For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમોટ-માલસમોટ પર્યાવરણીય કેમ્પ સ્થળની એક મુલાકાત

|
Google Oneindia Gujarati News

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળની.

મહારાષ્ટ્રની સરહદે દેવદારના જંગલોમાં આવેલાં આ ઠીક ઠીક ઉંચાણવાળાં સ્થળે સૂર્યોદય, સૂર્યાસ્ત, ખીણના દ્રશ્યો, ઠંડી આબોહવા અને નીનાઈ ધોધ ખરેખર જોવાલાયક છે. રાજપીપળાથી તે બે કલાકના અંતરે આવેલું છે. માલસમોટના આ ધોધ અને પર્વતો ઉજાણીના સુંદર સ્થળ અને કુદરતી પ્રવાસ છે.

અન્ય જોવાલાયક સ્થળોમાં નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ અને ઝઘડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે.

સવલતોઃ

  • માર્ગદર્શન કેન્દ્ર
  • ચાર ઓરડા અને એક હોલ ધરાવતું વીઆઇપી ગેસ્ટહાઉસ
  • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી ચાર કુટિરો
  • બે ઓરડા સાથેની બામ્બુ ઝુંપડી
  • અલગ રસોડું અને જમવાની જગ્યાઓ
  • ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી ભોજન ઉપલબ્ધ
  • કેમ્પફાયર માટે અલગ સ્થળ
  • કુદરતી દ્રશ્યો અને વન્યજીવન નિહાળવા માટે માંચડા
  • કેમ્પ સ્થળ સુંદર કુદરતી માર્ગ ધરાવે છે.

સૂચનોઃ
એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

  • કેમ્પસાઇટ માટે જતાં પહેલાં ઓરિએન્ટેશન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો કેમ કે અહીં રોકાણ દરમિયાન તમને ત્યાંના સૌંદર્યનો આનંદ કેવી રીતે માણવો તે જણાવવામાં આવે છે.
  • મોટા ભાગની ઇકો કેમ્પસાઇટ સૌર ઊર્જા દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરતી હોવાથી તે અંગે જાગૃતિ દાખવો.
  • ગમે તે થાય તો પણ ધૂમ્રપાન ન કરવું કેમ કે સિગારેટની રાખથી પણ ક્યારેક જંગલમાં આગ લાગવાની શક્યતા રહે છે.
  • ફોટોગ્રાફી માટે ફ્લેશનો ઉપયોગ કે અન્ય નુકસાન ન કરવું. જેમ કે, સારો ફોટો આવે તે માટે વૃક્ષના પાન તોડવાના બદલે કેમેરાના સેટિંગમાં ફેરફાર કરવા.
  • તમારી સાથે ક્યારેય મ્યૂઝિક સિસ્ટમ કે મોટો અવાજ કરે એવા સાધનો ન લઇ જવાં અને જો લઇ જાવ તો જંગલની મુલાકાત દરમિયાન તે બંધ રાખો.
  • કોઇ પણ વિસ્તારમાંથી છોડ કે જીવજંતુને નુકસાન પહોંચાડવાની મનાઇ છે. પાર્ક કે સેન્ક્ચુરીમાંથી ક્યારેય કોઇ વસ્તુ લેવી નહીં.
  • જંગલી પ્રાણીઓને ગભરાવે તેવી પ્રવૃત્તિ ન કરવી.
  • પ્રાણીની વધારે પડતાં નજીક જવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો.
  • તમારી સાથે પાળેલા પ્રાણી ન લઇ જવા.
  • કચરો જ્યાં ત્યાં ન ફેંકતાં જે સ્થળે તેના નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ નાખવો.
  • શિકાર કરવાના કોઇ પણ પ્રકારના સાધનો સાથે ન લઇ જવા તેમ જ તેનો ઉપયોગ ન કરવો.

કેવી રીતે પહોંચશો અહીં:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

કેમ્પ સ્થળની એક મુલાકાત તસવીરોમાં...

સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ

સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળની.

નીનાઈ ધોધ

નીનાઈ ધોધ

મહારાષ્ટ્રની સરહદે દેવદારના જંગલોમાં આવેલાં આ ઠીક ઠીક ઉંચાણવાળાં સ્થળે સૂર્યોદય, સૂર્યાસ્ત, ખીણના દ્રશ્યો, ઠંડી આબોહવા અને નીનાઈ ધોધ ખરેખર જોવાલાયક છે. રાજપીપળાથી તે બે કલાકના અંતરે આવેલું છે. માલસમોટના આ ધોધ અને પર્વતો ઉજાણીના સુંદર સ્થળ અને કુદરતી પ્રવાસ છે.

કુદરતી પ્રવાસ

કેવી રીતે પહોંચશો અહીં

કેવી રીતે પહોંચશો અહીં

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

કેવી રીતે પહોંચશો અહીં

કેવી રીતે પહોંચશો અહીં

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

કેવી રીતે પહોંચશો અહીં

કેવી રીતે પહોંચશો અહીં

રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

કેવી રીતે પહોંચશો અહીં

કેવી રીતે પહોંચશો અહીં

ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

સૂચનોઃ

સૂચનોઃ

એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ કેમ્પસાઇટ માટે જતાં પહેલાં ઓરિએન્ટેશન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો કેમ કે અહીં રોકાણ દરમિયાન તમને ત્યાંના સૌંદર્યનો આનંદ કેવી રીતે માણવો તે જણાવવામાં આવે છે. મોટા ભાગની ઇકો કેમ્પસાઇટ સૌર ઊર્જા દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરતી હોવાથી તે અંગે જાગૃતિ દાખવો. ગમે તે થાય તો પણ ધૂમ્રપાન ન કરવું કેમ કે સિગારેટની રાખથી પણ ક્યારેક જંગલમાં આગ લાગવાની શક્યતા રહે છે.

English summary
The location of the Samot-Malsamot Eco Campsite is what makes the place worth visiting. It is surrounded by a beautiful environment with lots of teak trees, breath-taking views of sunset and sunrise and a lovely climate that makes you stay there for long.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X