Travel : પુણેમાં રહો છો? તો ખાસ જાવ આ જગ્યાએ..

Subscribe to Oneindia News

અત્યાર સુધી તમે શિવનાં ઘણા મંદિરો વીસે સાંભળ્યું અને વાંચ્યુ હશે પણ મહાદેવનું એક એવું મંદિર છે જે પર્વતોની વચ્ચેથી કોતરીને બનાવવામાં આવ્યું છે. માત્ર એટલુ જ નહિ આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે. અમે વાત કરીએ છીએ પુણેનાં પ્રસિદ્ધ મંદિરની, જે શિવાજીનગરમાં આવેલુ છે. આ મંદિરને 8 મી. સદીમાં બાંધવામાં આવ્યુ હતુ. આ મંદિરની ગુફાઓ, એલીફેન્ટા અને અલોરાની ગુફાઓથી ઘણી સમાન લાગે છે.

પાતાળેશ્વર ભગવાનુ મંદિર શિવજી શહેરનાં જંગલી મહારાજ રોડની નદી પાસે આવેલું છે. પ્રવાસીઓ આ મંદિરમાં ભગવાન શિવ અને નંદીનાં દર્શન કરવા આવે છે. મંદિર પોતાના તમામ મુલાકાતીઓ માટે એક શાંતિપૂર્ણ અને ઐતિહાસિક વિરાસત સાથે શૈક્ષણિક અનુભવ પણ આપે છે. ત્યારે આ મંદિર વિષે વધુ જાણો અહીં...

પાતાળેશ્વર મંદિરની ગુફાઓ!

પાતાળેશ્વર મંદિરની ગુફાઓ!

પાતાળેશ્વર ભગવાનાં મંદિરની ગુફાઓ રોંક કટ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિરને એક પથ્થરને કાપીને બનાવેલ છે. ભગવાન શિવ અને નંદી આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મંદિરમાં પ્રવાસીઓ માટે બેઠક સાથે સાથે નાના રૂમોની વ્યવસ્થા પણ છે. ગુફાનાં મોટા ભાગના પથ્થરો 700 -800 ઇ.સ.ના છે. મંદિરની ગુફામાં મ્યુઝિયમ પણ છે જેને ગિનીસ બુક ઑફ રેકોર્ડઝની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર ચોખાનો એક દાણો છે જેના પર લગભગ 5,000 અક્ષરો કોતરવામાં આવેલ છે.

પાતાળેશ્વર મંદિરની ગુફાઓ!

પાતાળેશ્વર મંદિરની ગુફાઓ!

પાતાળેશ્વર મહાદેવનું આ મંદિર ફોટોગ્રાફીનાં શોખીન લોકો માટે ખૂબ જ લોકપ્રિય છે. અહિંયાની ઊંડી ગુફાઓ અને આસપાસની હરિયાળીની મુલાકાત લેતા પ્રવાસીઓ ખુશ થઇ જાય છે. મંદિરમાં દર્શન કરવા માટે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

Source : wikimidea.org

જંગલી મહારાજનુ મંદિર!

જંગલી મહારાજનુ મંદિર!

પાતાળેશ્વર મંદિર ગુફાની તદ્દન નજીક છે, જંગલી મહારાજાનું મંદિર. એવુ કહેવામાં આવે છે આ સ્થળમાં જંગલી ઋષિ બાબા સમાધિમાં લીન થયા હતા. તે માર્ગ દ્વારા પ્રવાસીઓ પાતાળેશ્વર મંદિરની ગુફાની તરફ પ્રસ્થાન કરી શકો છે. જે લોકો પાતાળેશ્વ મંદિરની મુલાકાત લે છે તે અહીં પણ આવે છે.

શનિવાર વાડા

શનિવાર વાડા

શનિવાર વાડા પુણેની એક ઐતિહાસિક ઇમારત છે, આ મહેલનો પાયો બાજીરાવએ ઇ. સ. 1730માં નાખ્યો હતો. વૈભવયુક્ત શનિવાર વાડા નામનો આ મહેલ પેશવાઓનું નિવાસ સ્થાન હતું. શનિવાર વાડાની અંદર પ્રવાસીઓ તે વખતની શૈલીને જોવા મળે છે. વર્તમાન સમયમાં આ મહેલની દેખભાળ પુના શહેરની મહાનગરપાલિકા કરી રહી છે.

Source : wikimedia.org

સારસ બાગ

સારસ બાગ

પ્રવાસીઓ પાતાળેશ્વર મંદિરની ગુફાના દર્શન સાથે જ સારસ બગીચાની મુલાકાત પણ લે છે. તે એક સુંદર બગીચો છે. વધુમાં બગીચાની નજીકમાં જ ભગવાન ગણેશનું મંદિર છે. લોકોનું માનવું છે કે આ મંદિરમાં બાપ્પા ભક્તોની તમામ ઇચ્છા પરિપૂર્ણ કરે છે.

Source : wikimedia.org

આગા ખાના મહલ

આગા ખાના મહલ

આગા ખાના મહેલનું નિર્માણ ઇ. સ. 1982ના વર્ષમાં ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ આગાખાન એ કર્યું હતું. આ એક ઐતિહાસિક મહેલ છે, જે ઐતિહાસિક વારસાને સાચવીને બેઠો છે. નોંધનીય છે કે આ, એ જ મહેલ છે જ્યાં રાષ્ટપિતા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા ગાંધીએ કારવાસની સજા ભોગવી હતી.

Source : wikimedia.org

શિવનેરી કિલા

શિવનેરી કિલા

શિવનેરૂ કિલ્લો પુણેથી 92 કિમીની દૂરી પર છે. ઇતિહાસમાં પુણામાં મારાઠા શાસકોનું રાજ હતુ. અને આ કિલ્લો તે સમયે મરાઠાઓની શાન સમાન હતો. આ કિલ્લાની કલા કારીગરી ખૂબ જ અનેરી છે. જે જોવા અહીં અનેક લોકો આવે છે.

Source : wikimedia.org

લાલ મહેલ

લાલ મહેલ

લાલ મહેલ પુણેની એતિહાસિક ઇમારત છે. લાલ મહેલનું નિર્માણ શાહજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કિલ્લાનું નિર્માણ લાલ પત્થરથી થયું હતુ, જેના કારણે આ કિલ્લાને લાલ મહેલ નામ આપવામાં આવ્યું હતું.

Source : wikimedia.org

ભુલેશ્વર મંદિર

ભુલેશ્વર મંદિર

ભુલેશ્વર મંદિરને પાંડવ કાલ દરમિયાન બનાવામાં આવ્યું હતું, જે લગભગ 800 વર્ષ જૂનું છે. આ મંદિર એક ગાઢ જંગલમાં હોવાના કારણે ભુલેશ્વર કહેવાય છે. આ મંદિરમાં ભગવાન શિવ અને તેમના પાંચ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે, વધુમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રતિમા પણ આ મંદિરમાં આવેલી છે.

Source : wikimedia.org

કટરાજ નાગ પાર્ક

કટરાજ નાગ પાર્ક

આ પાર્કમાં સાપોની 160 થી વધારે પ્રજાતિઓ જોઈ શકાય છે.પાર્કનું નિર્માણ ઇ.સ 1986 માં કરવામાં આવ્યુ હતુ. અહિયા સાપો શિવાય બીજા અન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીં 9 ફુટ લાંબો કોબ્રા સાપ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. નાગ પંચમી વખતે અનેક લોકો જે અહીં આવે છે તેમને સાપ વિષે જાગરૂત્તા આપવામાં આવે છે

Source : wikimedia.org

આદિવાસી સંગ્રહાલય

આદિવાસી સંગ્રહાલય

આદિવાસી સંગ્રહાલય પુણે જિલ્લાના કોરેગાંવના માર્ગની પૂર્વ દિશામાં આવેલુ છે. અહિંયા આદિવાસી લોકોના જીવન અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ નાખવામાં આવ્યું છે. અહી આદિવાસી માટે સંશોધન અને તાલીમ સંસ્થા પણ છે. આ સંગ્રહાલયમાં વિવિધ શસ્ત્રો અને કલાકૃતિઓની પ્રદર્શની મૂકવામાં આવી છે. વધુમાં આ સંગ્રહાલય રવિવાર સિવાય બાકીના તમામ દિવસો પર ખુલ્લું રહે છે. અને તેને જોવાનો સવાર 10થી સાંજે 5 વાગ્યાની વચ્ચે છે.

Source : wikimedia.org

હવાઇ માર્ગથી જવા માટે!

હવાઇ માર્ગથી જવા માટે!

લોહેગામ એરપોર્ટઃ ઇન્ડિયન એરલાઇન્સ અને જેટ એરવેઝેના વિમાન પુણે-દિલ્હી, પુણે-ચેન્નઇ, પુણે-બેંગ્લોરના વચ્ચે ચાલે છે. એરપોર્ટ પરથી પુણે શહેરની દૂરી બાર કિલોમીટર છે.
રેલ્વે માર્ગ
પ્રવાસી સરળતાથી પુણે, રેલવે માર્ગથી પહોંચી શકે છે. પુણે સ્ટેશન તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે.
બસ માર્ગ
પુણે બધા હાઇવે માર્ગથી પણ જોડાયેલું છે. જે દ્વારા પણ તમે અહીં સરળતાથી પહોંચી શકો છો.

ક્યારે જવાનુ!

ક્યારે જવાનુ!

અહીં વર્ષના કોઇ પણ સમયે આવી શકાય છે, પણ અહીં પ્રવાસે આવવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર થી એપ્રિલ મહિનામાં છે. આમ પુણે આઇ ટી સીટી છે. તો જો તમે પુણેમાં રહેતા હોવ તો તમારે પુણેની આસપાસ આવેલી તમામ જગ્યાઓની એક વાર મુલાકાત તો લેવી જ જોઇએ.

English summary
The Pataleshwar Cave Temple is a rock-cut cave temple, carved out in the 8th century in the Rashtrakuta period.
Please Wait while comments are loading...