For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૉનસૂન દરમિયાન આ ડેસ્ટિનેશન્સ છે તમિલનાડુની યાત્રાના હૉટ સ્પોટ્સ

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે જ્યારે પણ આપ દક્ષિણ ભારતમાં આવેલા રાજ્ય તમિલનાડુની કલ્પના કરો છો, તો તમારા માનસપટલ પર ગરમી, પરસેવો, ધુમ્મસ, વગેરે જેવા અકળાવનારા દ્રશ્યો ઉપસી આવે છે. એવું એટલા માટે કારણ કે ભૂગોળના પુસ્તકોથી લઇને આપણા પરિચિતોએ આપણને આવું જ જણાવ્યું છે, કે ભારતનું આ એક એવું રાજ્ય છે જ્યાં આખું વર્ષ ગરમી પડે છે.

કેટલીંક હદ સુધી લોકો દ્વારા તમિલનાડુના સંબંધમાં બતાવવામાં આવેલી આ વાતો સત્ય પણ છે. પરંતુ આ વાતો ઉપરાંત તમિલનાડુ ભારતનું એક એવું રાજ્ય છે જે પોતાના મંદિરો, તેની વાસ્તુકલા અને પોતાની અનોખી તમિલિયન સભ્યતા અને સંસ્કૃતિના પગલે દેશ-દુનિયાના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આપને આ સુંદર રાજ્યને નજીકથી જોવાની અને જાણવાની ઇચ્છા હોય, અત્રેની સંસ્કૃતિને ઊંડાણપૂર્વક સમજવું હોય તો અમારૂ સૂચન છે આપ આ રાજ્યની મુલાકાત વરસાદી મોસમમાં લો.

આજે આ આર્ટિકલમાં અમે આપને બતાવીશું તમિલનાડુના એ ડેસ્ટિનેશનોથી જેમની યાત્રા આપને મોનસૂનમાં ચોક્કસ કરવી જોઇએ. તો હવે શેની રાહ જોઇ રહ્યા છો આવો જાણીએ કે રિમઝિમ વરસાદની વચ્ચે તમિલનાડુના એ કયા સ્થળો છે જેની યાત્રા આપે ચોક્કસ કરવી જોઇએ...

કોડૈકાનલ

કોડૈકાનલ

આ મૉનસૂન પહાડોની રાણી કહેવાતા કોડૈકાનલથી સારુ બીજું શું હોઇ શકે. કોડૈકાનલ પશ્ચિમી ઘાટમાં પલાની પહાડિયોમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને લોકપ્રિયતાના કારણે હિલ સ્ટેશનોની રાજકુમારીના રૂપમાં જાણીતું છે. તમિલનાડુના ડિંડાગુલ જિલ્લામાં સ્થિત શહેર સમુદ્ર તટથી 2133 મીટરની ઊંચાઇ પર એક પઠારની ઉપર છે. તો આ મૉનસૂન કોડૈકાનલ આવો અને વરસાદને એન્જોય કરો.
ફોટો કર્ટસી - C/N N/G

કુન્નૂર

કુન્નૂર

કુન્નૂર એક એવું હિલ સ્ટેશન છે જે અત્રે આવનારા પ્રવાસીઓના માનસ પટલ પર અમિટ છાપ ડોડી જાય છે. જેમાં નાનપણની સાધારણ અને આશ્ચર્ય કરી દેનારી યાદો તાજી થઇ જાય છે. ઉટકામુંડના વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશનની નજીક આ હિલ સ્ટેશન પર આવ્યા બાદ આપ અહીં વાદળોમાં ખોવાઇ જશો. સમુદ્રતળથી 1850 મીટરની ઉંચાઇ પર સ્થિત આ નાનકડા શહેરના વાતાવરણથી આપને તુરંત પ્રેમ થઇ જશે.
ફોટો કર્ટસી - Thangaraj Kumaravel

ઉટી

ઉટી

ઉટી નીલગિરીની સુંદર પહાડીઓમાં સ્થિત એક સુંદર શહેર છે. આ શહેરનું આધિકારિક નામ ઉટકમંડ છે તથા પ્રવાસીઓની સુવિધા માટે આને ઉટીનું ટૂંકું નામ આપવામાં આવ્યું છે. ભારતના દક્ષિણમાં સ્થિત આ હિલ સ્ટેશનમાં ઘણા પ્રવાસીઓ આવે છે. આ શહેર તમિલનાડુના નીલગિરી જિલ્લાનો એક ભાગ છે. ઉટી શહેરના ચારે બાજુ નીલગિરી પહાડીઓના કારણે તેની સુંદરતા વધી જાય છે. આ પહાડિયોને બ્લૂ માઉન્ટેન પણ કહેવામાં આવે છે.
ફોટો કર્ટસી - Swaminathan

યેલાગિરી

યેલાગિરી

યેલાગિરીને એલાગિરી પણ કહે છે, આ તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં વસેલ નાનકડું હિલ સ્ટેશન છે અને તેને પ્રવાસીઓનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. તેનો ઇતિહાસ પ્રવાસીય સમયનો છે જ્યારે આખું યેલાગિરી ત્યાના જમીનદારોની ખાનગી સંપત્તિ હતી, જેમના ઘર આજે પણ રેડ્દીયુરમાં હયાત છે. 1950ના દાયકાની શરૂઆતમાં, ભારત સરકાર દ્વારા યેલાગિરી લઇ લેવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - McKay Savage

કોટાગિરી

કોટાગિરી

નીલગિરી જિલ્લામાં સ્થિત કોટાગિરીને એક પ્રમુખ હિલ સ્ટેશન હોવાના નાતે તેને કુન્નૂર અને ઉટીની શ્રેણીમાં રાખી શકાય છે. આ ત્રણેયમાં ઘણા મામલામાં સૌથી પાછળ છે, પરંતુ સુંદર વાતાવરણના મામલામાં સૌથી પાછળ નથી. અહીંથી જ ઇસાઇ મિશનરીના પુત્ર, રાલ્ફ થૉમશ હાચકિન ગ્રિફિથે વેદોના અનુવાદનો શુભારંભ કર્યો હતો. હિલ સ્ટેશન, સમુદ્ર સ્તરથી 1793 મીટરની શાનદાર ઊંચાઇ પર સ્થિત છે, અને ટ્રેકિંગ અભિયાનો માટે એક સરસ સ્થાન છે.
ફોટો કર્ટસી - Thangaraj Kumaravel

યરકોડ

યરકોડ

યરકોડ તમિલનાડુની શેવારૉય પહાડિયોમાં સ્થિત છે તથા પૂર્વ પહાડીયોમાં સ્થિત એક હિલ સ્ટેશન છે. આ 1515 મીટરની ઉંચાઇ પર સ્થિત છે તથા અત્રેની પ્રાકૃતિક સુંદરતા અને ખુશમિજાજી મૌસમ ઘણા બધા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. યરકોડને ક્યારેક ક્યારેક ગરીબ લોકોનું ઉટકમંડલમ પણ કહેવામાં આવે છે કારણ કે પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉટીની તુલનામાં અત્રે વસ્તુઓ વધારે સસ્તી છે.
ફોટો કર્ટસી - Ananth BS

English summary
The monsoon getaways in Tamil Nadu are many. Check out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X