For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન પર એક નજર..

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે જ્યારે ફેમિલી પ્રવાસનું આયોજન કરવાનું વિચારતા હોઇએ કે પછી હનિમૂન પર જવાનું વિચારતા હોઇએ તો આપણે હંમેશા કોઇ દરિયા કિનારો કે પછી કોઇ હિલ સ્ટેશનનો પ્રવાસ ખેડવાનું વિચારતા હોઇએ છીએ. લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.

અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ ભારત ભરમાં આવેલા સૌથી બેસ્ટ હિલ સ્ટેશન. આ લેખને વાંચીને આપ એ સરળતાથી નક્કી કરી શકશો કે આપે ફેમિલી ટૂર કે હનિમૂન ટૂર કયા હિલ સ્ટેશન પર કરવી છે. અહીં અમે આપના માટે માહિતી આપી છે પશ્ચિમ ભારતમાં આવેલા જોવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન અંગે.

આવો જોઇએ પશ્ચિમ ભારતના બેસ્ટ જોવાલાયક હિલ સ્ટેશન...

Khandala

Khandala

એક વ્યસ્ત અઠવાડિયા પછી તણાવ મુક્ત થવા માટે મહારાષ્ટ્ર સ્થિત ખંડાલા સૌથી ઉપયુક્ત હિલ સ્ટેશન છે. સહ્યાદ્રી શ્રેણીના પશ્ચિમ ભાગમાં સ્થિત આ સ્થળ સમુદ્ર તટથી 625 મીટરની ઉંચાઇ પર સ્થિત છે અને ભારતનું એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. ભોર ઘાટના અંતમાં સ્થિત આ સ્થળ લોનાવાલાથી લગભગ ત્રણ કિ.મીના અંતરે છે, જે એક અન્ય હિલ સ્ટેશન છે અને કર્જતથી સાત કિ.મીના અંતરે છે. સહ્યાદ્રી પર્વત શ્રેણીના પર્વતો અને ઘાટીઓમાં વસેલા આ નાનકડા સ્થાનમાં આખું વર્ષ આનંદદાયક વાતાવરણ રહે છે. શાનદાર પ્રાકૃતિક પરિદ્રશ્યથી સુશોભિત ખંડાલા પોતાના ઘાસના પર્વતો, ઉજ્જવળ ઘાટીઓ, સુંદર ઝીલો અને સુખદ ધોધોના લોભામણા દ્રશ્યો દ્વારા પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઉપરાંત અમૃતાંજન પોઇન્ટ, ડ્યૂક્સ નોજ, રેવુડ પાર્ક અને ભુશી બાંધ તરફ પણ પ્રવાસી આકર્ષાય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ ખંડાલાને. વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...

Lonavala

Lonavala

મુંબઇની ઝડપી અને ગીચતા ભર્યા મહાનગરીય જીવનથી દૂર રોમેન્ટિક રજાઓ ગાળવા માટે, લોનાવાલા મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમી ક્ષેત્રમાં એક લોકપ્રીય પર્વતીય ક્ષેત્ર છે. સમુદ્ર સ્તરથી 625 મીટર ઉંચાઇ પર સ્થિત, આ અત્યંત સુંદર પર્વતીય ક્ષેત્ર, લોભામણા સહ્યાદ્રી પર્વતોનો એક ભાગ છે અને વિસ્તારમાં 38 વર્ગ કિ.મીની આસપાસ છે. લોનાવાલા મુંબઇથી 97 કિ.મી અને પૂણેથી માત્ર 64 કિ.મી દૂર છે. લોનાવાલા સંસ્કૃતના શબ્દ લોનાવલીમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે, ગુફાઓ. લોનાવાલા શબ્દ લેન, જેનો અર્થ છે, પત્થરથી ખોદાયેલું આરામનું સ્થળ અને અવલીનો અર્થ છે, એક શ્રેણી. પ્રાચીન સમયમાં વર્તમાન લોનાવાલામાં યાદવ રાજાઓનું શાસન હતું. બાદમાં મુગલોએ તેને પોતાના કબજામાં લીધું અને આ ક્ષેત્રના સામરિક મહત્વનો અનુભવ કરીને લોનાવાલા પર ઘણા સમય સુધી રાજ કર્યું. 1871માં મુંબઇ ગવર્નર સર એલ્ફિસ્ટને લોનાવાલાની શોધ કરી. એ શોધ સમયે આ એક ગાઢ જંગલના રૂપમાં હતો અને માત્ર અમુક લોકો જ રહેતા હતા. વધુ તસવીરો જોવા માટે અત્રે ક્લિક કરો...

Mahabaleshwar

Mahabaleshwar

મહાબળેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લામાં આવેલું ખુબ જ રળિયામણું શહેર છે. મહાબળેશ્વર પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી સહ્યાદ્રિ પર્વતમાળા માં આવેલું ગિરિમથક છે. જગતના બારેમાસ લીલાછમ રહેતા અત્યંત થોડા જંગલો પૈકીનું એક સ્થળ મહાબળેશ્વર, બ્રિટિશ રાજના સમયમાં મુંબઇ પ્રાંતનું ઉનાળા દરમ્યાન વહીવટી મથક તરીકે સેવા આપતું હતું. મહાબળેશ્વરપુનાથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૧૨૦ કિલોમીટર અને મુંબઇથી ૨૮૫ કિલોમીટરના અંતરે આવેલું છે. મહાબળેશ્વર આશરે ૧૫૦ વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલું છે, જેની આસપાસ નયનરમ્ય ખીણો આવેલી છે. અહીં આવેલી વિલ્સન હીલ(સનરાઇઝ પોઇન્ટ) ૧૪૩૮ મીટર(૪૭૧૦ ફૂટ), દરિયાઇ સપાટીથી ઉંચાઇ પર આવેલું છે, જે મહાબળેશ્વરનું મહત્તમ ઉંચાઇ ધરાવતું સ્થળ છે, આથી અંહી ફરવા આવતા પ્રવાસીઓ સુર્યોદય નિહાળવા આવે છે.

Matheran

Matheran

માથેરાન એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ કર્જ તહેસીલમાં આવેલ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. આ ગિરિમથક પશ્ચિમ ઘાટમાં સમુદ્ર સપાટીથી ૮૦૦મી ઉંચાઈએ આવેલું છે. આ સ્થળ મુંબઈથી ૯૦ કિમી, પુનાથી ૧૨૦ કિમી દૂર આવેલ છે. ત્રણ મહા નગરોથી નજીક હોવાને કારણે આ સ્થળઝેરી લોકો માટે અઠવાડીક રજા ગાળવાનું સુલભ સ્થળ બની ગયું છે.માથેરાનનો અર્થ થાય છે "ટોચ પર આવેલ જંગલ" કે "જંગલ માતા". માથેરાન ને પર્યાવરણ અને જંગલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા એક સંવેદનશીલ પર્યાવરણ ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમામ્નું ક છે જ્યાં વાહન વ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન તમને ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહન વ્યવહાર ન હતો.

Panchgani

Panchgani

પંચગીની અને મહાબળેશ્વર બે હિલ સ્ટેશન છે જે સૌંદર્યને પુન: પરિભાષિત કરે છે. અહીંનું અમર સૌંદર્ય વાર્ષિક પર્યટકો, ઘરેલું લોકો અને અન્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે નોંધનીય છે કે પંચગીનીની શોધ બ્રિટિશ લોકો દ્વારા તેમના શાસનકાળમાં થઇ હતી. ઇતિહાસ જણાવે છે કે એક અધીક્ષક જેમને જ્હોન ચેસોનના નામથી ઓળખવામાં આવે છે તેઓની ઉનાળાની ઋતુમાં આ પ્રસિદ્ધ સ્થળની દેખભાળ માટે વરણી કરવામાં આવી હતી. પંચગીનીનો અર્થ થાય છે પાંચ પર્વતો અને તે સમુદ્રની સપાટીથી લગભગ 1,350 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. ઐતિહાસિકરીતે જાણિતું આ સ્થાન બ્રિટિશ લોકો માટે ઉનાળામાં એક આશ્રય સ્થળ સમાન હતું અને આજે પણ અહીંનું શાંત અને ઠંડું વાતારણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો હવે રાહ કંઇ વાતની આવો કેટલીંક શાનદાર તસવીરોથી અવગત કરાવીએ તમને પંચગીનીથી.

Mount Abu

Mount Abu

માઉન્ટ આબુ, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પોતાની પ્રાકૃતિક સુંદરતા, આરામદાયક જલવાયુ, હર્યાભર્યા પર્વતો, નિર્મળ ઝીલો, વાસ્તુશિલ્પીય દૃષ્ટિએ સુંદર મંદિરો અને અનેક ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. આ સ્થળ જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાનું એક છે. આ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતની સૌથી ઉંચી ચોંટી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પ્રવાસન આકર્ષણોમાં સૌથી ઉપર આવે છે. મોટાભાગે ગરમીઓ અને ચોમાસા દરમિયાન અહી પ્રતિવર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો આવે છે. છેલ્લા કેટલાક દશકાઓથી આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનિમુન માટે એક લોકપ્રીય પ્રવાસન સ્થળના રૂપમાં ઉભર્યું છે. વધુ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો...

Panhala

Panhala

પન્હાલા એક અનોખુ હિલ સ્ટેશન છે, જે મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં સ્થિત છે. આ સમુદ્ર ધરતીથી લગભગ 3200 ફૂટની ઉંચાઇ પર છે અને આ રાજ્યનું સૌથી નાનું શહેર હોવાનો શ્રેય તેને પ્રાપ્ત છે. પન્હાલાનો ઇતિહાસ આપણને મરાઠા સામ્રાજ્યના પ્રતિષ્ઠિત શાસક મહાન શિવાજી મહારાજના નેતૃત્વના સમયમાં લઇ જાય છે. આ સ્થળ એટલા માટે પ્રસિદ્ધ છે, કારણ કે શિવાજીએ અહીં માત્ર 500 દિવસ વિતાવ્યા હતા. બાદમાં 1827માં પન્હાલા બ્રિટિશ લોકોને આધઇન થઇ ગયું હતું. વધુ તસવીરો જોવા માટે અત્રે ક્લિક કરો...

Saputara

Saputara

સાપુતારા ગુજરાતની શુષ્ક પ્રકૃતિની વચ્ચે બિલકુલ અલાયદુ, રમણિય, સુંદર અને એકમાત્ર હિલ સ્ટેશન છે. આ ગુજરાતના ઉત્તર-પૂર્વ સીમાંત પર આવેલું છે અને પશ્ચિમી ઘાટના સહ્યાદરી પર્વતમાળા સુધી ફેલાયેલું છે. સહ્યાદ્રી રેંજના ડાંગ વનમાં વસેલુ, સાપુતારા હરિયાળીની સાથે ખૂબ જ વિવિધતાથી ભરપૂર એક રમણિય હિલ સ્ટેશન છે. આને લઇને એક પૌરાણિક કથા છે, કે ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન એક લાંબા સમય સુધી અહીં રોકાયા હતા. સાપુતારાનો અર્થ છે કે 'નાગાઓનું વાસ'. ડાંગ વન જ્યાં સાપુતારા સ્થિત છે, ત્યાંની વસ્તીમાં 90 ટકા આદિવાસી છે અને આ આદિવાસી નાગપંચમી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન સર્પગંગા નદીના તટ પર સાંપની એક છબીની પૂજા કરે છે. વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
The most adored Hill Stations in West India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X