For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન બુદ્ધના માર્ગદર્શનથી આ સ્થળ બની ગયુ યાદગાર

|
Google Oneindia Gujarati News

વૈશાલીનો ઇતિહાસ ઘણો મજબૂત છે. વૈશાલી એક સુંદર ગામ છે, જ્યાં કેરી અને કેલાના મોટા-મોટા ફાર્મ અને ખેતર જોવા મળે છે. વૈશાલી પ્રવાસન, અદ્ભૂત બૌદ્ધ સ્થળો માટે જાણીતું છે. વૈશાલીને પ્રારંભથી જ પ્રવાસનની દ્રષ્ટીએ એક વિશેષ સ્થાન અને અધ્યાયના રૂપમાં જોવામાં આવે છે. જો તેના ઇતિહાસ અંગે વાત કરવામાં આવે તો વૈશાલીનો ઉલ્લેખ, રામાયણ કાળથી થતો આવ્યો છે. મહાભારતમાં પણ વૈશાલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સ્થાનનું નામ અહીંના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે વિશાલ નામથી જાણીતા હતા. ભગવાન મહાવીરના જન્મ પહેલા, આ શહેર લિચ્છવિ રાજ્યની રાજધાની હતુ. આ સ્થાનનું એક ઉંડુ આદ્યાત્મિક મહત્વ છે, આ એક ગણરાજ્ય છે, જ્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો છે. ભગવાન બુદ્ધે આ સ્થળને પોતાના માર્ગદર્શનથી યાદગાર બનાવી દીધુ.

વૈશાલીમાં ભગવાન બુદ્ધના જ્ઞાનના 100 વર્ષ બાદ, અહીં બીજા મહાન બૌદ્ધ પરિષદની મેજબાની કરવામાં આવી. અનેક ઇતિહાસકારો આ શહેરને 6ઠ્ઠી શતાબ્દીમાં વિશ્વનું પહેલુ ગણરાજ્ય પણ ગણાવ્યું, જ્યાં પ્રતિનિધિઓના રૂપમાં એક નિકાયની સ્થાપના કરવામાં આવતી હતી. વૈશાલીને પ્રાચીન કાળમાં એક પ્રખ્યાત હબના રૂપમાં માનવામાં આવતું હતું. અહીં સ્થિત લાઇફ-સાઇઝ થાંભલા પર ભગવાન બુદ્ધના અંતિમ ઉપદેશ અને ઉદ્ઘોષણા પણ લખેલી છે.

વૈશાલી પ્રવાસન, ધર્મ, સંસ્કૃતિ અને પુરાતત્વના પહેલુઓ પર ભારે પડ્યું છે. વૈશાલી પ્રવાસન દરમિયાન, અશોકન ખંભા, બુદ્ધ સ્તૂપ, કંદલપુર, રાજા વિશાલનું ઘર, કોરોનેશન ટેંક, બુદ્ધિ માઇ, રામચાઉરા, વૈશાલી સંગ્રહાલય, વિશ્વ શાંતિ શિવાલય વિગેરેની મુલાકત લઇ શકો છો. વૈશાલી, વૈશાલી મહોત્સવના કારણે પણ જાણીતું બન્યુ છે. વૈશાલીના પ્રવાસનમાં અન્ય આકર્ષણ અહીંના મધુબની પેન્ટિંગ, પથ્થરની મૂર્તિઓ અને સ્થાનિક હસ્તશિલ્પ છે.

વૈશાલી આવનારા પ્રવાસી અહીંની કલા અને શિલ્પને વધુ પસંદ કરે છે અને તેમને સહેલાયથી ખરીદી પણ શકાય છે. વૈશાલીના સ્થાનિક શિલ્પ, રમકડાં, બંગળીઓ વિગેરે લાખના બનેલા હોય છે. વૈશાલીમાં રસેદાર લીચી રાખવા માટે એક સુંદર ટોકરી બનાવવામાં આવે છે. અહીના શિલ્પ કૌશલ ખરેખર એક મોટી સિદ્ધી છે. તો ચાલો વૈશાલીને તસવીરો થકી નિહાળીએ.

આનંદ સ્તૂપ

આનંદ સ્તૂપ

વૈશાલીમાં આવેલું આનંદ સ્તૂપ

કુટાગરાસાલા વિહાર

કુટાગરાસાલા વિહાર

વૈશાલીમાં આવેલુ કુટાગરાસાલા વિહાર અને ત્યાં આવેલું તીર્થ

વિશ્વ શાંતિ શિવાલય

વિશ્વ શાંતિ શિવાલય

વૈશાલીમાં આવેલું વિશ્વ શાંતિ શિવાલય

અવશેષ સ્તૂપ

અવશેષ સ્તૂપ

વૈશાલીમાં આવેલું અવશેષ સ્તૂપ

રામચૂરા

રામચૂરા

વૈશાલીમાં આવેલુ રામચૂરા

English summary
Vaishali has a strong historical footing. The city of Vaishali comes across as beautiful village surrounded by banana and mango groves and rice fields.Vaishali tourism has been known for the amazing Buddhist sites it possesses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X