For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2021: દિવાળીના દિવસે શું કરવુ અને શું ન કરવુ?

લક્ષ્મી-ગણેશની પૂજા કરતી વખતે અમુક ખાસ વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કહેવાય છે કે દિવાળીના દિવસે મા લક્ષ્મી ધરતી પર વિચરણ કરવા આવે છે અને જેના ઘર પર તેમની કૃપા થઈ જાય છે, તે ઘર સુખ-શાંતિ અને સંપન્નતાનુ પર્યાય બની જાય છે. આ દિવસે લોકો પોત-પોતાના ઘરોને ખૂબ જ સુંદર રીતે સજાવે છે અને શ્રદ્ધાપૂર્વક મા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરે છે. જો કે લક્ષ્મી-ગણેશની પૂજા કરતી વખતે અમુક ખાસ વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

maa

આવો, જાણીએ લક્ષ્મી-ગણેશ પૂજનમાં શું કરવુ અને શું ન કરવુ

શું કરવુ

  • પોતાના ઘરની જેમ તમે પોતાની પણ દિવાળીના દિવસે સાફ-સફાઈ કરવી.
  • નાહી-ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. કાળા અને વાદળી કપડા ન પહેરવા.
  • અમુક લોકો દિવાળી પર વ્રત પણ રાખે છે અને લક્ષ્મી પૂજન બાદ પોતાનો ઉપવાસ તોડે છે.
  • મા લક્ષ્મી અને ગણેશની પૂજા પૂરી શ્રદ્ધા અને પ્રેમથી કરે.
  • સામર્થ્યઅનુસાર ભગવાનને પ્રસાદ ધરાવવો, આમ પણ ઈશ્વર તો ભક્તોની ભક્તિ અને પ્રેમ જુએ છે.
  • મા લક્ષ્મીને સામાન્ય રીતે ખીરનો પ્રસાદ અને ગણપતિજીને લડ્ડુ કે મોદકનો પ્રસાદ ધરાવાય છે.
  • આ દિવસે ગરીબોને દાન આપો, બની શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવો.
  • મા લક્ષ્મીને ઝાડુ પણ ચડાવો.
  • કુમકુમથી શુભ-લાભ, શ્રી, સ્વસ્તિક અને ઓમના શુભ ચિહ્રનો બનાવો અને પોતાને અને સ્વજનોની ખુશી માટે પ્રાર્થના કરો.
  • ખુશ રહો અને ખુશીઓ વહેંચો.

શું ન કરવુ

  • સાંજના સમયે ઝાડુ ન લગાવવુ, સાફ-સફાઈનુ કામ સવારે જ કરવુ.
  • કોઈ પ્રકારનો નશો ન કરવો.
  • જુગાર ન રમવો.
  • નિંદા અને ઝઘડો ન કરવો.
  • પરિવારવાળા સાથે ઉલઝવુ નહિ.
  • સહવાસ ન કરવો.

દિવાળી પર પરિવાર સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં ખુશીઓ જળવાઈ રહે છે

सर्वलोकस्य जननीं सर्वसौख्यप्रदायिनीम । सर्वदेवमयीमीशां देवीमावाहयाम्यहम् ।।
ॐ तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् ।
यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् ।।

English summary
Diwali on 4rth November 2021. here is dos and donts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X