તસવીરોમાં નિહાળો તિરુવનંતપુરમના સુંદર મંદિરો...
દક્ષિણમાં સ્થિ અને ભારતના સૌથી સુંદર રાજ્યોમાં ગણાતા કેરળ પ્રવાસનની દ્રષ્ટિએ આગવુ મહત્વ ધરાવે છે. જે કારણે આ રાજ્ય દેશ-દુનિયાના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. કેરળમાં જોવાલાયક અને ફરવાના અનેક સ્થળો છે. પરંતુ એ ઉપરાંત અહીંના ધાર્મિક સ્થળોનું પણ અનોખું મહત્વ છે. તો આજે આજ ક્રમમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ કેરળના એક શહેરથી જેને આશ્ચર્યલોક પણ કહેવામાં આવે છે. જેનું નામ છે તિરુવનંતપુરમની. જે કેરળની રાજધાની છે અને જેને હંમેશા ત્રિવેંદ્રમ પણ કહેવામાં આવે છે. તે ભારતના દક્ષિણી ભાગના પશ્ચિમી તટ પર સ્થિત છે. આપને જણાવી દઇએ કે મહાત્મા ગાંધીએ આ સ્થળને 'ભારતના સદાબહાર શહેર'ની સંજ્ઞા આપી હતી.
આપને કદાચ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ ત્રિવેંદ્રમની ગણતરી ભારતના દસ હરિયાળા શહેરોમાં થાય છે. નોંધનીય છે કે ધાર્મિક દ્રષ્ટિએ તિરુવનંતપુરમ પોતાના આલિશાન મંદિરોના પગલે દર વર્ષે લાખો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, કહેવામાં આવે છે કે દક્ષિણના આ સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર મંદિરોનું ગઢ છે.
આજે અત્રે ઘણા એવા મંદિર છે જેની સુંદરતા અને વાસ્તુકલા કોઇ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરવા માટે પુરતી છે. જેને ધ્યાનમાં રાખી આજે અમારા લેખ દ્વારા અમે આપને કેટલીક એક્સલુસિવ તસવીરો દ્વારા કરાવવા જઇ રહ્યા છીએ તિરુવનંતપુરમના સુંદર મંદિરોની યાત્રા.

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર
ભારતનું એક પ્રમુખ મંદિર જેને ખૂબ જ સુંદરતાથી દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી - Ashcoounter

કરિક્કાલોમ શ્રી ચામુડી દેવી મંદિર
એક 600 વર્ષ જુનું મંદિર, જ્યાં દેવીની ત્રણ રૂપોમાં પૂજા થાય છે.
ફોટો કર્ટસી - Vipin 8454

અટ્ટુકલ મંદિર
દેવી કન્નગીને સમર્પિત મંદિર જ્યાં દર વર્ષ અટ્ટુકલ પોંગલ દરમિયાન લાખો સ્ત્રીઓ પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે.
ફોટો કર્ટસી - Raji.srinivas

પલક્કાવુ ભગવતી મંદિર
દક્ષિણ ભારતનું એક અન્ય પ્રાચીન મંદિર, અત્રે ભદ્રકાળીની પૂજા થાય છે.
ફોટો કર્ટસી - ReNiz

જનાર્દન સ્વામી મંદિર
જનાર્દન સ્વામી મંદિર, એ ખૂબ જ સુંદર અને મન મોહી લેનારૂ મંદિર છે.
ફોટો કર્ટસી - Dev

સરકારાદેવી મંદિર
કેરળનું એક અન્ય પ્રાચીન મંદિર જેની સુંદરતા કલિયૂટ પર્વ દરમિયાન જોતા બને છે.
ફોટો કર્ટસી - Binoyjsdk

નૈયત્તિનકારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિર
નૈયત્તિનકારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિર જ્યાં ભગવાન કૃષ્ણના બાળ રૂપ ઉન્નીકૃષ્ણનની થાય છે પૂજા.

કુદરતના ખોળામાં માણો ફિશિંગનો આનંદ, ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન
કુદરતના ખોળામાં માણો ફિશિંગનો આનંદ, ટોપ 5 ફિશિંગ ડેસ્ટિનેશન, તસવીરોમાં જુઓ..