For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુઓ માટે સૌથી પવિત્ર ગણાય છે 'નર્મદા લઘુ પરિક્રમા'

|
Google Oneindia Gujarati News

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને નર્મદા લધુ પરિક્રમા, સરદાર સરોવર ડેમ, ભરુચ, ચાંદોદ, શિવ મંદિર, કબીરવડ, રાજપીપળા, શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય, રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળ, સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ વગેરેની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છીએ. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને કરીએ નર્મદાની લઘુ પરિક્રમા.

નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર સાત નદીઓ પૈકીની એક છે. આ પરિક્રમા એક હિન્દુ માટે કરવા જેવી સૌથી પવિત્ર બાબતો પૈકીની એક મનાય છે. તમે નદીની આજુબાજુ દક્ષિણાવર્ત દિશામાં ચાલો છો, દક્ષિણ કાંઠેથી સમુદ્ર તરફ અને સમુદ્રથી નદીના સ્રોત ઉત્તર તરફ, જેથી પવિત્ર સ્થળ હંમેશાં જમણી બાજુ રહે છે. આદર્શપણે યાત્રાળુ પોતાની સાથે કોઈ સામાન રાખતા નથી અને માર્ગ સૃષ્ટિ જે કોઈ આતિથ્ય દાખવે તેનો સહર્ષ સ્વીકાર કરે છે.

પ્રવાસ સહેજે 2600 કિમી.નો છે અને પૂરો થતા બેથી ત્રણ વર્ષ થાય છે. નદીની તમારી મુલાકાત દરમિયાન તમને આ પવિત્ર પરિક્રમા કરતા સાધુઓ મળે છે. યાદ રાખજો, નદી પરત્વેનો તમારો આદર દાખવવા તમારે તેમનો પંથ પાળવાનો નથી, કે તેમની જેમ આત્યંતિક બનવાનું નથી. નર્મદા સાથેની તમારી પ્રત્યેક ક્ષણ જાણે યાત્રા હોય તે રીતે ગાળો. નદી કાંઠેના નાના મંદિરો, આશ્રમો અને નહાવાના પવિત્ર ઘાટોની તમે જેમ જેમ મુલાકાત લો, તેમ તેમ નદીએ સર્જેલી શક્તિને તમારામાં પ્રવેશવા દો.

કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

'નર્મદા લઘુ પરિક્રમા'

'નર્મદા લઘુ પરિક્રમા'

આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને કરીએ નર્મદાની લઘુ પરિક્રમા.

નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી

નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી

નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર સાત નદીઓ પૈકીની એક છે. આ પરિક્રમા એક હિન્દુ માટે કરવા જેવી સૌથી પવિત્ર બાબતો પૈકીની એક મનાય છે. તમે નદીની આજુબાજુ દક્ષિણાવર્ત દિશામાં ચાલો છો, દક્ષિણ કાંઠેથી સમુદ્ર તરફ અને સમુદ્રથી નદીના સ્રોત ઉત્તર તરફ, જેથી પવિત્ર સ્થળ હંમેશાં જમણી બાજુ રહે છે. આદર્શપણે યાત્રાળુ પોતાની સાથે કોઈ સામાન રાખતા નથી અને માર્ગ સૃષ્ટિ જે કોઈ આતિથ્ય દાખવે તેનો સહર્ષ સ્વીકાર કરે છે.

પવિત્ર પરિક્રમા

પવિત્ર પરિક્રમા

પ્રવાસ સહેજે 2600 કિમી.નો છે અને પૂરો થતા બેથી ત્રણ વર્ષ થાય છે. નદીની તમારી મુલાકાત દરમિયાન તમને આ પવિત્ર પરિક્રમા કરતા સાધુઓ મળે છે. યાદ રાખજો, નદી પરત્વેનો તમારો આદર દાખવવા તમારે તેમનો પંથ પાળવાનો નથી, કે તેમની જેમ આત્યંતિક બનવાનું નથી. નર્મદા સાથેની તમારી પ્રત્યેક ક્ષણ જાણે યાત્રા હોય તે રીતે ગાળો. નદી કાંઠેના નાના મંદિરો, આશ્રમો અને નહાવાના પવિત્ર ઘાટોની તમે જેમ જેમ મુલાકાત લો, તેમ તેમ નદીએ સર્જેલી શક્તિને તમારામાં પ્રવેશવા દો.

કેવી રીતે પહોંચશો અહીં:

કેવી રીતે પહોંચશો અહીં:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે. વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

English summary
The river Narmada is one of the seven holiest rivers of Hinduism. Thus the Narmada mini-parikrama is suppose to be one of the most pious things a Hindu can do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X