For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું માંડવી બંદર પ્રવાસીઓ માટે સ્વર્ગ સરીખું છે, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

અમે અમારા ઘણા લેખોમાં પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતના મહત્વને દર્શાવી ચૂક્યા છીએ. એક પ્રવાસી માટે ભારતના પશ્ચિમી ભાગમાં આવેલા ગુજરાતમાં ઘણું બધું છે. આ સુંદર રાજ્યએ પોતાની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ક્રમમાં આજે અમે આપને અવગત કરાવીશું ગુજરાતના ખૂબ જ સુંદર ડેસ્ટિનેશન માંડવીથી.

માંડવી કચ્છનું પ્રમુખ બંદર છે તથા મુંબઇ અથવા સુરત પહેલા આ ગુજરાતનું પણ પ્રમુખ બંદર હતું. પૂર્વી આફ્રીકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વી એશિયાથી જહાજ અત્રે અરબ સાગરના આ બંદર પર આવતા હતા. કચ્છના રાજા ખેંગાર્જીએ ઇ.સ 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી. માંડવી ખૂબ જ ઝડપથી સમૃદ્ધ થયું કારણ કે તે ગુજરાતનું મહત્વપૂર્ણ બંદર બની ગયું હતું.

માંડવીની સંસ્કૃતિ કચ્છની વાસ્તવિક સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. વ્યાપારી અને નાવિક અત્રેના મુખ્ય રહેવાસીઓ છે. નોંધનીય છે કે માંડવી દાબેલી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. દાબેલીની શોધ વર્ષ 1960માં કેશવજી ગાભા ચુડાસમાએ કરી હતી. તો આવો પ્રવાસનની દ્રષ્ટિએ એવું શું છે માંડવીમાં જે આપે માંડવી પ્રવાસ દરમિયાન ચોક્કસ જોવું જોઇએ.

કરો માંડવીની યાત્રા તસવીરોમાં...

ભદ્રેશ્વર

ભદ્રેશ્વર

ભદ્રેશ્વર મુંદ્રા તાલુકાથી 32 કિમી.ના અંતર પર સ્થિત છે જે સમુદ્ર તટથી એક કિમીથી પણ ઓછા અંતરે આવેલ છે. આ ધાર્મિક સ્થળને એટલી પ્રશંસા નથી મળી જેટલી મળવી જોઇએ. ભદ્રેશ્વર ગુજરાતમાં સ્થિત જૈનીયોનું પ્રમુખ તીર્થસ્થળ છે. જોકે એ વાતનું કોઇ સ્પષ્ટ પ્રમાણ નથી કે તેની સ્થાપના ક્યારે થઇ હતી. એવું માનવામાં આવે છે કે પાર્શ્વનાથની વાસ્તવિક મૂર્તિ જે ઇ.સ 500 પૂર્વની છે, મુખ્ય મંદિરની આસપાસના 52 નાના નાના મંદિરોમાંથી એક છે. મુખ્ય મંદિર સફેદ આરસપહાણથી બનેલું છે તથા અત્રે શાનદાર સ્તંભ છે જે તેને એક સુંદર સ્થાન બનાવે છે.
ફોટો કર્ટસી- Chanchal Rungta

કોડે

કોડે

કોડે માંડવીથી 10 કિમી.ના અંતરે આવેલું છે તથા જૈન મંદિર માટે પ્રસિદ્ધ છે. અત્રે અલગ અલગ 72 મંદિરો છે. આ સ્થાનની ખાસ વાત તેનું નક્કાસી કામ છે જે કોઇપણ પ્રવાસીનું મન મોહી લે છે. જો આપ વાસ્તુમાં રસ દાખવતા હોવ તો આ સ્થળનું ચોક્કસ મુલાકાત લો.
ફોટો કર્ટસી- Gujarat Tourism

ક્રાંતિ તીર્થ

ક્રાંતિ તીર્થ

ક્રાંતિ તીર્થ અથવા શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલ (સ્મારક) માંડવીથી 4 કિમી. દૂર અરબ સાગરના સમુદ્ર તટની પાસે સ્થિત છે. આ સ્મારકનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 4 ઓક્ટોબર 2009ના રોજ નાખ્યો હતો. 56,318 વર્ગ ફૂટની આ સંરચનાને બનવામાં 14 મહીનાનો સમય લાગ્યો. આ સ્મારક 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દેશને સમર્પિત કરવામાં આવ્યું. આ સ્મારક માં સ્મૃતિ કળશમાં આ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને તેમની પત્ની ભાનુમતિની અસ્થિઓ રાખવામાં આવી છે.
ફોટો કર્ટસી- Chanchal Rungta

મુંદ્રા

મુંદ્રા

મુંદ્રા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે જે કચ્છના દક્ષિણી કિનારા પર મુંદ્રા તાલુકામાં સ્થિત છે. એક જમાનામાં આ બંદર પોતાના મીઠા અને મસાલાના વેપાર માટે ઓળખાતું હતું, પરંતુ હવે આ ટાઇ એન્ડ ડાઇ અને બ્લોક પ્રિંટ ટેક્સટાઇલ માટે ઓળખાય છે.
ફોટો કર્ટસી- Felix Dance

શિપબિલ્ડિંગ યાર્ડ

શિપબિલ્ડિંગ યાર્ડ

માંડવીનું શિપ બિલ્ડિંગ યાર્ડ રૂક્માવતી નદીના કિનારા પર સ્થિત છે. કુશલ કારીગરોને જહાજ બનાવતા જોવા એક યાદગાર અનુભવ હોય છે. આ જહાજ અને સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે બનાવે છે. અત્રે મુખ્ય રીતે લાકડાનો વેપાર થાય છે.
ફોટો કર્ટસી- Venkasub

વિજય વિલાસ મહેલ

વિજય વિલાસ મહેલ

વિજય વિલાસ મહેલનું નિર્માણ ઇ.સ 1929માં રાવ વિજરાજજીએ કરાવ્યું હતું. રાજપૂત શૈલીમાં બનેલ આ મહેલ એક શાનદાર સ્થાન છે. જેના મધ્યમાં એક ગુંબજ છે, કિનારાઓ પર બંગાળ ગુંબજ છે, રંગીન કાંચની દીવાલો છે અને પત્થરની દીવાલો પર સુંદર નક્કાશીકામ કરવામાં આવ્યું છે. આ મહેલ બોલીવુડની ઘણી ફિલ્મો જેમ કે લગાન અને હમ દિલ દે ચૂકે સનમમાં બતાવવામાં આવ્યું છે. આ મહેલનું નિર્માણ વિભિન્ન શહેરો જેવા જયપુર, રાજસ્થાન, બંગાળ અને કચ્છથી આવેલા વાસ્તુકારો અને કારીગરોએ કર્યું હતું. આ મહેલની મુલાકાત વાસ્તવમાં યાદગાર સાબિત રહે છે.
ફોટો કર્ટસી- nevil zaveri

નવજીવન નેચર કેર સેંટર

નવજીવન નેચર કેર સેંટર

ભુજ-કચ્છ રોડ પર પુનાદી પાટિયા ગામની પાસે સ્થિત નવજીવન નેચર કેર સેંટર વિભિન્ન પ્રકારની બીમારીઓ માટે પ્રાકૃતિક ઉપચાર જેવા પંચકર્મ, યોગ, ધ્યાન, નેચરોપેથી વગેરે પ્રદાન કરે છે. તેમની પાસે 40 હેક્ટરની જૈવિક કૃષિ ભૂમિ છે જ્યાં ફળ અને શાકભાજી તથા ઔષધી છોડ ઊગાડવામાં આવે છે.
ફોટો કર્ટસી- Gujarat Tourism

કેવી રીતે આવશો માંડવી

કેવી રીતે આવશો માંડવી

માંડવી આવવા માટે હવાઇ માર્ગ, રેલ માર્ગ અને સડક માર્ગ દ્વારા અત્રે પહોંચી શકાય છે.

  • ફ્લાઇટ દ્વારા- માંડવીનું નજીકનું હવાઇમથક સુરત છે જે 166 કિમીના અંતર પર સ્થિત છે જે માંડવીને ભારતના વિભિન્ન ભાગો સાથે જોડે છે.
  • રેલવે દ્વારા- માંડવીનું નજીકનું રેલવે સ્ટેશન મધી રેલવે સ્ટેશન, સુરત છે જે 175 કિમી.ના અંતરે આવેલું છે અને આ સ્ટેશન દ્વારા અત્રે દેશના અન્ય ભાગોથી જોડાયેલ છે.
  • સડક માર્ગ દ્વારા- અત્રેનું પરિવહનના સ્થાનીય સાધન જેમકે બસ, ટેક્સી અને ઑટો રીક્ષા વગેરે સરળતાથી ઉપલબ્ધ છે.

ફોટો કર્ટસી- Smeet Chowdhury

English summary
Mandvi in Gujarat is famous for its spectacular beaches and beautiful port. Take a look at the places to see in Mandvi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X