For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદમાં કેવી રીતે કરશો પ્રવાસ, જરૂરી ટ્રાવેલ ટિપ્સ

|
Google Oneindia Gujarati News

જોકે ફરવું ખુદમાં જ એક અલગ પ્રકારનો આનંદ આપે છે, પરંતુ વાત જ્યારે વરસાદમાં ફરવાની આવે છે ત્યારે, હંમેશા એવું જોવામાં આવ્યું છે કે લોકો મોનસૂન દરમિયાન ફરવા જવા માટે ખચકાય છે. એવું એટલા માટે કારણકે મોનસૂન દરમિયાન હવામાન ક્યારેય પણ બદલાઇ શકે છે અને વરસાદના પગલે આપ આપના હોટેલના રૂમમાં માત્ર ટીવી જ જોઇ શકશો, અથવા તો આપ હોટલની બારીમાંથી પડતા વરસાદી છાંટાઓને જોશો, પરંતુ તેને પોતાના શરીર પર પડતા અનુભવી શકશો નહીં.

આજે અમે આ આર્ટિકલમાં અમે આપને આપવાના છીએ ટ્રાવેલ ટિપ્સ જેને જો આપ અપનાવશો તો તમારી મોનસૂન ટ્રાવેલને પણ હંમેશા તમારી સ્મૃતિમાં રાખી શકશો. આજે અમારા દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સ જ્યાં એક તરફ ખૂબ જ સામાન્ય અને બૅઝિક છે પરંતુ તે ખૂબજ કારગર અને મોનસૂન ટ્રાવેલમાં એક અલાયદું મહત્વ ધરાવે છે.

તો આવો મોનસૂનમાં ટ્રાવેલ દરમિયાન આપે કઇ કઇ જરૂરીયાતની વસ્તુઓ તમારી પાસે રાખવી જોઇએ..

છત્રી

છત્રી

વરસાદની અનિશ્ચિતતા ઘણીવાર મુશ્કેલીમાં મુકી દે છે. તેનાથી બચવાનું સૌથી સરળ ઉપાય છે કે આપ એક હેન્ડી છત્રી રાખો જેને આપ ક્યાંય પણ કેરી કરી શકો. નોંધનીય છે કે છત્રી આપને એક તરફ વરસાદી પાણીથી બચાવે છે જ્યારે તે ફેશન સ્ટેટમેન્ટ પણ આપને એક અલગ ઓળખ આપે છે.
ફોટો કર્ટસી - Atilla Kefeli

રેઇનકોટ

રેઇનકોટ

ઘણીવાર એવું જોવાયું છે કે વરસાદના છાંટા છત્રી પર ભારે પડી જાય છે, અને આપ વરસાદમાં પલડી જ જાવ છો. આવામાં મોનસૂન ટ્રાવેલ દરમિયાન રેઇનકોટ એક ઉત્તમ વિકલ્પ છે. જો આપ મોનસૂનમાં ક્યાંય ફરવા જઇ રહ્યા હોવ તો આપના બેગમાં રેઇનકોટ મૂકવાનું ભૂલશો નહીં.
ફોટો કર્ટસી- Kay Adams

શૂઝ

શૂઝ

વરસાદ દરમિયાન સૌથી મોટો ભય રહે છે પોતાના શૂઝનું રક્ષણ કરવું. વરસાદી પાણીમાં શૂઝ હંમેશા ખરાબ થઇ જાય છે. તો એવામાં આપ હવે જ્યારે પણ વરસાદની સિઝનમાં ક્યાંય ફરવા માટે જાવ તો પોતાની પાસે એક જોડી ગમબૂટ ચોક્કસ રાખો. એવું કરવાથી જ્યાં એક શૂઝને ખરાબ થવાથી બચાવી શકાય છે જ્યારે બીજી બાજું પોતાની ટ્રીપને એન્જોય કરી શકો છો.
ફોટો કર્ટસી- HeveaFan

મેડિકલ કિટ

મેડિકલ કિટ

યાત્રા દરમિયાન સામાન્ય દર્દી-ખાસી થવી તે સામાન્ય વાત છે, પરંતુ બેદરકારી રાખવાથી તમારી તબિયત વધારે લથડી શકે છે. સામાન્ય રીતે નવું સ્થળ અને હવામાન પરિવર્તિત થવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, અને તે બિમાર પડી જાય છે. તો હવે આપ જ્યારે પણ પ્રવાસ પર જાવ તો પોતાની પાસે એક મેડિકલ કિટ ચોક્કસ રાખો. આ મેડિકલ સ્ટોરમાં સરળતાથી ઉપલબ્ધ છે.
ફોટો કર્ટસી- ProjectManhattan

નાનો રૂમાલ

નાનો રૂમાલ

મોનસૂનમાં યાત્રા દરમિયાન આપ પોતાની સાથે એક નાનો રૂમાલ ચોક્કસ રાખો. સાથે જ આપ એ વાતનો પણ ખ્યાલ રાખો કે આપ જે રૂમાલ લઇ જઇ રહ્યા છો તે પાણીને બરાબર સાફ કરી શકે છે. જો આપ પલડી ગયા તો આ રૂમાલનો ઉપયોગ આપ પોતાને સાફ કરવા માટે કરી શકો છો.
ફોટો કર્ટસી- Xavigivax

બેગપેક

બેગપેક

વધારે સામાન હંમેશા મુશ્કેલીનું કારણ બની રહે છે, જ્યાં એક તરફ આને ઉઠાવવામાં એક વ્યક્તિ થાકી જાય છે, તેમજ તેનું વારંવાર પેકિંગ એક મુશ્કેલીનું કામ બની રહે છે. માટે યાત્રા સમયે તમારી પાસે એક કેનવાસની નાની બેગ ચોક્કસ રાખો. આ બેગમાં આપ આપની રોજીંદા વપરાશની વસ્તુઓને રાખી શકો છો.
ફોટો કર્ટસી- Berghaus Vulcan

મચ્છરથી બચનારી ક્રિમ

મચ્છરથી બચનારી ક્રિમ

આપ પોતાની યાત્રા દરમિયાન પોતાની સાથે લગેજમાં મચ્છરોથી બચાવતી ક્રીમ ચોક્કસ રાખો. ઘણીવાર એવું જોવાયું છે કે આપ ઓપન એર હેંગઆઉટ કરતા હોવ અથવા પોતાના ટ્રાવેલને રોમાંચિત બનાવવા માટે બૉન ફાયરનું પાલન કરો છો અને જો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ રહ્યો તો તે આપની ટ્રીપ બગાડી શકે છે. માટે આપ હવે ક્યાંય પણ પ્રવાસે જવાના હોવ તો મચ્છરોને ભગાડવાની વ્યવસ્થા સાથે કરીને જાવ.
ફોટો કર્ટસી- Tjeerd Wiersma from Amsterdam, The Netherlands

English summary
Here are some essential travel tips to survive your trip during the monsoons. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X