For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્દિરાની લોહીભીની સાડી કે બાપુનો ચરખો, બધુ મળે છે અહીં

|
Google Oneindia Gujarati News

આમ તો ભારતની યાત્રા એક અનોખો અનુભવ છે અને જ્યારે તમે તેની રાજધાની દિલ્હીના પ્રવાસે હોવ તો પછી તમારી યાત્રા તમારા માટે એક અમિટ સંસ્મરણ સાબિત થાય છે. ભારતના સૌથી મોટા શહેરોમાં એક દિલ્હી, પ્રાચિનતા અને આધુનિકતાનું સાચુ સંયોજન છે, જે આજે એક ઉદ્યોગિક ગોળાની જાદૂઇ દુનિયા બની ગયું છે. આજે દિલ્હી બે ભાગોમાં વિભાજીત છે, એક નવી દિલ્હી અને બીજુ જૂની દિલ્હી, આ મંત્રમુગ્ધ કરી દેતી નવી અને જુની દિલ્હીના મિશ્રણમાં તમને ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વિસ્મિત વસ્તુઓનું સંસ્કન મળશે.

દિલ્હી અનેક સામ્રાજ્યોની રાજધાની રહ્યું અને જો તમે ઇતિહાસ પ્રેમી છો, તો તેના આ વસ્તૃત ઇતિહાસને જોવા માટે એકાદ વાર દિલ્હી જરૂરથી જવું. અહીં કુતુબ મિનારથી લઇને લાલ કિલ્લા સુધી અનેક ઐતિહાસિક સ્મારકો, મસ્જિદો, સમાધીઓ અને અન્ય અનેક ધરોહરો મોજૂદ છે, જે પોતાના અતિતના પૂરાવા આપે છે.

રાજધાની દિલ્હી દેશનો એ ભાગ છે, જે હંમેશાથી વિદેશી પ્રવાસીને આકર્ષિત કરે છે. આવનારા પ્રવાસી માટે દિલ્હીમાં ઘણું બધુ છે. દિલ્હીમાં જ્યાં એક તરફ તમને લાલ કિલ્લો, કુતુબ મિનાર, બિરલા મંદિર, દિલ્હી હાટ જેવા સ્થાનો જોવા મળશે તો બીજી તરફ તમને અહીં અનેક સંગ્રહાલય અને ગેલેરીઓ પણ જોવા મળશે, આજે અમે તમને જણાવીશું રાજધાની દિલ્હીના એ સંગ્રહાલયો અંગે જેને જોઇને તમને વિશ્વાસ આવી જશે કે દિલ્હીને આમ જ ભારતનુ દિલ કહેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇને દિલ્હીમાં આવેલા સંગ્રહાલય.

ઇન્દિરા ગાંધી સંગ્રહાલય

ઇન્દિરા ગાંધી સંગ્રહાલય

પોતાની દિલ્હી યાત્રા દરમિયાન તમે આ સંગ્રહાલયની યાત્રા જરૂરથી કરો. દિલ્હીના સફદરજંગ રોડ પર સ્થિત આ સંગ્રહાલય ક્યારેય પૂર્વ પ્રધાનમંત્રીનું નિવાસ હતું. આ એક ઘણું જ રોચક સ્થાન છે, જ્યાં તમને રાષ્ટ્રીય આંદોલન, ઇન્દિરા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓ અને નહેરુ-ગાંધી પરિવારના વ્યક્તિગત પળોના ચિત્રોને જોવાનો અવસર પ્રાપ્ત થાય છે. સાથે જ તમે અહીં ઇન્દિરા ગાંધીની હત્યાના સમયે તેમના દ્વારા પહેરવામાં આવેલી સાડી, તેમના ચપ્પલોની સાથોસાથ તેમના ઝોલા પણ જોઇ શકો છો.

વાયુ સેના સંગ્રહાલય

વાયુ સેના સંગ્રહાલય

દિલ્હીના પાલમ વાયુ સેના સ્ટેશનમાં સ્થિત વાયુ સેના સંગ્રહાલય ભારતમાં આવું એક જ છે, જ્યાં ભારતીય સૈન્ય ઉડ્ડયન યાદગારોનો એક વિશાળ સંગ્રહ છે. આ ઉપરાંત ભારતીય વાયુ સેનાનો ચમત્કારિક ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે, જે એ બહાદુર લોકો માટે શ્રદ્ધાંજલિ છે, જેમણે યુદ્ધો લડ્યા અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. સંગ્રહાલયને આંતરિક અને બાહરી ગૈલેરિયોમાં વહેંચવામાં આવ્યું છે અને અહીં વસ્તુઓનો આશ્ચર્યજનક સંગ્રહ છે.

કિરણ નાદર કલા સંગ્રહાલય

કિરણ નાદર કલા સંગ્રહાલય

કલાનું કિરણ નાદર સંગ્રહાલય પહેલું ખાનગી કલા સંગ્રહાલય છે, જેમાં ભારત અને ઉપ મહાદ્વીપોના કાર્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સંગ્રહાલય કિરણ નાદરની પહલ પર બનાવવામાં આવ્યું હતું, જે સ્વયં કલાકૃતિઓની એક ઉત્સાહી સંગ્રહકર્તા હતી. આ સંગ્રહાલય પોતાના પ્રદર્શીઓ, પ્રકાશનો, શૈક્ષણિક અને સાર્વજનિક કાર્યક્રમોના માધ્યમથી કલા અને સંસ્કૃતિ વચ્ચે અંતરંગ સંબંધ ચિત્રિત કરવાનો પ્રયાસ છે. આ સંગ્રહાલયનો વધતો સંગ્રહ મુખ્ય રીતે સ્વતંત્રતા બાદ 20મી સદીના કલાકારોની કલાકૃતિઓ અને તેમના સમકાલીન યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓ પર પ્રકાશ નાખે છે. આ સંગ્રહાલય કલાપ્રેમીઓને જોવા, શીખવા અને વર્તમાન કલાકારોના કાર્ની તુલના કરવા માટે એક મંચ પુરુ પાડે છે.

સંસ્કૃતિ કેન્દ્ર સંગ્રહાલય

સંસ્કૃતિ કેન્દ્ર સંગ્રહાલય

સંસ્કૃતિ કેન્દ્ર સંગ્રહાલય દિલ્હીની મેહરોલી-ગુડગાંવ રોડ પર આનંદગ્રામમાં સ્થિત છે. સંગ્રહાલયમાં અન્ય ત્રણ સંગ્રહાલય છે, જેમાં ભારતીય ટેરાકોટાનું સંગ્રહાલય, પ્રતિદિનના ઉપયોગની વસ્તુઓનું કલા સંગ્રહાલય અને વસ્ત્ર સંગ્રહાલય સામેલ છે.

પ્રસાધનનું સુલભ ઇન્ટરનેશનલ સંગ્રહાલય

પ્રસાધનનું સુલભ ઇન્ટરનેશનલ સંગ્રહાલય

શું તમે શૌચાલયના એક સંગ્રહાલય અંગે સાંભળ્યું છે, દિલ્હીમાં એક એવું સ્થળ છે, જ્યાં શૌચાલયના વિકાસ માટે સમર્પિત સંગ્રહાલય છે. આ સંગ્રહાલયને સુલભ ઇન્ટનેશનલ નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, જે પોતાના આદર્શ વાક્યને જનતાને જણાવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ લોકોને શૌચાલયના ઇતિહાસથી રુબરુ કરાવવાનો અને તેમનાના જાગરુકતા લાવવાનો છે. આ સંગ્રહાલયમાં તથ્યો, ચિત્ર અને વસ્તુઓ, ઘટાનો, કાળક્રમમાં શૌચાલયોના વિકાસના વર્ણનનું એક દુર્લભ સંગ્રહ છે. અહીં આવો ત્યારે તેમને બર્તન કક્ષ, શૌચાલય ફર્નીચર અને પાણીના નળ જે આજથી 2500 ઇસા પૂર્વ ઉપરાંત આઝના આધુનિક યુગમાં ઉપયોગમાં લેવામાં આવતો સામાન જોવા મળશે.

રાષ્ટ્રીય સંગ્રહાલય

રાષ્ટ્રીય સંગ્રહાલય

નવી દિલ્હીનું રાષ્ટ્રીય સંગ્રહાલય દેશના સૌથી સંગ્રહાલયોમાંનું એક છે. વર્ષ 1949માં દિલ્હીમાં સ્થાપિત આ સંગ્રહાલયમાં અનેક પ્રકારની રોચક વસ્તુઓને પ્રદર્શિત કરે છે. સાંસ્કૃતિક મંત્રાલયને આધિન કાર્યરત આ મૌલાના આઝાદ રોડ અને જનપથના કિનારે સ્થિત છે અને તેમાં પ્રાગ-ઐતિહાસિક કાળને લઇને આધુનિક યુગની વિભિન્ન પ્રકારની કળાઓને પ્રદર્શિત કરવામાં આવી છે. વર્તમાનમાં સંગ્રહાલયમાં બે લાખથી વધારે ભારતીયો અને વિદેશી મૂળની વસ્તુઓ પ્રદર્શિત છે. જેમાં 2700 ઇસા પૂર્વના ટેરાકોટા અને કાંસ્યમાંથી બનેલી વસ્તુઓ, મૌર્ય કાળની લાકડાની મૂર્તિઓ, દક્ષિણ ભારતના વિજયનગરની કલાત્મક વસ્તુઓ, ગુપ્તકાળ, સિંઘુ ઘાટી સભ્યતા, મુગલકાળ, ગંઘર્વકાલ અને અન્ય અનેક પ્રાચિન સમયની વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય દિલ્હીના મુખ્ય આકર્ષણોમાનું એક છે. આ ભારતીય રેલની વિરાસતનું ચિત્રણ રજુ કરે છે. આ સંગ્રહાલય ચાણક્યપુરીમાં સ્થિત છે, તેની આ સ્થાપના 1 ફેબ્રુઆરી 1977માં થઇ હતી. આ સંગ્રહાલયમાં ભારતીય રેલવે સંબંધિત 100થી વધુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં સ્થિર અને ચલિત મોડલ, સિગનલ ઉપકરણ, પુરાતન ફર્નીચર, ઐતિહાસિક ચિત્ર અને તેની સંબંધિત સાહિત્ય વિગેરે રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલય, આ પ્રદર્શિત રેલવેના ડબ્બાઓ જેમાં વેલ્સના રાજકુમારના સૈલુન અને મૈસૂરના મહારાજાના સૈલૂન સામેલ છે, તેમના માટે પણ જાણીતું છે.

આઝાદ હિંદ ગ્રામ

આઝાદ હિંદ ગ્રામ

આઝાદ હિંદ ગ્રામ પર્યટક પરિસરને દિલ્હી પ્રવાસન દ્વારા સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું. આ એ સ્થળ છે, જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દેશ છોડતા પહેલા સૈનિકોને સંબોધિત કર્યા હતા. આ સ્મારકની સંરચના ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવી છે, જે પારપંરિક શિલ્પકૌશલને બઢાવો આપે છે. સ્મારકને કોલકતાના કેટલાક કલાકારો દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં તેમણે નેતાજીના વિભિન્ન મૂડને અલગ-અલગ ભિતિ ચિત્રોમાં દર્શાવ્યા છે. સંગ્રહાલય પણ કેનવાસ પર ચિત્રિત સ્વતંત્રતા સંગ્રામને દર્શાવતા કેટલાક મુખ્ય લેન્ડમાર્કમાનું એક છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર

રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર

પ્રગતિ મેદાનના ગેટ નંબર એકના સમીપ ભૈરવ રોડ પર સ્થિત વિજ્ઞાન સંગ્રહાલયને વર્ષ 1992માં નવી દિલ્હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય વિજ્ઞાન સંગ્રહાલયોની રાષ્ટ્રીય પરિષદનો ભાગ છે. વિજ્ઞાન, સ્થાપત્યકલા અને ઇતિહાસના વિષયોની આ સંગ્રહાલયમાં આઠ તલ છે. વિજ્ઞાનમાં રૂચિ રાખતા લોકો માટે, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આ સ્થળ વિજ્ઞાન ગેલેરી અઇને વિભિન્ન પ્રભાગ તેને એક આદર્શ ગંતવ્ય સ્થાન બનાવે છે.

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ અથવા ગાંધી સ્મૃતિ સંગ્રહાલય એ સ્થળ છે, જ્યાં રાષ્ટ્રપિતા, મહાત્મા ગાંધીએ પોતાના જીવનના અંતિમ 144 દિવસ વિતાવ્યા હતા. ગાંધી સ્મૃતિને પહેલા બિરલા હાઉસ અથવા બિરલા ભવનના નામથી ઓળખવામાં આવતું હતું. આ એ જ સ્થળ છે, જ્યાં 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘરને કેન્દ્ર સરકાર દ્વારા 1971માં હસ્તગત કર્યું અને આમ જનતા માટે 15 ઓગસ્ટ 1873એ ખોલ્યું. આ એક શહીદ સ્તંભ પણ છે, જ્યાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના જીવન અને મૃત્યુથી સંબંધિત અનેક લેખ પણ દર્શાવવામાં આવ્યા છે.

English summary
the best museums delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X