keyboard_backspace

Happy Earth Day 2022: જાણો પૃથ્વી દિવસ પર જાણીતી હસ્તીઓના અમૂલ્ય વિચાર

પૃથ્વી દિવસ પર જાણો અમુક જાણીતા વિદ્વાનોના વિચારો અને તેના પરથી આવનારા ભવિષ્ય માટે પ્રેરણા લો.

Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મનુષ્ય પ્રકૃતિનો હિસ્સો છે પરંતુ પોતાની સુખ-સુવિધાઓ પૂરી કરવાની ઈચ્છામાં તેની દખલ એટલી વધી ગઈ છે જેની અસર પર્યાવરણ અને પૃથ્વી પર જોવા મળી રહી છે. પૃથ્વી બધાનુ ધ્યાન રાખે છે ભલે તે નિર્જીવ હોય કે સજીવ, આ જ કારણ છે કે પૃથ્વીને માનો દરજ્જો આપવામાં આવે છે. દેશ અને દુનિયામાં લોકો પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે. આના માટે પૃથ્વીને સંરક્ષિત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવાનો સિલસિલો શરુ થયો. દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આ પ્રસંગે જરુર જાણો અમુક જાણીતા વિદ્વાનોના વિચારો અને તેનાથી આવનારા ભવિષ્ય માટે પ્રેરણા લો.

earth
  • વિશ્વ પૃથ્વી દિવસની શુભકામનાઓ
  • આવનારી પેઢી છે પ્યારી, તો પૃથ્વીને બચાવવાની છે આપણી જવાબદારી
  • વૃક્ષો વચ્ચે વીતાવેલો સમય ક્યારેય બરબાદ નથી થતો - કેટરીના મેયર
  • આપણે ભૂલી ગયા છે કે કેવી રીતે સારા મહેમાન બનીએ, કેવી રીતે પૃથ્વી પર હળવાશથી ચાલીએ જેવી રીતે અન્ય જીવો કરે છે - બારબરા વાર્ડ
  • સંગીત અને કલાની જેમ, કુદરતનો પ્રેમ એક સામાન્ય ભાષા છે જે રાજકીય કે સામાજિક સીમાઓને પાર કરી શકે છે - જિમી કાર્ટર
  • મને ત્યારે ગુસ્સો આવે છે જ્યારે હું બરબાદી જોઉ છુ. જ્યારે હું જોઉ છુ કે લોકો એવી વસ્તુઓ ફેંકી રહ્યા છે જેમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ - મધર ટેરેસા
  • પર્યાવરણ એ છે જ્યાં આપણે બધા મળીએ છીએ, જ્યાં આપણા સહુનુ પરસ્પર હિત હોય છે; આ એક એવી વસ્તુ છે જેને આપણે સહુ શેર કરીએ છીએ - લેડી બર્ડ જૉનસન
  • ખુશીની પહેલી શરતોમાંની એક એ છે કે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની કડીને તોડવી ન જોઈએ - લિયો ટૉલ્સ્ટૉય
  • આ આપણી સામૂહિક અને વ્યક્તિગત જવાબદારી છે કે આપણે વૈશ્વિક પરિવારની રક્ષા કરીએ અને તેનુ પાલન પોષણ કરીએ, તેના નબળા સભ્યોનુ સમર્થન કરીએ અને એ વાતાવરણને સંરક્ષિત કરીએ જેમાં આપણે સહુ રહીએ છીએ - દલાઈ લામા
  • એક રાષ્ટ્ર જે આપણી માટીને નષ્ટ કરી દે છે તે ખુદને નષ્ટ કરી દે છે. વન આપણી ભૂમિના ફેફસા છે, હવાને શુદ્ધ કરે છે અને આપણા લોકોને નવી તાકાત આપે છે - ફ્રેંકલિન ડી. રુઝવેલ્ટ
  • આવો આપણે પ્રકૃતિને પોતાની રીતે ચાલવા દઈએ. તે પોતાના કામને આપણાથી વધુ સારી રીતે સમજે છે - મિશેલ ડી મૉન્ટેન

English summary
World Earth Day quotes, slogans and messages in Gujarati
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X