સુંદરવન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિભાજીત મોટું મેંગ્રોવ સંરક્ષિત ક્ષેત્ર છે. જો કે, આ રાષ્ટ્રીય ઉદ્યાનનો એક મોટો ભાગ બાંગ્લાદેશમાં છે, ભારતમાં એક તૃત્યાંશ ભાગ પ્રવાસન સુવિધાઓ અને સહેલાયથી પહોંચી શકાય તેવો હોવાના કારણે પ્રવાસીઓનું મનપસંદ પ્રવાસન સ્થળ બની ગયું છે. સુંદરવન સંરક્ષિત્ર ક્ષેત્રની યાત્રા કરવાનો અનુભવ તમને જીવનભર યાદ રહેશે. આ ક્ષેત્રને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હેરિટેજ પ્લેસમાનું એક છે.
સુંદરવન મેંગ્રોવ સૌથી મોટું સંરક્ષિત ક્ષેત્ર છે અને 4200 વર્ગ કિ.મીથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ અભ્યારણ્ય અનેક ભારતીય વાઘો, જે વિશ્વમાં સૌથી વધુ લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આવે છે, તેનું સંરક્ષણ કરે છે. જો તમે ભાગ્યશાળી હશો તો તમને આ શક્તિશાળી જાનવરરની ઝલક જોવા મળી જશે. જેમણે પોતાને સુંદરવન અને ખારા પાણીના પર્યાવરણમાં ઢાળી દીધા છે. આ ઉપરાંત 250 અજીબ વાઘની સાથોસાથ સુંદરવનમાં ચેતલ હરણ અને રીસસ બંદર પણ છે. જો કે, સાવધાની રાખો, કારણ કે સુંદરવન કિંગ કોબરા અને વોટર મોનિટર જેવા સાંપોની ઘાતક પ્રજાતિઓનું પણ ઘર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ સુંદરવનને.

મેંગ્રોવ જંગલ
મેંગ્રોવ જંગલ એ વિશ્વનું પહેલું એવું જંગલ છે જે સાઇન્ટિફિક મેનેજમેન્ટ અંડર આવે છે.

સુંદરતાથી ઘેરાયેલું
સુંદરવનનું નામ સુંદરી ઝાડ પરથી આવ્યું છે, જે ચારેકોર કાદવથી ઘેરાયેલું હોય છે અને તેમાં તેના મૂળિયા ઉગે છે. સુંદરવન ભારતની પાંચ કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાનું એક છે.

રોયલ ટાઇગર
આ જંગલને રોયલ બેંગોલ ટાઇગરનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં એવા કેટલાક ટાવર્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી તમે આ વાઘના દર્શન કરી શકો છો. તેમજ આ ટાવરની આસપાસ સુરક્ષાના ભાગ રૂપે નેટ ફેન્સિંગ પણ કરવામાં આવેલું છે.

ક્રોકોડાઇલ
જો તમે લકી હોવ તો રોયલ બેંગોલ ટાઇગર સિવાય પણ એવા અનેક જંગલી જાનવર તમે આ સુંદરવનમાં જોઇ શકો છો, તેમાં પણ ખાસ કરીને નદીના વિશાળ મગર જોઇ શકો છો, ઉપરાંત એક્સિસ ડીયર, વાઇલ્ડ બોઅર અને રહેસુસ મંકીને જોઇ શકો છો.

પક્ષીઓનો પણ અદભૂત નજારો
આ ઉપરાંત તમે સુંદરવનમાં પક્ષીઓનો નજારો પણ માણી શકો છો, જેમાં સી ઇગલ, વ્હાઇટ બ્રિસ્ટેડ કિંગફિશર અહીં મળી આવે છે.

સાહસિક જીવન
ત્યાંના લોકોને સતત જોખમ રહેલું છે, જ્યારે તેઓ જંગલમાં લાકડાં, મધ કે પછી માછલી પકડવા જાય છે, ત્યારે તેમને આવા જંગલી જાનવરોથી સાચવીને રહેવું પડે છે, આ માટે તેમના દ્વારા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, સુંદરવનના આખા વિસ્તારની દેવી બાનાબિબિ છે, જેમની તેમના દ્વારા પૂજા કરવામાં આવે છે, જેથી તેઓ તેમની રક્ષા કરે.

બાનાબિબિ પરફોર્મન્સ
જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે ત્યાનાં સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવાનું ના ભૂલો જેમાં, આ બાનાબિબિ પરફોર્મન્સ છે, જે માનવી અને જાનવરો વચ્ચે સુમેળ જાળવા માટે છે.

બોટ થકી પ્રવાસ
આ સાથે જ તમે આ સુંદરવનમાં બોટ થકી પણ પ્રવાસ કરી શકો છો. સુંદરવનને જોવા માટે બોટ જ એક માત્ર વસ્તુ છે, સુંદરવનમાં ત્રણ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, જેમાં નેશનલ પાર્ક અને સાજ્નેખલી પણ છે.

કેવી રીતે પહોંચવું
સુંદરવન હવાઇ, રેલ અને બસ થકી પ્રમુખ સ્થળો સાથે સહેલાયથી જોડાયેલું છે, નિયમિત રીતે કાર અને બસ સેવા કોલકતાથી સુંદરવન માટે ઉપ્લબ્ધ કરાવવામાં આવે છે.