For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ ચલાકુડીમાં ફરવા પાંચ સૌથી સુંદર સ્થળ

કેરળઃ ચલાકુડીમાં ફરવા પાંચ સૌથી સુંદર સ્થળ

|
Google Oneindia Gujarati News

કેરળના ત્રિશૂર જિલ્લામાં ચલાકુડી એક સૌથી સુંદર શહેર છે, જે પોતાના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું છે. જે લોકો પ્રકૃતિને પ્રેમ કરે છે, અને કુદરતના ખોળે રહેવા ઈચ્છે છે તેમને આ સ્થળ પસંદ આવી શકે છે. ગાઢ જંગલ, ધોધ, પહાડો આ શહેરને સુંદર સ્થળ બનાવે છે. અહીંના ધોધ અને ધાર્મિક સ્થળ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવવાનો આદર્સ સમય ઓક્ટોબરથી માર્ચના મધ્ય સુધીમાં છે. આ સમયગાળામાં અહીં રોમાંચ બેવડો થઈ શકે છે. ચલાકુડીમાં જોવા ફરવા માટે શાનદાર જગ્યાઓ છે, જેને તમે ચલાકુડીમાં ફરવા દરમિયાન જોઈ શકો છો. ચાલો જાણીએ જુદા જુદા પ્રવાસન આકર્ષણોની સાથે સાથે આ જગ્યાઓ તમને કેવી રીતે આનંદિત કરી શકે છે.

ચલાકુડી રિવરસાઈટ

ચલાકુડી રિવરસાઈટ

ચલાકુડી ભ્રમણની શરૂઆત તમે અહીંની સુંદર અને મહત્વપૂર્ણ ચલાકુડી નદીની મુલાકાતથી કરી શકો છો. આ નદી કેરળના ત્રણ જિલ્લામાંથી પસાર થાય છે, એક છે પલક્કડ, બીજુ ત્રિશુર અને ત્રીજું એર્નાકુલમ. આ એક સુંદર નદી છે, જેના અદભૂત દ્રશ્યો પ્રવાસીઓને વધુ આનંદિત અને રોમાંચક કરે છે. આ નદી તામિલનાડુના અન્નામલાઈ ક્ષેત્રમાંથી નીકળે છે. આ નદી પોતાની ખાસ જૈવ વિવિધતા માટે જાણીતી છે. આ નદીમાંથી માછલીની 152 પ્રજાતિ મળે છે, જેમાંથી 89 તાજા પાણીની પ્રજાપતિ છે. અહીં આસપાસનો નજારો ખૂબ જ આકર્ષક છે. એક શાનદાર સફર માટે તમે અહીં આવવાનો પ્લાન બનાવી શકો છો.

વજહચલ ધોધ

વજહચલ ધોધ

ચલાકુડીમાં તમે ધોધ જોવાનો પણ પ્લાન બનાવી શકો છો. અહીંનો સૌથી આકર્ષક ધોધ વજહચલ છે, જે અહીંના ગાઢ જંગલોની વચ્ચોવચ્ચ આવેલો છે. ચલાકુડ નામના મુખ્ય શહેરથી અહીં સધીનું અંતર માત્ર 36 કિલોમીટર છે. અથિરાપ્પિલ્થી અહીં માત્ર 5 કિલોમીટરનું અંતર છે. ચલાકુડી ફરવા આવનાર લોકો અહીં ખાસ આવે છે. અહીં વહેતા પાણીનો અવાજ દૂર સુધી સાંભળી શકાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ ધોધ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. પાણીની ગતિ વધી જાય છે, એટલે જો તમે ચોમાસા દરમિયાન આ ધોધ જોવા આવો તો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો.

અથિરાપલ્લીનો ધોધ

અથિરાપલ્લીનો ધોધ

તમે ચલાકુડીના મુખ્ય આકર્ષણમાંનો એક અથિરાપલ્લી ધોધ પણ જોઈ શકો છો. આ ધોધ ચલાકુડી નદી પર સ્થિત છે અને પ્રવાસીઓને રોમાંચિત કરે છે. અથિરાપલ્લીની ગણના કેરળના સૌથી મોટા વોટર ફૉલ્સમાં થાય છે, તેની ઉંચાઈ 80 કિલોમીટર છે. ગાઢ જંગલોની વચ્ચે આ ધોધ પ્રકૃતિની સુંદર ભેટ છે. અહીં તમે ખાસ પ્રકારની વનસ્પતિ અને જીવજંતુઓની પ્રજાતિ પણ જોઈ શકો છો. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ ખૂબ જ મહત્વનું છે. તમે એક શાનદાર સફર માટે અહીંની મુલાકાત લઈ શકો છો.

પિશારીક્કલ ભગવતી દેવી

પિશારીક્કલ ભગવતી દેવી

કુદરતી સ્થળો ઉપરાંત તમે ચલાકુડીના ધાર્મિક સ્થળના દર્શન પણ કરી શકો છો. પિશારિક્કલ ભગવતી દેવીનું પ્રાચીન અમ્મન મંદિર છે, જે 1 હજાર વર્ષ જુનું હોવાનું કહેવાય છે. આ મંદિર કેરળ સ્થિત માતા દુર્ગાનું સૌથી જાણીતું અને પ્રસિદ્ધ મંદિર છે. અહીં દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આધ્યાત્મિક શાંતિ માટે તમે અહીં આવી શકો છો. પરિવાર સાથે ફરવા માટે આ એક આદર્શ વિકલ્પ છે.

સેન્ટ મેરી ફોરને ચર્ચ

સેન્ટ મેરી ફોરને ચર્ચ

ઉપરના સ્થળો ઉપરાંત તમે ચલાકુડીમાં આવેલી સેન્ટ મેરી ફોરને ચર્ચની પણ મુલાકાત લઈ શકો છો. આ એક જૂની ચર્ચ છે, જેને 1978માં બનાવાઈ હતી. ઈસાઈ ધર્મના લોકો ઉપરાંત પ્રવાસીઓ પણ આ ચર્ચની મુલાકાત લે છે. આ ચર્ચ સાયરો માલબાર ચર્ચમાં પણ ખાસ મનાય છે. આ ચર્ચ એ સમયની યાદ આપે છે, જ્યારે ભારતમાં ઈસાઈ ધર્મના લોકોની સંખ્યા વધી રહી હતી. ઈતિહાસ અને વાસ્તુ કળામાં રસ ધરાવતા લોકો અહીં આવી શકે છે.

કેમ 12 વર્ષે એક જ વાર ભરાય છે કુંભ મેળો? કેમ 12 વર્ષે એક જ વાર ભરાય છે કુંભ મેળો?

English summary
places to travel in chalakudy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X