For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2022: 14 જાન્યુઆરીએ 3 કલાક 40 મિનિટ રહેશે પુણ્યકાળ, રાશિ મુજબ કરો આ કામ

સૂર્યના ઉત્તરાયણ થવાનુ પર્વ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવાશે. જાણો પુણ્યકાળનો સમય.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સૂર્યના ઉત્તરાયણ થવાનુ પર્વ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે. જો કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ બપોરે 2.28 વાગે કરશે પરંતુ પર્વ કાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માન્ય હશે. મુખ્ય પુણ્યકાળ સૂર્યાસ્ત 5.55 વાગ્યા સુધી 3 કલાક 40 મિનિટનો રહેશે. જો કે બપોર બાદ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાના કારણે અમુક વિદ્વાનો પર્વકાળ બીજા દિવસ અર્થાત 15 જાન્યુઆરીએ પણ માની રહ્યા છે.

makar sankranti

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે પોષ શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે બ્રહ્મ યોગનો સંયોગ આવી રહ્યો છે. આ દિવસે રોહિણી નક્ષત્ર પણ રહેશે. શાસ્ત્રોનુ કથન છે કે સૂર્યાસ્તથી પૂર્વ સૂર્ય નારાયણ જે રાશિમાં પ્રવેશ કરી લે છે એ દિવસે પર્વકાળની માન્યતા છે. આના કારણે મકર સંક્રાંતિનો પર્વકાળ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે.

સંક્રાંતિનુ આગમન

આ વખતે મકર સંક્રાંતિનુ આગમન વાઘ પર થઈ રહ્યુ છે. ઉપ વાહન અશ્વ અને હાથમાં ગદા રૂપી શસ્ત્ર છે. વસ્ત્ર પીતાંબર, ગમન પૂર્વ દિશામાં, પાત્ર રજત, દ્વવ્ય કુંકુમ અને વય કુમારી છે.

રાશિઓ મુજબ આ સામગ્રીનુ કરો દાન

મેષઃ કાળા ધાબળાનુ દાન કરવુ લાભદાયી રહેશે.
વૃષભઃ શ્વેત વસ્ત્રોનુ દાન સંકટમાંથી રક્ષા કરશે.
મિથુનઃ લીલા રંગના ધાબળાનુ દાન કરવુ.
કર્કઃ રંગબેરંગી નવા વસ્ત્રોનુ દાન કરવુ.
સિંહઃ અશુભ પ્રભાવ ઘટાડવા માટે લાલ રંગના ધાબળાનુ દાન કરવુ.
કન્યાઃ લીલા, ગુલાબી રંગના વસ્ત્ર કે લીલા ફળનુ દાન કરવુ.
તુલાઃ શ્વેત અનાજનુ દાન કરવુ.
વૃશ્ચિકઃ ખિચડી અને ફળોનુ દાન કરવુ.
ધનઃ ફળો અને તલનુ દાન કરવાનુ લાભદાયી રહેશે.
મકરઃ કાળા તલ અને કાળા ધાબળાનુ દાન કરવુ.
કુંભઃ ગાયોને લીલો ચારો ખવડાવવો. તલનુ દાન કરવુ.
મીનઃ મગની દાળ અને ચોખાની ખિચડી દાન કરવુ.

English summary
14 January Makar Sankranti, Read Punya kaal time and some important facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X