વેલેન્ટાઇન ડે પર પાર્ટનર સાથે Low-budget માં વિદેશ ફરવું છે?
વિદેશ ફરવા જવાનું સપનું દરેક લોકો ઇચ્છે છે. પણ વિદેશ ફરવા જવું ખુબ જ મોંધુ છે તેમ વિચારીને અનેક લોકો વિદેશ જવાનું ટાળે છે. પણ હવે વિદેશ જવું પહેલા જેવું મોંધુ નથી રહ્યું તેવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે ઓછા બજેટ સાથે વિદેશ ફરવા માટે જઇ શકો છો. વળી હાલ જ વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે. જો તમે તમારા પાર્ટનર એક ખાસ સરપ્રાઇઝ આપવા માંગો છે અને તેને વિદેશ લઇ જવાની ઇચ્છા રાખો છો તો આ આર્ટીકલ તમારા કામનો છે.
ઓછા બજેટમાં પણ વિદેશ જવાની જો તમારી ઇચ્છા હોય અને ઓછા બજેટ સાથે પણ તમે હનીમુન કે તમારા પાર્ટનર સાથે વિદેશ ફરવા જવા ઇચ્છો છો, કે પછી પોતે વિદેશ જવાનું વિચારો છો તો તમારી નીચેની જગ્યાઓની ફ્લાઇટ ટિકીટ તપાસતા રહેવું જોઇએ, કારણ કે આ તમામ જગ્યાઓ પર કેટલીક વાર ઓફર પણ નીકળે છે અને ઓફર ના હોય તેમ છતાં તે એટલી સસ્તી છે કે 40 થી 50 હજાર રૂપિયાના બજેટમાં તમે આ તમામ જગ્યાઓની મુલાકાત લઇ શકો છો. તો વિદેશ જવાનું હવે ખાલી વિચારો જ નહીં તમારા સપનાને સાકાર કરવા માટે નીચેની લો બજેટ જગ્યાઓ, જેમાં ભારતની જવું સસ્તુ છે તેને ચકાશો....
સિંગાપોર
અનેક ગુજરાતીઓ દર વર્ષે મોટી સંખ્યામાં સિંગાપોર જાય છે. આ નાના પણ સંસ્કૃતિથી ભરેલા દેશમાં અનેક તેવી મનોરંજનની જગ્યાઓ છે જે તમે માણી શકો છો. વળી અહીંની નાઇટ લાઇફ, ખાણીપીણીની બજાર અને અહીંના વિશાળ અને અદ્ધભૂત મંદિરો એક વાર તો જોવા બને છે. વળી અહીંની 5 દિવસની ટ્રીપ પણ તમને 40 હજારના બજેટની આસપાસ મળી શકે છે. અને કોઇ પણ સારી હોટલનું ભાડુ પણ એક રાતના 2000 રૂપિયા લેખે પડે છે.
દુબઇ
દિલ્હીથી ખાલે 2.5 કલાકમાં દુબઇ પહોંચી જવાય છે. રણપ્રદેશમાં આવેલ આ પ્રવાસ સ્થળ અદ્ધભૂત સુંદરતા ધરાવે છે. વળી દુબઇ મરીના અને ત્યાંથી રાતની રોશની ખાસ જોવા લાયક છે. અહીં પણ 5 દિવસની ટ્રીપ તમને 40 હજારની અંદર મળી જશે. અને અહીંની વિશાળ કાળ ઇમારતો તમને લાંબા સમયની યાદગારી આપશે.
ભૂતાન
પહાડો અને શાંતિ સાથે પ્રાકૃતિનો સંગાથ જો તમને ગમતો હોય તો એક વાર તો તમારે ભૂટાન જવું જ રહ્યું. વળી તમારી પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ તમે અહીં જઇ શકશો. ભારતના પડોશી દેશ તેવા ભૂટાનની સુંદરતા અદ્ઘભૂત છે. અહીં તમને 500 રૂપિયામાં સરળતાથી ગેસ્ટ હાઉસ મળી જશે. વળી અહીંની 5-6 દિવસની ટ્રીપ પણ તમને 35 હજારમાં પડશે. વળી એકલા પણ જવું હોય તો આ જગ્યા એક સારી અને સલામત ડેસ્ટ્રીનેશન મનાય છે.
સાઉથ કોરિયા
હાલ સાઉથ કોરિયા તેના પ્રવાસનનો ખૂબ જ પ્રચાર કરી રહ્યો છે. જેનો લાભ તમે લઇ શકો છો. અહીં પણ તમે ઓછા ખર્ચે જઇ શકો છો. સિંગાપોરની જેમ જ અહીં અનેક ફરવાની જગ્યાઓ છે. હોટલ પણ અહીં 2000 રૂપિયામાં મળી જાય છે. અને તમે આ વિદેશ પ્રવાસ વ્યક્તિ દીઠ 40 હજારની અંદર કરી શકો છો.
નેપાળ
ભારતનું પડોશી શહેર નેપાળ અદ્ધભૂત સુંદરતા ધરાવે છે. વળી અહીં તમે 7 દિવસની ટ્રીપ પર પણ જાવ તો લો બજેટ ટ્રાવેલિંગ કરી શકો છે. તે પણ 40 હજારની અંદર થઇ જશે. તો રાહ ના જુઓ અને આજે જ પોતાની આગામી વિદેશ ટ્રીપ નક્કી કરો. અને જો તમે પણ ઇચ્છતા હોવ કે એક વાર વિદેશ જવું છે તો આ જ સમય છે તમારા વિદેશના વિચારોને આકાર આપવાનો.