ભારતના ટોપ 8 સુંદર પરંતુ ગુમનામ સ્મારક પર એક નજર...
પ્રવાસનો આનંદ માણવો ભાગ્યે જ કોઇને પસંદ નહીં હોય, મોટા ભાગના લોકો એવું ઇચ્છતા હોય છે કે ખાલી સમયમાં કે રજાઓમાં તેઓ ક્યાંકને ક્યાંક ફરવા ચોક્કસ જાય. હવે જ્યારે આપનું ટ્રાવેલ ડેસ્ટિનેશન ઇન્ડિયા હોય તો પૂછવાનું શું. ફરવાની દ્રષ્ટિએ ભારતમાં એવું ઘણું બધું છે જે બીજે ક્યાંય નથી. ભારતમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે કોઇને પણ ચકરાવે ચડાવી શકે છે કે ક્યાં પ્રવાસ માટે કયા સ્થળની પસંદગી કરવી.
હંમેશા એ વાત ધ્યાનમાં આવી છે કે હરવા ફરવાના શોખીન મોટા ભાગના લોકો એવા જ સ્થળોની પસંદગી કરે છે જે ખૂબ જ જાણીતા અને પ્રચલિત છે, અને એવા સ્થળો, સ્મારકોને છોડી દે જે જે અંગે તેઓ નથી જાણતા. તો આ જ ક્રમમાં અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતના એ ગુમનામ સ્મારકોથી જેમની સુંદરતા કોઇ પણ પ્રવાસનને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.
આવો આ લેખ દ્વારા ઊંડાણપૂર્વક જાણીએ કે આખરે એવું શું કારણ છે જેના પગલે અમે આપને આ સુંદર સ્મારકોને ચોક્કસ જોવાનું સૂચન કરી રહ્યા છીએ.
ભારતના ટોપ સ્મારકોને જુઓ અને જાણો તસવીરોમાં...

સલીમ સિંહની હવેલી
સલીમ સિંહની હવેલી જૈસલમેર રેલવે સ્ટેશન નજીક આવેલી છે. આ સુંદર ઇમારતને સલીમ સિંહ દ્વારા 1885માં બનાવવામાં આવી હતી. તેને જહાજ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેની સામેનો ભાગ જહાજ જેવો દેખાય છે. ઇમારતની છત આસમાની કપોલોથી ઢંકાયેલ છે. પ્રવાસીઓ નક્કાશીદાર કોષ્ઠકોથી સજેલી છત, જે એક મોર જેવી દેખાય છે, તેને જોઇ શકે છે. સલીમ સિંહની હવેલીના પૂર્ણ થયા બાદ મેહતા પરિવાર આમાં રહેવા આવ્યું હતું. આ ઇમારતમાં 38 બાલ્કની છે જેની ડિઝાઇન એકબીજાથી સંપૂર્ણ રીતે અલગ છે. ઇમારતનો પ્રવેશ દ્વાર ઘણા હાથિયો દ્વારા સંરક્ષિત છે.

બડા બાગ(મોટો બગીચો)
બડા બાગ એક વિશાળ પાર્ક છે જે પોતાની શાહી સ્મારકોને છતરીયો માટે પ્રસિદ્ધ છે જેને વિભિન્ન ભટ્ટી શાસકો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. સૌની વચ્ચે રાજા મહારાવલ જૈત સિંહની કબર સૌથી પ્રાચીન સ્મારક છે. આ સ્થળ જેસલમેર શહેરથી 6 કિમીના અંતર પર સ્થિત છે. પાર્કની અંદર સ્મારકો ઉપરાંત, પ્રવાસીઓ જેતસાર ટાંકી, જૈત બાંધ અને એક ગોવર્ધન સ્તંભને પણ જોઇ શકો છો.

મકબરો મખદૂમ યાહ્યા મનેરી
રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત મખદૂમ યાહ્યા મનેરીનો મકબરો એક સૂફી સંત મખદૂમ યાહ્યા મનેરીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. ઇતિહાસ કારોનું માનીએ તો આ મકબરાનું નિર્માણ 13મી સદીમાં થયું હતું, કહેવાય છે કે અત્રે આવનાર સૌની મુરાદ પૂરી થાય છે. સ્થાનીય લોકોમાં આ સંતને લઇને ઘણી દંતકથાઓ પ્રચલિત છે.

ચીનીનો રોઝા
આ એક મકબરો છે અને તેનું નામ તેના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલ ચીની ટાઇલ્સ પરથી રાખવામાં આવેલું છે. ચીનીનો રોઝા મહાન વિધ્વાન અને કવિ અને મુગલ બાદશાહ શાહજહાંના પ્રધાનમંત્રી મુલ્લાહ શુકરુલ્લાહ શિરાજીની કલ્પનાનું પરિણામ છે. 1935માં નિર્મિત આ મકબરો યમુના નદીના કિનારા પર છે અને એતમાદુદ દૌલાના મકબરાથી 1 કિમી દૂર છે. ભારતમાં પોતાની રીતનો આ પહેલું નિર્માણ હતું, જેમાં વિસ્તૃત રીતે ચામાચિડીયા કાંચની ટાઇલ્સનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. માટે તેને ભારતમાં ભારતીય અને પર્સિયન વાસ્તુશિલ્પ શૈલીથી બનેલ ઐતિહાસિક સ્થળ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. મકબરાનું નિર્માણ લંબચોરસ આકારમાં કરવામાં આવ્યું છે, અને તેની દિવારોને રંગીન ટાઇલ્સથી સજાવવામાં આવ્યું છે અને તેની પર ઇસ્લામિક લખાણથી ચિહ્ન જોઇ શકાય છે.

કાંચ મહેલ
સિકંદરામાં અકબરના મકબરના બાજુમાં સ્થિત વર્ગાકાર કાંચ મહેલ મુગલ વાસ્તુ શિલ્પની વિશેષતાઓનું જીવતું જાગતું ઉદાહરણ છે. રેકોર્ડથી માલૂમ પડે છે કે તેનું નિર્માણ 1605થી 1619ની વચ્ચે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણમાં ટાઇલ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. માટે તેને કાંચ મહેલ કહેવામાં આવે છે. કાંચ મહેલનું નિર્માણ પહેલા શાહી મહિલાઓના હરમ તરીકે કરવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે બાદમાં આ સ્થળનો ઉપયોગ જહાંગીરે પોતાના શિકાર ગાહ તરીકે કર્યો.

એતમાદુદ દૌલાનો મકબરો
મુગલ બાદશાહ અકબરના બેટા જહાંગીરે પોતાની બેગમ નૂરજહાંના પિતા મિર્ઝા ગિયાસ બેગને એતમાદૂદ દૌલાનો ખિતાપ આપ્યો હતો. એતમાદુદ દૌલા અને તેની પત્ની અસ્મત જહાંનો આ મકબરો 1622થી 1628ની વચ્ચે તેની બેટી નૂરજહાએ બનાવવડાવ્યો હતો. આ મકબરાની ભવ્યતા અને મહિમાને જોતા એવું લાગે છે કે આ તાજમહેલની પ્રતિકૃતિ છે. આ કારણોસર તેને બેબી તાજ અને જ્વેલ બોક્સ પણ કહેવામાં આવે છે. એનએચ-2 પર આવેલ રામ બાગ સર્કલ અહીંથી બે કિમીના અંતર પર આવેલું છે.

માર્બલ પેલેસ
કોલકાતા સ્થિત માર્બલ પેલેસનું નિર્માણ રાજા રાજેન્દ્ર મલિક દ્વારા કરાયું હતું. આ સ્થળની ખાસ વાત એ છે કે અત્રે આવ્યા બાત આપને વાસ્તવિક બંગાલી વાસ્તુકલાના દર્શન થશે. આપને જણાવી દઇએ કે આ મહેલના નિર્માણમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરાયો છે. મહેલની સામે એક સુંદર ગાર્ડનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આજે પણ રાજવંશના લોકો અહીં રહે છે.

બોલગટ્ટી પેલેસ
કેરળના કોચ્ચિ સ્થિત બોલગટ્ટી પેલેસ ભારતનું એક માત્ર એવું મહેલ છે જેનું નિર્માણ કોઇ ભારતીય રાજાએ નથી કરાવ્યું. કહેવાય છે કે આ મહેલનું નિર્માણ 1744માં ડચ દ્વારા કરાવવામાં આવ્યું હતું અને તેને બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનો અને બહારના આક્રમણકારીઓથી બચવાનો હતો. આજે આ મહેલમાં ગાર્ડન સ્વિમિંગ પૂલ અને આયુર્વેદ સેંટર પણ છે.

ઓડિશાના આ મંદિરો સુંદર વાસ્તુકલાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
