For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા સિટી કે જે કહેવાયા ભારતના જોડકાં શહેરો

|
Google Oneindia Gujarati News

અત્યારસુધી આપણે જોડકાં ભાઇ-બહેનો અથવા તો જોડકાં પશુ-પક્ષીઓ અંગે સાંભળ્યું હશે, પરંતુ અમે તમને કહીં કે જોડકાં ભાઇ-બહેન, પશુ-પક્ષીઓની જેમ જોડકા શહેરો પણ હોય છે, તો કદાચ તમે અમારી વાતને મજાકમાં લઇ લેશો, પરંતુ આ સાચું છે. આજે ભારતમાં એવા ઘણા શહેરો છે, જે આ જોડકાં હોવાની પરંપરાને નીભાવી રહ્યાં છે. પછી એ હૈદરાબાદ અને સિંકદરાબાદ જેવા મોટા શહેરો હોય કે પછી સાંગલી અને મિરાજ જેવા નાના શહેરો હોય. આ જોડકાં શહેરો અદભૂત અને એકબીજાથી ઘણા જ અલગ છે.

આ તમામ શહેર આમ તો દરેક મામલે એકબીજાથી ભિન્ન છે, પરંતુ આ બન્ને શહેરોની એક જેવી સભ્યતા, સંસ્કૃતિ અને ખાન પાન બન્ને શહેરોને એકબીજા સાથે જોડે છે. આ ક્રમમાં આજે અમે તમને તસવીરો થકી જણાવીશુ ભારતના કેટલાક આવા જોડકાં શહેરો અંગે. આ શહેર ભારતના એ શહેર છે, જેને પોતાના પ્રારંભિક દોરથી જ પ્રવાસીઓને પોતાની સંસ્કૃતિ, વિવિધતા અને એકબીજા પ્રત્યેના લગાવના કારણે આકર્ષિત કર્યા છે.

હૈદરાબાદ-સિંકદરાબાદ

હૈદરાબાદ-સિંકદરાબાદ

હૈદરાબાદ અને સિંકદરાબાદ બન્ને આજે ભારતના પ્રમુખ જોડકાં શહેર છે, આ બન્ને સ્થળોની સભ્યતા અને સંસ્કૃતિ આજે લગભગ એક જેવી છે. અહીંની ખાણી-પીણી અને ભાષાના કારણે આ બન્ને શહેર આજે અહીં આવનારા પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર છે, નોંધનીય છે કે હુસૈન સાનગર ઝીલ બન્ને શહેરોને એકબીજાથી અલગ કરે છે.

હુબલી-ધારવાડ

હુબલી-ધારવાડ

ધારવાડ, હુબલીની દક્ષિણ પૂર્વમાં 20 કિ.મી.ની દૂરી પર સ્થિત છે. આજે આ બન્ને શહેર કર્ણાટકના સૌથી પ્રગતિશીલ શહેરોમાના એક છે.

કોચી-એર્નાકુલમ

કોચી-એર્નાકુલમ

કોચી અને એર્નાકુલમ બન્ને જ કેરળના એર્નાકુલમ જિલ્લાના પ્રમુખ શહેર છે. આ બન્ને જ શહેર પગ્રતિશીલ અને અહીંના લોકો મહેનતુ છે.

ગાંધીનગર-અમદાવાદ

ગાંધીનગર-અમદાવાદ

ગુજરાતમાં આવેલા ગાંધીનગર અને અમદાવાદ શહેર વચ્ચે કુલ 26 કિ.મી.નું અતર છે. આજે આ બન્ને શહેરો ગુજરાતના પ્રમુખ શહેરોમાના એક છે. આ બન્ને શહેર ગુજરાત પ્રવાસનનો પ્રમુખ ભાગ છે.

કટક અને ભુવનેશ્વર

કટક અને ભુવનેશ્વર

ઓરિસ્સાની વર્તમાનની રાજધાની ભુવનેશ્વર અને પૂર્વ રાજધાની કટક વચ્ચે કુલ 26 કિ.મી.નું અંતર છે. આજે કટક ભારતના સિલ્વર સિટીના નામથી જાણીતું છે તો ભુવનેશ્વરને મંદિરોના શહેરનો દરરજો પ્રાપ્ત છે. જો ભુવનેશ્વરની વિશેષતા પર એક નજર ફેરવવામાં આવે તો જાણવા મળશે કે આ ભારતનું એ શહેર છે, જેનું નિર્માણ યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.

English summary
popular twin cities india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X