ભારતના આ રહસ્યમયી મંદિરો અને તેની અજબ ગજબ પ્રથાઓ

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં કરોડો દેવી-દેવતા છે. અને અનેક દેવી દેવતાઓના અહીં ભવ્ય મંદિરો પણ આવેલા છે. અહીં બાઇકથી પણ પૂજા થાય છે. અને ભારતીયોની તેમના દેવી દેવતાઓ પ્રત્યે આસ્થા પણ અદ્ધભૂત છે. ભારતમાં તેવા અનેક અનોખા મંદિરો પણ આવેલા છે જે અનેક રહસ્યોથી ભરેલા છે. અને ત્યાં અલગ પ્રકારની જ પ્રથાઓ અનુસરવામાં આવે છે. ત્યારે જાણો આવા જ કેટલાક મંદિરો વિષે જેને જોવા માટે અનેક લોકો આવે છે.

મેહંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન

મેહંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન

રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરને ભૂત પ્રેત અને આત્માઓથી મુક્તિ મેળવવા માટે મહત્વનું માનવામાં આવે છે. અહીં ઢીલા પોચા મનના માણસો ઊભા નથી રહી શકતા. કારણ કે મંદિરમાં અનેક તેવા લોકો સજા થવા માટે આવે છે જેને જોઇને ભલભલા ડરી જાય. જો કે અહીં આત્માઓને નિકાળવા માટે કરીને અજીબો ગરીબ અખતરા કરવામાં આવે છે. કોઇને છત પર લટાકવામાં આવે છે તો કોઇને લોખંડની સાંકળથી બાંધી દેવામાં આવે છે. અહીં આજે પણ તાંત્રિકોની દુકાનો અંધશ્રદ્ધાના નામે ખૂબ ચાલે છે.

કોડુંગલ્લુર ભગવતી મંદિર, કેરળ

કોડુંગલ્લુર ભગવતી મંદિર, કેરળ

કેરળનું કોડુંગલ્લુર ભગવતી મંદિર ભદ્રકાળી માંને સમર્પિત છે. આ મંદિર આમ તો અન્ય મંદિર જેવું જ છે પણ અહીં દર વર્ષે 7 દિવસ માટે ભારની મહોત્સવ થાય છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ અદ્ધભૂત અવસર નિમિત્તે મહિલા અને પુરુષો લાલ કપડાં પહેરે છે અને હાથમાં તીક્ષ્ણ તલવાર લઇને નિકળે છે અને આ ઉત્સવમાં ભાગ લેનાર સદસ્ય તલવારથી પોતાના શરીરથી ઇજા પહોંચાડે છે. ત્યાં સુધી જ્યાં સુધી જ્યાંથી સુધી તેમના શરીરમાંથી અનેક લોહીની ધારો ના વહેવા લાગે. માતાજીના નામ સાથે આ લોકો મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારે ભારની મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઊમટે છે.

સ્તભેશ્વર મહાદેવ, ગુજરાત

સ્તભેશ્વર મહાદેવ, ગુજરાત

ગુજરાતનું આ મંદિર અદ્રશ્ય થઇ શકે છે. અને આ વાત સાચી છે કારણ કે આ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના કેમ્બે ખાડીમાં આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર 150 વર્ષ જૂનું છે. અને સમુદ્રની લહેરાના કારણે તે જલમગ્ન થઇ જાય છે. અને જ્યાં પાણી પાછા ફરે છે ત્યાં આ મંદિર પાછું પ્રગટ થાય છે. માટે જ આ મંદિરને જોવા માટે લોકો સવારે આવે છે. આવું અદ્ઘભૂત મંદિર જોવું હોય તો તમારે ગુજરાતના આ વિસ્તારની મુલાકાત તો ચોક્કસથી લેવી રહી.

કાલ ભૈરવનાથ મંદિર, વારાણસી

કાલ ભૈરવનાથ મંદિર, વારાણસી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ આ સુપ્રસિદ્ધ મંદિર તેને ચઢતા પ્રસાદ માટે જાણીતું છે. જ્યાં બીજા મંદિરોમાં ભક્તો ભગવાનને ચઢાવવા માટે નાળિયેર કે મીઠાઇ કે ફૂલ જેવી વસ્તુઓ લાવે છે. ત્યાં જ આ મંદિરમાં ભૈરવ બાબાને ચઢાવવા માટે લોકો દારૂ લાવે છે. અને મૂર્તિના મુખને આ દારૂ સ્પર્શ પણ કરાવવામાં આવે છે અને પછી તેને પ્રસાદીરૂપે વેચવામાં આવે છે. જો કે આ સિવાય તમે બહારથી મીઠાઇ કે ફૂલો પણ અર્પિત કરી શકો છો.

English summary
Top Mysterious Temples in India, weird rituals of Indian temples. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.