનની સાથે મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા માલવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે પર્યટકોને અત્રે આવવાનું સૌથી સારી તક પ્રદાન કરે છે.

માંડુનો પ્રવાસ, ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ જુનો છે અને અત્રે પ્રવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી ફરવા માટે આવે છે. આ શહેરમાં વાસ્તુકલાના ઘણા અદભૂત નમૂના જેમકે - દરવાજા, મસ્જીદ અને મહેલ, કિલ્લાના દરવાજા અને સ્મારકોના પ્રદેશ દ્વાર વગેરેનો સમાવેશ થાય છે. ભારતની પહેલી આરસપહાણની બનાવટ હોસાંગ મકરબો પણ માંડુમાં જ આવેલો છે, તેના વિશે કહેવામાં આવે છે કે તાજમહેલ બનાવવા માટે આજ મકબરાથી પ્રેરણા લેવામાં આવી હતી.

આ મકરબો, માંડુના પ્રવાસન સ્થળો ફરવાનો વિનમ્ર ભાગ છે. તો આવો આજે આપને લઇ જઇએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા આ ગૌરવશાળી અને આહલાદ્ક શહેર માંડુના પ્રવાસે.

સ્લાઇડરમાં જુઓ માંડુના ખાસ આકર્ષણો જેની મુલાકાત તમારે અચૂક કરવી જોઇએ...

કેવી રીતે આવશો માંડુ

કેવી રીતે આવશો માંડુ

માંડુ સુધી પહોંચવા માટે એર, રેલવે અને માર્ગ ત્રણેય સાધન ઉપલબ્ધ છે. માંડુ એક નાનું શહેર છે તેમ છતાં અત્રે હવાઇ માત્ર દ્વારા ઇન્દોરથી સરળતાથી પહોંચી શકાય છે. માંડુનું સૌથી નજીકનું એરપોર્ટ ઇન્દોર હવાઇ મથક છે, જે માંડુથી 100 કિમી.ના અંતરે છે. આ ઉપરાંત આપ અહીં રેલવે માર્ગથી પણ આવી શકો. માંડુથી નજીકનું રેલવે સ્ટેશન રતલામ છે, જે માંડુથી માત્ર 105 કિમી. છે. દેશના તમામ શહેરોથી, માંડુ પરિવહન માર્ગ સાથે જોડાયેલ છે. માટે આપ અહીં ટેક્સી કે તમારા પોતાના વાહનથી પણ પહોંચી શકો છો.

ફોટો કર્ટસી- nevil zaveri

બાજ બહાદુર મહેલ

બાજ બહાદુર મહેલ

બાજ બહાદુર મહેલ, 16મી સદીની એક ઇમારત છે જેમાં મોટું આંગણુ, મોટો હોલ અને એક ધાબાનો સમાવેશ થાય છે, અત્રેથી પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઇ જાય તેવા દ્રશ્ય જોવા મળે છે. આ મહેલને જોવા માટે દૂર દેશ-દુનિયામાંથી પ્રવાસીઓ અત્રે ઉમટી પડે છે. આ મહેલ, રૂપમતી અને બાજ બહાદૂરની વચ્ચેની પ્રેમ કહાણી માટે અન્ય પાસાંઓને દર્શાવે છે, જે ધર્મ અને દુનિયાદારીથી પર હતી.

ફોટો કર્ટસી- Bernard Gagnon

જામી મસ્જીદ

જામી મસ્જીદ

જામી મસ્જીદનું નિર્માણ 1454માં ગૌરી રાજવંશના શસકો દ્વારા કરાવવામાં આવ્યું હતું જે આજે પણ ઇતિહાસનો એક માત્ર મૂક દર્શક બનીને ઊભું રહી ગયું છે. આ સ્થળ, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અત્રેના થાંભલા અને માર્ગો, મસ્જીદ વિશે આત્મવિશ્લેષણ કરવાનો સમય પ્રદાન કરે છે અને જીવનના વ્યસ્ત સમયની વચ્ચે પણ આપને શાંતિનો અનુભવ કરાવે છે. આ ઇમારતની ભવ્યતા દમિશ્કની મહાન મસ્જીદની યાદ તાજી કરાવે છે.

ફોટો કર્ટસી- Bernard Gagnon

જહાજ મહેલ

જહાજ મહેલ

જહાજ મહેલ, માંડુનું એક સુંદર, સારી રીતે રાખવામાં આવેલ, ઐતિહાસિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ ભાગ છે. આ મહેલ બે તળાવ કાપુર અને મુંજ તળાવની વચ્ચે બનેલું છે જે જોવામાં જહાજ જેવું લાગે છે, એટલા માટે તેનું નામ જહાજ મહેલ રાખવામાં આવ્યું છે. આ મહેલને ખિજલી રાજવંશના ઘિયા-ઉદ-દીન ખિજલી દ્વારા બનાવડાવામાં આવ્યું હતું. આ મહેલ વ્યાભિચારી રાજાની ઘણી પત્નીઓનું નિવાસ્થાન હતું.

ફોટો કર્ટસી- Bernard Gagnon

વાઘ ગુફાઓ

વાઘ ગુફાઓ

વાઘ ગુફાઓ માંડુની પાસે જ આવેલી છે જે 9 ગુફાઓનું એક સમુહ છે અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે. આ ગુફાઓની અંદરની દીવાલો પર સુંદર અલંકરણ બનેલું છે, જે માંડુમાં જોવાલાયક સ્થળો છે. આ ગુફાઓનો સ્થાપના સમય નક્કી કરી શકાય તેમ નથી તોપણ લગભગ 400થી 700 ઇ.પૂની હશે. સૌથી ખાસ વાત એ છે કે આ ગુફાઓ આજ સુધી આટલા લાંબા સમય બાદ પણ પ્રકૃતિના મારથી બચેલી છે.

ફોટો કર્ટસી-Nikhil2789

રૂપમતી પૉવેલિયન

રૂપમતી પૉવેલિયન

રૂપમતી પૉવેલિયન એ સમયની સૌથી પ્રચલિત પ્રેમ ગાથાની સાક્ષી છે. આ મંડપમાં હજી પણ રાણી રૂપમતી અને બાજ બહાદૂરની પ્રેમ ગાથા એક સાક્ષીના રૂપમાં વિખ્યાત છે. આ પ્રેમ કહાણી, ધર્મ અને દુનિયાના ઘણા બંધોનોથી દૂર એક પ્રેમ ગાથા છે જે માંડુની ધરતી સાથે જોડાયેલ છે.

ફોટો કર્ટસી- Bernard Gagnon

દાઇનો મહેલ

દાઇનો મહેલ

દાઇનો મહેલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. માંડુ એક સમૃદ્ધ રાજ્ય હતું, અત્રેના સ્મારક, મહેલ અને ઇમારતો, પ્રકૃતિના ઘણા પ્રકોપોથી બચી ગયા અને આજે પણ માંડુના ઇતિહાસની સમૃદ્ધ ગાથા ગાય છે. દાઇનો મહેલ, માંડુ શહેરની વચ્ચો-વચ્ચ આવેલ છે જેનો શાબ્દિક અર્થ નર્સ અથવા સેવા કરનારી એવો થાય છે. અત્રે નોંધનીય છે કે નર્સને આખી દુનિયામાં વિભિન્ન કારણો માટે દરેક સંસ્કૃતિમાં રોયલ્ટી દ્વારા આયોજિત કરવામાં આવતું હતું.

ફોટો કર્ટસી- Zishaan

દરિયા ખાનનો મકરબો

દરિયા ખાનનો મકરબો

દરિયા ખાનનો મકરબો, માંડુની એક મહત્વપૂર્ણ કલાકૃતિ છે. આ મકરબાનની મુલાકાત એટલે જાણે કે આપ કોઇને કોઇ બીજા જ યુગમાં ફરાવી રહ્યા હોવ તેવી પ્રતીતિ થાય છે. અત્રે આવીને પ્રવાસીઓ કળાકૃતિઓ અને બારીક નકશીકામને જુવે છે જે ખૂબ જ અદભૂત છે. જેમ કે તેના નામથી જ સ્પષ્ટ થઇ જાય છે કે દરિયા ખાનની કબર અને તેમના વિશ્રામનું અંતિમ સ્થળ છે. આ મકરબો, હોસાઇ ગામ અને રેવા કુંડની વચ્ચે સ્થિત છે, આ લોકેશન પ્રવાસીઓની વચ્ચે આસપાસ સ્થિત અન્ય સ્થાનોની અપેક્ષાએ રોચક છે.

ફોટો કર્ટસી- Varun Shiv Kapur

હિંડોળા મહેલ

હિંડોળા મહેલ

હિંડોળા મહેલ, માંડુની શાહી ઇમારતોમાંની એક છે. આ હોસાંગ શાહના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ મહેલનો ઉપયોગ મુખ્ય રીતે દરબારના રૂપમાં કરવામાં આવતો હતો. જ્યા રાજા બેસીને પોતાની પ્રજાની સમસ્યાને સાંભળતા હતા. હિંડોળા મહેલનો શાબ્દિક અર્થ થાય છે-'ઝૂલતો મહેલ'. આ મહેલ જૂના સમયના રાજ્યો અને શાસનની ભવ્યતાનું પ્રતીક છે.

ફોટો કર્ટસી- Bernard Gagnon

હોસાંગ મકરબો

હોસાંગ મકરબો

હોસાંગ મકરબો ભારતની પહેલી આરસપફાણની સંરચના છે અને તે અફગાન સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. આ મકબરાની અવિશ્વનીય ગુંબદો, અને મેહરાબ, તાજમહેલ માટે પ્રેરણા રહી હતી. આ મકરબાના દ્વાર પર આસમાની જળહળતા સિતારા અને દક્ષિણ દ્વાર પર કમળના ફુલ અત્રેની સંરચનાને આકર્ષક બનાવે છે.

ફોટો કર્ટસી- Bernard Gagnon

રેવા કુંડ

રેવા કુંડ

રેવા કુંડ એક અન્ય સ્મારક છે જે બાજ બહાદૂર અને રૂપમતીની પ્રેમ કહાણીઓને સમર્પિત છે. રેવા કુંડ એક કૃત્રિમ તળાવ છે જેને બાજ બહાદુરે રૂપમતી મંડપમાં પાણી પુરુ પાડવા માટે બનાવડાવ્યું હતું. આ ઝીલમાં પ્રાકૃતિક પ્રસિદ્ધિ ઉપરાંત ધાર્મિક પ્રકૃતિ પણ છે. આ ક્ષેત્રની અન્ય ઝીલોની જેમ, આ ઝીલ પણ વર્તમાનમાં અસ્તિત્વમાં છે જે અત્રેના હિન્દુઓ દ્વારા સંરક્ષણમાં રાખવામાં આવ્યું છે.

English summary
Mandu tourism is famous for a lot of things. A lost tourist place, exquisite ruins and Malva cuisine. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more