અદભૂત અને અનોખા છે ભારતના આ ટોપ 20 નેશનલ પાર્ક

Posted By:
Subscribe to Oneindia News

ભારતના અલગ-અલગ વન્યજીવ અભ્યારણ્ય હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પછી તે સિંહ હોય, વાઘ હોય કે પછી હર્યા ભર્યા ઘાસમાં વિહરતા હરણ અને નીલગાયના ઝૂંડ હોય, જાનવર બધાને પસંદ હોય છે. આજે આપણા ભારતમાં અલગ અલગ પ્રકારના અનેક જીવ જંતુઓ અને વનસ્પતિઓ છે. અહીં જંગલોમાં તમને એ બધુ મળી જશે, જેની કલ્પના તમે કરી હશે. નોંધનીય છે કે વન્ય જીવન પ્રકૃતિ એક અમૂલ્ય દેણ છે જે બેમિસાલ છે.

લગભગ 7517 કિ.મી સમુદ્ર તટ, હિમાલય ઘાટ, રણ અને સુંદરવન સુધી ફેલાયેલી અસમાન સ્તળાકૃતિ અને ચાર અલગ મોસમ ભારતને એક શાનદાર સ્થળ બનાવે છે, જ્યાં તમે અરબ મહાસાગરથી લઇને બંગાળની ખાડી અને કાશ્મીરથી લઇને કેરળ અને કન્યાકુમારી સુધી તમને અનોખી જૈવ વવિધતા જોવા મળશે. જો આજે ભારતમાં નેશનલ પાર્કની વાત કરીએ તો જાણવા મળે છે કે આજે ભારતમાં અંદાજે સવાસો નેશનલ પાર્ક છે.

આજ ભારત પશુ પ્રેમીઓ અને પ્રકૃતિથી લગાવ રાખનારું બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. અહી જ્યાં તમને એક તરફ આસામમાં સિંગડાવાળા ગેંડા મળશે તો બીજી તર તમને કાશ્મીરમાં કસ્તૂરી મૃગના દર્શન થશે. તો ચાલો તસવીરો થકી આપણે જાણીએ ભારતના કેટલાક પ્રમુખ રાષ્ટ્રીય ઉદ્યાનોને.

અરિગનાર અન્ના જુલૉજિકલ પાર્ક

અરિગનાર અન્ના જુલૉજિકલ પાર્ક

અરિગનાર અન્ના જુલૉજિકલ પાર્ક ભારતના તમિળનાડુ રાજ્યમાં છે, જને વંડાલૂર ચિડિયાઘરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ચેન્નાઇ શહેરના મુખ્ય બિંદુથી 31 કિ.મી દૂર છે. 1855માં સ્થાપિત આ ઝૂને ભારતના પહેલા પબ્લિક ઝૂ હોવાનો ગૌરવ પ્રાપ્ત છે. 602 હેક્ટરમાં ફેલાયેલું આ ઝૂમાં જાનવરોની અનેક પ્રજાતિઓ રહેલી છે.

બાંધવગઢ નેશનલ પાર્ક

બાંધવગઢ નેશનલ પાર્ક

મધ્ય પ્રદેશના વિંધ્ય પર્વતમાં ફેલાયેલા બાંધવગઢ નેશનલ પાર્ક વાઘો અને પોતાની જૈવ વિવિધતા માટે જાણીતા છે. અંદાજે 400 કિ.મી સુધી ફેલાયેલા આ પાર્કના જંગલ, પર્વતો અને ખુલ્લા મેદાનો છે. પાર્કમાં અનેક એવા સ્થળો છે, જે ટૂરિસ્ટ સ્પોટનું કામ કરે છે. બાંધવગઢ નેશનલ પાર્કમાં સ્તનપાઇની 22 પ્રજાતિઓ સહિત પક્ષીઓની 250 પ્રજાતિઓ રહેલી છે. આ અભ્યારણ્યમાં ફરો ત્યારે તેમને વાઘો,એશિયન શિયાળ, ધારદાર લક્કડખોદ, બંગાળી બિલાડી, રાટેલ, રીંછ, જંગલી બિલાડી, ભૂરો નોળિયો અને દિપડા સહિત અનેક પ્રકારના જાનવરો જોવા મળી શકે છે.

બાંદીપુર નેશનલ પાર્ક

બાંદીપુર નેશનલ પાર્ક

બાંદીપુર નેશનલ પાર્ક, બાંદીપુરના પ્રમુખ આકર્ષણોમાંનું એક છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓની સાથોસાથ રોમાંચ પ્રેમીઓ માટે પણ એક આદર્શ સ્થળ છે. 800 વર્ષ કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલા આ પાર્કમાં મોટી માત્રામાં સુંદર, ઉંડા અને ગાઢ જંગલો છે. 1931માં મૈસૂરના મહારાજાએ આ પાર્કની સ્થાપના કરી હતી, જે સમયે તે 90 વર્ગ કિ.મીના ક્ષેત્રમાં હતો. આ પાર્કમાં અનેક જાનવરો જેમકે વાઘ, ચાર સિંગડાવાળા હરણ, વિશાળ ખિશકોલી, હાથી, હાર્નબિલ, જંગલી કૂતરાં, ચીત્તા, નિષ્ક્રિય રીંછ છે. જાનવરો સાથે અહીં કેટલીક દુર્લભ પ્રજાતિઓના પક્ષીઓ પણ મળે છે.

ચિન્નાર વન્યજીવ અભ્યારણ્ય

ચિન્નાર વન્યજીવ અભ્યારણ્ય

ચિન્નાર વન્યજીવ અભ્યારણ્ય, પોલ્લાચીથી 65 કિ.મીના અંતરે સ્થિત છે. આ અભ્યારણ્યમાં 34 પ્રકારના સ્તનધારી જીવ મળી આવે છે, જેમાં પેંથર, સ્પોટેડ હરણ, ગૌર, ટાઇગર, હાથી, બોનેટ મકાઉ, નીલગિરી તહર, હનુમાન મંકી અને ગ્રિલ્ડ જોઇન્ટ સ્વક્વીરિલ વિગેરે છે. અહીનું મુખ્ય આકર્ષણ જીવ ગ્રિલ્ડ જોઇન્ટ સ્વક્વીરિલ, થુવનમ ઝરણુ અને પૈરોનામમિક વોચ ટાવર છે જે આખા પાર્કને સુંદર દ્રશ્ય પ્રદાન કરે છે.

કોર્બેટ નેશનલ પાર્ક

કોર્બેટ નેશનલ પાર્ક

કોર્બેટ નેશનલ પાર્ક વન્ય જીવ પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે, જેઓ પ્રકૃતિ માતાની શાંત ગોદમાં આરામ કરવા માગે છે. પહેલા આ પાર્ક રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નામથી જાણીતું હતું, પરંતુ 1957માં તેનું નામ કાર્બેટ નેસનલ પાર્ક રાખવામા આવ્યું. આ પાર્કનું નામ પ્રસિદ્ધ બ્રિટિશ શિકારી, પ્રકૃતિવાદી અને ફોટોગ્રાફર જીમ કાર્બેટના નામ પરથી રાખવામાં આવ્યું.

દાંદેલી વન્યજીવ અભ્યારણ્ય

દાંદેલી વન્યજીવ અભ્યારણ્ય

દાંદેલીની યાત્રા પર આવેલા પ્રવાસીઓએ દાંદેલી વન્યજીવ અભ્યારણ્ય અવશ્ય જવુ જોઇએ, જે આ શહેરનું પ્રમુખ આકર્ષણ છે. એક વન ક્ષેત્રને 10 મે 1956માં દાંદેલી વન્યજીવ અભ્યારણ્ય માનવામાં આવ્યું, જેને વર્ષ 2006માં દાંદેલી અન્શી ટાઇગર રિઝર્વના રૂપમાં જાહેર કરી દેવામાં આવ્યું. આ અભ્યારણ્યમાં પહોંચ્યા બાદ પ્રવાસીને ચટ્ટાણો, ઉંડી ઘાડીઓ અને પર્વતીય વન ક્ષેત્રો જોવાની તક મળે છે. આ અભ્યારણ્ય 834.16 વર્ગ કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને 100થી 970 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ અભ્યારણ્ય કાળા ચીત્તા જેવી અનેક અનોખી અને દુર્લભ પ્રજાતિઓનું ઘર છે.

દુઘવા રાષ્ટ્રીય પાર્ક

દુઘવા રાષ્ટ્રીય પાર્ક

દુઘવા નેશનલ પાર્ક, ભારત-નેપાલ સરહદ પાસે ઉત્તર પ્રદેશ રાજ્યના તરાઇ બેલ્ટમાં સ્થિત છે. 1958માં વન્યજીવ અભ્યારણ્યના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને 1977માં તે એક રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયું હતું. આઝે આ ઉદ્યાન બે ભાગોમાં વિભાજીત છે. કિશનપુર વન્યજીવ અભ્યારણ્ય અને કતરનિયાઘાટ વન્યજીવ અભ્યારણ્ય. આ ક્ષેત્રમાં મોટાભાગે ઝીલ, પૂલ અને અનેક નાળા છે. અહી હરણ, ચીત્તા, ફિશિંગ કેટ, રેટલ, સિવેટ, શિયાળ, હોગ ડિયર ને બાર્કિંગ ડિયર પણ સામેલ છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

એશિયન સિંહ વિશ્વમાં ક્યાંય નહીં પરંતુ માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાતમાં જન્મે છે. એવુ માનવામાં આવે છે કે, જુનાગઢના નવાબે આ સિંહોની રક્ષા કરી હતી, ત્યારે તે માત્ર 13 હતા. જો કે, આ આંકડો બાદમાં મળી આવેલા અભિલેખો અનુસાર વિવાદાસ્પદ રહ્યો છે. જંગલના નિવાસ સ્થાન અને વાતાવારણ આ સ્થળને સિંહો માટે સુરક્ષિત બનાવે છે.

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન

આ ભારતનું પ્રમુખ રાષ્ટ્રીય ઉદ્યાન છે. મધ્ય પ્રદેશ રાષ્ટ્રીય પાર્કો અને જંગલો માટે જાણીતું છે. અહીની પ્રાકૃતિક સુંદરતા અને વાસ્તુકળા માટે વિખ્યાત કાન્હા પ્રવાસીઓ વચ્ચે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કાન્હા જીવ જંતુઓના સંરક્ષણ માટે વિખ્યાત છે. આ અલગ-અલગ પ્રજાતિઓના પશુઓનું ઘર છે. આ પાર્ક 1945 વર્ગ કિ.મીના ક્ષેત્રમા ફેલાયેલું છે.

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગર્વમાનું એક છે, એ ઉલ્લેખ કરવું જરૂરી છે કે, લુપ્તપ્રાય ભારતીય એક સિંગડાવાળા ગેંડાનું આ ઘર છે અને વિશ્વમાં વાઘોની સૌતી વઘુ સંખ્યા અહી મળી આવતા તેને વાઘ અભ્યારણ્યના રૂપમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ અંદાજે 429.93 કિ.મી વર્ગના ક્ષેત્રવાળું મોટું ઉદ્યાન છે.

માનસ નેશનલ પાર્ક

માનસ નેશનલ પાર્ક

માનસ નેશનલ પાર્ક આસામનું એક પ્રસિદ્ધ પાર્ક છે. તેને યુનેસ્કો નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સાથોસાથ પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ, બાયોસ્ફિયર રિઝર્વ અને એલિફન્ટ રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે. આ હિમાલયના ફૂટહિલ પર સ્થિત છે અને ભૂતાન સુધી ફેલાયેલું છે. જેને રોયલ માનસ નેશનલ પાર્કના નામથી પણ ઓળખવામાં આવે છે.

નાગરહોલ નેશનલ પાર્ક

નાગરહોલ નેશનલ પાર્ક

નાગરહોલ શહેરની યાત્રા કરતી વખતે પ્રવાસીએ નાગરહોલ રાષ્ટ્રીય પાર્કનો પ્રવાસ અવશ્ય કરવો જોઇએ કારણ કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો તે એક ભાગ છે. આ રાષ્ટ્રીય પાર્ક, રાજીવ ગાંધી નેશનલ પાર્કના નામથી પણ જાણીતું છે, દેશના સૌતી સારા વન્યજીવ ભંડાર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના શહેર પાસે છે, પરંતુ તે મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાનો ભાગ છે. આ પાર્ક, રાજ્યનો પાંચમો અને દેશનો 22મો ટાઇગર રિઝર્વ પાર્ક છે, આ પાર્કને પ્રવાસન મંત્રાલય દ્વારા દેશનો સૌથા સારો પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો.

પેંચ નેશનલ પાર્ક

પેંચ નેશનલ પાર્ક

પેંચ નેશનલ પાર્ક સાતપુડાના પર્વતોના દક્ષિણ ભાગમાં સ્થિત છે. આ સ્થળનું નામકરણ પેંચ નદીના કારણે પડ્યું છે, જે પેંચ નેશનલ પાર્કની સાથોસાથ ઉત્તરથી દક્ષિણ તરફ વધે છે. આ પાર્ક મધ્ય પ્રદેશની દક્ષિણ સરહદે મહારાષ્ટ્ર પાસે સ્થિત છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેને 1983માં નેશનલ પાર્ક ઘોષિત કર્યું અને 1992માં અધિકૃત રીતે ભારતનું 19મું ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું.

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક, જવાહર લાલ નહેરુ ગ્રેટ હિમાલયન પાર્કના રૂપમાં પણ જાણીતું છે. કુલ્લુના પ્રમુખ પ્રવાસી આકર્ષણોમાનું એક છે. 50 વર્ગ કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલા આ પાર્કમાં 30થી વધારે સ્તનધારીઓ અને પક્ષીઓની 300થી વધારે અધિક પ્રજાતિઓ સહિત વનસ્પતિઓ અને પશુવર્ગની પ્રજાતિઓના એક વિસ્તૃત વિવિધતાનું ઘર છે. તે ખાસ કરીને પશ્ચિમી ટ્રૈગોપૈન, પક્ષીઓની અત્યાધિક લુપ્તપ્રાય પ્રજાતિના પાર્ક તરીકે જાણીતું છે.

પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય

પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય

થેક્કેડીમાં સ્થિત સૌથી વઘુ મુલાકાત લેવામાં આવતા પ્રવાસન સ્થળોમાનું એક પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાને અપ્રત્યાશિત રીતે કેરળ વન્યજીવ પ્રવાસનનો ચહેરો બદલી નાંખ્યો છે.

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તર ભારતના સૌથી મોટા વન્યજીવ ભંડારમાનું એક છે. જે રાજસી ખેલ સંરક્ષણ હતું. 1955માં તે એક વન્યજીવ અભ્યારણ્યના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, બાદમાં 1973માં પ્રોજેક્ટ ટાઇગરના પહેલા તબક્કામાં તેને સામેલ કરવામાં આવ્યું અને 1980માં તેને રાષ્ટ્રીય પાર્કનો દરજ્જો આફવામાં આવ્યો હતો. વાઘ ઉપરાંત તે વિભિન્ન જંગલી જાનવરોનું નિવાસ્થાન પણ છે.

તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન

તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન

તાડોબા રાષ્ટ્રીય ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લામાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ મહારાષ્ટ્ર રાજ્યના સૌથી મોટા અને જૂના નેશનલ પાર્કના રૂપમાં થાય છે. તમને જણાવી દઇએ કે આજે આ નેશનલ પાર્કમાં 43 ટાઇગર્સ છે.

સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન

સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન

દિલ્હી-અલવર-જયપુર માર્ગ પર સ્થિત સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન, જે સરિસ્કા ટાઇગર રિઝર્વ પણ છે, રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત છે. આ સ્થળ જે ક્યારેક અલવર રાજ્યમાં એક શિકાર સ્થળ હતું, તેને 1955માં વન્યજીવ અભ્યારણ્ય જાહેર કરી દેવામાં આવ્યુ, તથા 1979માં તેને એક રાષ્ટ્રીય પાર્કનો દરજ્જો મળ્યો. આ રાષ્ટ્રીય ઉદ્યાન સુંદર અરાવલીના પર્વતોમાં સ્થિત છે.

અલીપુર ચિડિયાઘર

અલીપુર ચિડિયાઘર

બ્રિટિશ યુગને યાદ કરવા માટે પ્રવાસી અલીપુર ચિડિયાઘર આવતા રહે છે. આ પાર્કની સુંદરતા અદભૂત છે અને પ્રેરણાદાયક છે જે ફોટોગ્રાફીના શૌખીન લોકો માટે આદર્શ કેનાવસ છે અને હળવા મોનસૂનવાળી બપોરે પરિવાર સાથે ફરવા માટે એક આદર્શ સ્થળ છે.

English summary
Here is a list of top 20 national parks you must visit.Take a look at this national parks in India list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.