For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રહસ્યમય મંદિર જ્યાં ભક્તો દ્વારા ચઢાવાય છે દેવતાઓને ઘડિયાળ

|
Google Oneindia Gujarati News

ભારત વિવિધતાઓમાં વિશેષતાઓ ઉપરાંત રહસ્યો અને મંદિરનો પણ દેશ છે. આજે અહી એવા અનેક રહસ્યમય મંદિર છે જે તમને આશ્ચર્યમાં મુકી દે છે અને આ મંદિરોમાં દર્શન આપ્યા બાદ એ વિચારવા માટે મજબૂર કરી દે છેકે શું ખરેખર આ ભક્તિને પ્રોત્સાહિત કરે છેકે પછી અંધવિશ્વાસને. કંઇક આવો જ મામલો ઉત્તર પ્રદેશના જૌનપુર જનપદનો છે, જ્યાં આવતા ભક્ત મંદિરમાં બિરાજમાન દેવતાઓને પોતાની માનતાઓ પૂર્ણ થયા બાદ ફૂલ, માળા, પ્રસાદના સ્થળે ઘડિયાળ ચઢાવે છે. તેમનું માનવું છેકે ઘડિયાળ ચઢાવવાથી બાબા ખુશ થાય છે.

આ પરંપરાના કારણે આ મંદિરના દેવતાને ઘડિયાળવાળા બાબા કહેવામાં આવે છે. આ દેવસ્થળ પર ઘડિયાળ ચઢાવવાની પરંપરા અંદાજે 30 વર્ષ પૂર્વે એક ટ્રક ચાલકે શરૂ કરી હતી. સ્થાનિક લોકો જણાવે છેકે એક વ્યક્તિ બ્રહ્મ બાબાને માનતા કરી હતી કે જો તે ટ્રક ચલાવવાનું શીખી જશે તો દિવાલ ઘડિયાળ ચઢાવશે. તેની માનતા પૂર્ણ થઇ ગઇ અને તેણે દિવાલ ઘડિયાળ ચઢાવી. ત્યારથી આ એક પરંપરા બની ગઇ છે.

જગરનાથપુરમાં આવેલું છે આ મંદિર

જગરનાથપુરમાં આવેલું છે આ મંદિર

જિલ્લા મુખ્યાલયથી અંદાજે 30 કિ.મી દૂર મડિયાહુ તહસીલના જગરનાથપુર ગામમાં આ બ્રહ્મ બાબાનું મંદિર પ્રાચીન કાળથી જ સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો મન્નત માંગવા આવે છે અને પૂર્ણ થઇ ગયા બાદ દિવાલ પર ઘડિયાળ ચઢાવે છે.

સ્થાનિક લોકો શું માને છે

સ્થાનિક લોકો શું માને છે

સ્થાનિક લોકોનું માનવું છેકે બ્રહ્મ બાબા બધાની ઇચ્છાઓ પૂરી કરે છે. ઘડિયાળવાળા બાબાના દરબારમાં પ્રતિદિન સેંકડો ભક્ત આવી દર્શન-પૂજા કરે છે અને પૂરી આસ્થા સાથે દિવાલ પર ઘડિયાળ ચઢાવે છે.

કોઇ ભક્ત ખાલી હાથે જતો નથી તેવો વિશ્વાસ

કોઇ ભક્ત ખાલી હાથે જતો નથી તેવો વિશ્વાસ

શ્રદ્ધાળુંઓને વિશ્વાસ છેકે બાબા અહી હાજરી આપવા આવેલા કોઇને પણ ખાલી હાથે જવા દેતા નથી.

ઘડિયાળોની નથી થતી ચોરી

ઘડિયાળોની નથી થતી ચોરી

ઘડિયાળવાળા બાબા પ્રત્યે ભક્તોમાં એટલી અતૂટ આસ્થા છેકે મંદિર પરિસરમાં ખુલ્લાં આકાશ નીચે ટિંગાળેલી દિવાલ ઘડિયાળને ચોરવાની તો વાત દૂર કોઇ તેને સ્પર્શ કરવાની પણ હિંમત કરતું નથી.

English summary
The Brahma Baba Temple of Jaunpur is unique in its own way. Want to find out how? Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X