For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે રાજ્યોને જોડતું નદી કિનારે વસેલું એક સુંદર સ્થળ

|
Google Oneindia Gujarati News

કેરળ અને તમિળનાડુની સરહદ પર વસેલું પુનલુર, નૈસર્ગિક સૌંદર્યથી ભરેલું સુંદર શહેર છે. જેની વચ્ચે કલ્લાદા નદી વહે છે. આ સ્થાપિત પુનલુર પેપર મિલથી કેરળમાં ઔદ્યોગિક ક્રાન્તિની શરૂઆત થઇ। પુનલુર બે શબ્દોને જોડવામાંથી બન્યું છે. તમિળ અને મલયાલમમાં પુનલનો અર્થ પાણી અને ઉરુનો અર્થ સ્થાન થાય છે. જેને જોડવાથી જે અર્થ નિકળે છે એ છે પાણીનું શહેર. પશ્ચિમી ઘાટોના પ્રશાસનિક મુખ્યાલય પથન્પુરમ તાલુકામાં સ્થિત છે, જેને પશ્ચિમી ઘાટીનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. આ શહેર પશ્ચિમી ઘાટોની ગોદના રૂપમાં જાણીતું છે અને આ દક્ષિણનું પાંચમુ સૌથી મોટું શહેર છે.

આ પણ વાંચોઃ ગુજરાત માટે મક્કા, હરિદ્વાર અને કાશીથી કમ નથી સાપુતારા

પુનલુર પોતાના અનાનસ, પ્લાયવૂડ, કાળી મિર્ચ અને ઇમારતી લાકડાં માટે પ્રસિદ્ધ છે. 19મી સદીમાં અંગ્રેજો દ્વારા બનાવામાં આવેલો ઝુલતો પૂલ આ સ્થળને વધું શ્રેષ્ઠ બનાવે છે. જેને અહીના અધિકારીઓએ રાષ્ટ્રિય સ્મારકનો દરરજો આપ્યો છે. ભલે આજે આ પૂલનો ઉપયોગ થઇ રહ્યો નથી, પરંતુ તેનું નવનીકરણ કરીને તેને સંરક્ષિત કરવામાં આવ્યો છે. અહીના બાયો-રિઝર્વ અગશ્થ્યામાલેના નામથી પણ જાણીતા છે.

આ પણ વાંચોઃ એક એવું મંદિર જ્યાં પડ્યાં હતા માતા સતીના બે નયન

કલ્લાદા નદી પાસે ઉપસ્થિત અનેક સુંદર પ્રવાસન સ્થળ યાત્રીઓને આકર્ષિત કરે છે. ઉત્સવો દરમિયાન સબરીમાલા અને શ્રી અયપ્પાના દર્શન માટે અનેક શ્રદ્ધાળું અહી આવે છે. શેન્થ્રુની વન જે થેન્મલા પારિસ્થિતિક પ્રવાસન અંતર્ગત છે, જે આ શહેરનું અન્ય એક આકર્ષક સ્થળ છે. એડવેન્ચર પ્રેમી ઇચ્છે તો લાંબી પગયાત્રા અથવા માઉન્ટેન બાઇકિંગનો આનંદ ઉઠાવી શકે છે. આ ઉપરાંત પલરુવી ઝરણું અને જૂનું કુટ્રાલમ ઝરણું અહીના અન્ય પ્રવાસી સ્થળ છે. આ સાથે જ અહી પટ્ટાજીનું પ્રાચીન પટ્ટાજી દેવી મંદિર પણ આવેલું છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના પુનલુરને.

આ પણ વાંચોઃ આતંકના ઓછાયામાં મુક્તપણે મહેકતી સુંદરતા

પુનલુર

પુનલુર

કેરળમાં આવેલું પાણીનું શહેર કહેવાતું પુનલુર

પુનલુર

પુનલુર

કેરળમાં આવેલું પાણીનું શહેર કહેવાતું પુનલુર

પુનલુર

પુનલુર

કેરળમાં આવેલું પાણીનું શહેર કહેવાતું પુનલુર

પુનલુર સસ્પેંશન બ્રીજ

પુનલુર સસ્પેંશન બ્રીજ

પુનલુરમાં આવેલો સસ્પેંશન બ્રીજ

પુનલુર સસ્પેંશન બ્રીજ

પુનલુર સસ્પેંશન બ્રીજ

પુનલુરમાં આવેલો સસ્પેંશન બ્રીજ

English summary
Punalur is a small scenic town located on the borders of Tamil Nadu and Kerala. The town is known for being the pioneer in bringing Kerala’s industrial revolution that happened with the setting up of the Punalur Paper Mills. The river Kallada flows through Punalur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X