For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HOT સમરમાં COOL ફ્લેવર આપશે કર્ણાટકની આ યાત્રા

By Super
|
Google Oneindia Gujarati News

કર્ણાટકનો સમાવેશ ભારતના સૌથી સુંદર રાજ્યોમાં થાય છે. કર્ણાટક, ભારતનું દક્ષિણ પશ્ચિમ પ્રવાસન હબ છે જે વિશ્વના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. કર્ણાટકની રાજધાની, બેંગ્લોર પર દેશમાં આઇટી હબના નામથી જાણીતું છે. કર્ણાટક રાજ્યમાં પ્રવાસન વધવાથી વર્તમાનમાં અહી મોટી સંખ્યામાં રિસોર્ટ, ટૂરિસ્ટ પ્લેસ વિગેરે બનાવવામાં આવ્યા છે. જેનો પ્રવાસી આનંદ ઉઠાવી શકે છે.

કર્ણાટક, ભૌગોલિક રીતે તટીય ક્ષેત્રમાં વેંચાયેલો છે, જેમ કે કારાવલી પર્વતીય ક્ષેત્ર અથવા મોલેનાડુ ક્ષેત્ર. આ ક્ષેત્ર, પશ્ચિમી ઘાટ પર સ્થિત છે અને તેને પણ બાયાલુસીમેમાં ઉત્તરીય અને દક્ષિણી ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. કર્ણાટક રાજ્યમાં કુલ 30 જિલ્લા છે. આ રાજ્યમાં ફરવા માટે અનેક પ્રવાસન સ્થળ છે. અહી આવવું દરેક પ્રકારના પ્રવાસીને સારું લાગે છે. સાહસિક પ્રવાસી અહીના પર્વતો પર ટ્રેકિંગ કરી શકે છે. વન્યજીવ પ્રેમી, અભ્યારણ્યમાં ફરી શકે છે, ધાર્મિક લોકો મંદિરોના દર્શન કરી શકે છે. આ રાજ્ય પ્રાકૃતિક પરિપ્રેક્ષ્યમાં પણ ઘણું જ સુંદર છે. તો ચાલો આ ઉનાળું વેકેશનમાં ફરી આવીએ કર્ણાટકને. તસવીરો થકી જાણીએ કર્ણાટકના પ્રવાસન સ્થળો અંગે.

સાવનદુર્ગમાં નેચર વૉલ્ક

સાવનદુર્ગમાં નેચર વૉલ્ક

બેંગ્લોરથી 33 કિ.મી દૂર આજે સાવનદુર્ગ પોતાના બે પર્વતો, મંદિરો અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે. અહી આવનારા પ્રવાસીઓ બે પ્રમુખ પર્વતો ‘કરિગુડા' અને ‘બિલિગુડા'ની યાત્રા જરૂર કરો, આ બન્ને પર્વતો દક્કન પઠારથી 1226 મીટર ઉંચા છે. કરિગુડાનો અર્થ છે કાળા પર્વત અને બિલિગુડાનો અર્થ છે સફેદ પર્વત. વિશાળ ચટ્ટાણો, ગ્રેનાઇટ અને લેટરાઇટથી બનેલા પર્વતો પર ચડાઇ કરવાથી ઘણો થાક લાગે છે પરંતુ ઉત્સુકતા સાથે આ ચડાણ ઘણું રોમાંચકારી સાબિત થશે. આ પર્વતો પર એક જૂનો કિલ્લો છે. આ સ્થળ ટ્રેકિંગ અને રોક ક્લાઇમિંગ કરનારાઓ માટે એક આદર્શ ગતંવ્ય છે.

નંદી હિલથી નિહાળો નેચરને

નંદી હિલથી નિહાળો નેચરને

નંદી હિલ્સ, બેંગ્લોરથી 60 કિ.મીના અંતરે સ્થિત છે, જે સમુદ્ર સ્તરથી 4,851 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. નંદી હિલ્સ, ચિક્કાબલ્લાપુર જિલ્લામાં સ્વાંકી બંગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે સ્થિત છે, જે આ સ્થળને આકર્ષક પ્રવાસન સ્થળ બનાવે છે. નંદી હિલ્સનો ઇતિહાસ રસપ્રદ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ પ્રવતનું નામ આવુ એટલા માટે છે, કારણ કે તેનો આકાર ઉંઘતા બળદ જેવો છે. આ પર્વતમાં અત્યારસુધી મળેલા પૂરાવાઓના આધારે જાણવા મળે છે કે, આ પર્વત ચૌલ વંશ દરમિયાન આનંદગિરીના નામે જાણીતો હતો. આ પર્વત પર નિર્મિત મંદિરોમાં ચોલ વંશની ઝલક સ્પષ્ટ પણે જોવા મળે છે.

બાંદીપુરના જંગલોમાં ભ્રમણ

બાંદીપુરના જંગલોમાં ભ્રમણ

બાંદીપુર વન સંરક્ષિત ક્ષેત્ર ભારતમાં પ્રમુખ રીતે વાઘ સંરક્ષિત ક્ષેત્રના રૂપમાં ઓળખાય છે, જ્યાં વાઘોની સંખ્યા લગભગ 70 છે. અંદાજે 900 વર્ગ કિ.મીમાં ફેલાયલો આ પ્રોજેક્ટ ટાઇગર સંરક્ષિત ક્ષેત્ર કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત છે. આ મૈસૂરથી 80 કિ.મી અને બેંગ્લોરથી 220 કિ.મીના અંતરે છે. બાંદીપુરના સંરક્ષીત ક્ષેત્ર તમિળનાડુ અને કેરળની આસપાસના રાજ્યો ક્રમશઃ મુદુમલાઇ અને વાયનાડમાં ફેલાયેલું છે. જે સંયુક્ત રીતે દક્ષિણ ભારતનું સૌથી મોટું સંરક્ષિત વન ક્ષેત્ર બનાવે છે.

ગલિબોરમાં રિવર રાફ્ટિંગ

ગલિબોરમાં રિવર રાફ્ટિંગ

ગલિબોર, બેંગ્લોરથી લગભગ 110 કિ.મીના અંતરે સ્થિત એક સુંદર ગંતવ્ય છે. અરકાવતી નદી અને કાવેરી નદીના સંગમથી લગભગ 10 કિ.મી પર સ્થિત ગલિબોર એક નિર્જન ક્ષેત્ર છે, જે કાવેરી વન્ય જીવ અભ્યારણ્યના ગાઢ જંગલોની વચ્ચે છે. ગલિબોર એક પ્રસિદ્ધ ફિશિંગ અને નેચર કેમ્પ છે, જે કાવેરી નદીના કિનારે સ્થિત છે તથા અહી હરિયાળી છે. આ સ્થળ મુખ્ય રીતે રિવર રાફ્ટિંગ માટે જાણીતું છે.

તડિયાણ્ડમોલમાં ટ્રેકિંગ

તડિયાણ્ડમોલમાં ટ્રેકિંગ

તડિયાણ્ડમોલ કર્ણાટકનો બીજો મોટો પર્વત છે. પશ્ચિમી ઘાટમાં સ્થિત આ પર્વત કૂર્ગ જિલ્લામાં આવે છે. આ સ્થળ સમુદ્ર તટથી 1748 મીટરની ઉંચાઇ પર છે. આ ઉંચાઇના કારણે આ પર્વતારોહક અને ટ્રેકર્સ માટે એક પડકાર ફેંકે છે.

કુદ્રેમુખના ટ્રેકિંગ રૂટ

કુદ્રેમુખના ટ્રેકિંગ રૂટ

કુદ્રેમુખ કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં એક પર્વતીય પરિસર છે અને તે પશ્ચિમી ઘાટનો એક ભાગ છે. કુદ્રેમુખનું ક્ષેત્ર એક લોકપ્રિય હિલ સ્ટેશન પણ છે. કુદ્રેમુખ ટ્રેકર્સને ટ્રેકિંગ માટે સારા રૂટ આપે છે.

કૂર્ગમાં આવીને કરો તિબેટિયન કોલોનીની યાત્રા

કૂર્ગમાં આવીને કરો તિબેટિયન કોલોનીની યાત્રા

કૂર્ગ, કર્ણાટકના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાનું એક છે. આ સ્થળ જ્યાં એક તરફ ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે તો બીજી તરફ તેને કર્ણાટકના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે અહીઆ વો તો અહીના તિબેટિયન મઠની યાત્રા જરૂર કરો અને એક નવા કલ્ચરનો અનુભવ કરો.

English summary
Karnataka is a state that has emerged as a popular tourist hub in the past few years. With efficient management of the forests and the historical structures in the state, the charm and pride of the state is to attract travellers around the globe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X