For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશનું સારનાથ એટલે ગૌતમ બુદ્ધનું પવિત્ર સ્થળ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં વારાણસીની પાસે સારનાથ નામે એક નાનકડું ગામ છે. તેની પ્રસિદ્ધિનું સૌથી મોટું કારણ અત્રે સ્થિત ડીયર પાર્ક છે, અત્રે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. પહેલા બૌદ્ધ સંઘની સ્થાપના પણ અત્રે જ થઇ હતી. સારનાથનો બૌદ્ધ ધર્મ સાથે ગાઢ સંબંધ છે, અને આ ભારતના ચાર પ્રમુખ બૌદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે.

સારનાથમાં જ મહાન ભારતીય સમ્રાટ અશોકે ઘણા સ્તંભો બનાવડાવ્યા હતા. તેમણે અત્રે પ્રસિદ્ધ અશોક સ્તંભનું પણ નિર્માણ કરાવડાવ્યો હતો, જેમાંથી હવે થોડાક જ બાકી રહ્યા છે. આ સ્તંભ પર બનેલા ચાર સિંહ આજે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. જ્યારે સ્તંભના ચક્રને રાષ્ટ્રીય ધ્વજમાં જોઇ શકાય છે.

1907થી અત્રે ઘણુ ખોદકામ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા પ્રાચીન સ્મારક અને પત્થરો મળ્યા છે, જેનાથી ઉત્તર ભારતમાં બૌદ્ધ ધર્મનો આરંભ અને વિકાસની ભાળ મળે છે.

સારનાથ અને આસપાસના પ્રવાસન સ્થળ
સારનાથમાં ઘણા બૌદ્ધ સ્મારક છે. તેમાંથી એક ઇસા પૂર્વ બીજી સદીનું છે. આ ગામ બૌદ્ધ તીર્થ યાત્રીયો અને પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત અત્રે ઇતિહાસકારો પણ આવે છે અને પુરાતત્વવિદ પણ આવે છે, જે અત્રેના સ્મારકો અને પત્થરો પર અંકિત પ્રાચિન લિપિઓનું અધ્યયન કરે છે.

ડીયર પાર્ક પણ મોટી સંખ્યામાં પર્યટકોને પોતાની તરફ ખેંચે છે. ડીયર પાર્કમાં સ્થિત ધમેખ પહાડી એ સ્થાન છે જ્યાં, ગૌતમ બુદ્ધે 'આર્ય અષ્ટાંગ માર્ગ'નો સંદેશ આપ્યો હતો.

સારનાથમાં ઘણી પ્રાચિન પહાડીઓ છે. તેમાંથી એક છે ચૌખંડી સ્તૂપ, જ્યાં બુદ્ધના હાડકા રાકવામાં આવ્યા છે. અત્રેના પર્યટન સ્થળોમાં એક નામ હાલમાં જ જોડાયેલું છે. અને તે છે મૂલગંધ કુટી બિહાર, જેને 1931માં મહા બોધિ સોસાયટીએ બનાવવડાવ્યું હતું. આ ઉપરાંત અત્રે થાઇ મંદિર અને કાગ્યુ તિબ્બતી મઠ પણ ફરવા લાયક છે.

કેવી રીતે આવશો સારનાથ
સારનાથ રેલવે અને માર્ગ પરિવહનથી સારી રીતે જોડાયેલો છે.

સારનાથ ફરવાનો સૌથી સારો સમય
નવેમ્બરમાં માર્ચના સમયને સારનાથ ફરવાનું ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયે અત્રે મૌસમ ખૂબ જ સુંદર રહે છે. અત્રે કડક ગરમી પડે છે. માટે ગરમી ના સમયે અત્રે જવું યોગ્ય નથી.

સારનાથ સંગ્રહાલય

સારનાથ સંગ્રહાલય

સારનાથ સંગ્રહાલયમાં સ્થિત ગૌતમ બુદ્ધની એક પ્રાચિન મૂર્તિ.

મુલગંધા કુટી વિહાર

મુલગંધા કુટી વિહાર

સારનાથમાં આવેલું બૌદ્ધિસ્ટો માટેનું એક મંદિર

મુલગંધા કુટી વિહાર

મુલગંધા કુટી વિહાર

સારનાથમાં આવેલું બૌદ્ધિસ્ટો માટેના મંદિરની અંદરની ઝલક

મુલગંધા કુટી વિહાર

મુલગંધા કુટી વિહાર

મુલગંધા કુટી વિહારમાં સ્થિત ગૌતમ બુદ્ધની એક મૂર્તિ

અશોક સ્તંભ

અશોક સ્તંભ

સારનાથમાં આવેલ અશોક સ્તંભ

અશોકના શિલાલેખ

અશોકના શિલાલેખ

સારનાથમાં આવેલ અશોક સ્તંભ, જેની પર બ્રાહ્મી લિપિમાં લખેલું લખાણ

અશોક સ્તંભ

અશોક સ્તંભ

સારનાથમાં આવેલ અશોક સ્તંભ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપની દૂરથી લેવાયેલી તસવીર

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપમાં તિબ્બતી મહિલાઓ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપની નજીકથી લેવાયેલી તસવીર

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપમાં આવેલ નાના નાના સ્તૂપ

ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપ

પાસેથી જોતા કંઇક આવું દેખાય છે ધમેખ સ્તૂપ

ધમેખ સ્તૂપમાં નકશી કામ

ધમેખ સ્તૂપમાં નકશી કામ

ધમેખ સ્તૂપમાં કરવામાં આવેલું સુંદર નકશી કામ

ધમેખ સ્તૂપમાં નકશી કામ

ધમેખ સ્તૂપમાં નકશી કામ

ધમેખ સ્તૂપમાં કરવામાં આવેલું સુંદર અને જટીલ નકશી કામ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપમાં આવેલી પ્રાચિન લાલ ઇંટની દિવાલ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપનું એક દ્રશ્ય

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપમાં આવેલી એક લાંબી દીવાલ, એકની ઉપર એક એવી રીતે ઉભી કરેલી છે.

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ પાસેથી જોતા કંઇક આવું દેખાય છે.

ચૌખંડી સ્તૂપ

ચૌખંડી સ્તૂપ

એક પ્રસિધ્ધ સ્તૂપ તરીકે જાણીતું ચૌખંડી સ્તૂપ.

હિરણ પાર્ક

હિરણ પાર્ક

હરણોની એક નયનરમ્ય તસવીર

English summary
Sarnath is a small village in Uttar Pradesh near Varanasi. Its chief claim to fame is the deer park where Gautama Buddha first preached dharma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X